અમદાવાદના વણિક દંપતી કમલેશ શાહ અને મીના શાહ પર તવાઈ: અનેકવિધ રીતે ગેરરિતી કરતા હોવાનું આવ્યું તું સામે : વિભાગ દ્વારા પકડાયેલી રકમને પણ દંપતી કરતા હતા ક્લેમ
રાજકોટ, તા. 10
સમગ્ર દેશમાં હાલ રેવન્યુ વિભાગ અને તેના સંબંધિત વિભાગો ને જે ટાર્ગેટ આપવામાં આવેલા હોય તેને પૂર્ણ કરવા માટે હાલ દરેક સંભવત પ્રયત્નો વિવિધ એજન્સીઓ કરી રહી છે તેમાં આવકવેરા વિભાગ પણ આવી જાય જીએસટી વિભાગ પણ આવી જાય તથા ઇડી પણ આવી જાય. જેને લઈને છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અનેકવિધ બરોડા આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા પાડવામાં આવી રહ્યા છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ગઈકાલે વહેલી સવારે અમદાવાદમાં વણિક દંપતિ ઉપર દરોડા પાડવામાં આવ્યા જે અનેક મુદ્દે સવાલ ઊભા કરે છે. કારણ કે આવકવેરા વિભાગ કોઈ પેઢી ઉપર દરોડા પાડતું હોય નહીં કે કોઈ વ્યક્તિગત વ્યક્તિ પર. હાઈ પ્રોફાઈલ કેસ હોય તો તે વાત અલગ છે પરંતુ ગઈકાલે જે દરોડા પાડવામાં આવ્યા તેમાં વણિક દંપતિ કમલેશ શાહ અને મીના શાહ ઉપર છેલ્લા ઘણા સમયથી નજર રાખવામાં આવી હતી તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી ઉપર પણ આવકવેરા વિભાગ એ ડોગ વોચ રાખી હતી
અમદાવાદ આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ દંપતી ઘણા ખરા કિસ્સાઓમાં સહભાગી હોવાનું માલુમ પડ્યું છે જેમ કે આવકવેરા વિભાગ દ્વારા કોઈ એક પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હોય અને તેમાંથી જે બેનામી વ્યવહારો અથવા તો રોકડ સામે આવે તો કોઈ વ્યક્તિ તે પોતાનું હોવાનું ન કબૂલે તેવા કિસ્સામાં આ દંપતીતે રકમને ક્લેમ પણ કરતા નજરે પડ્યા હતા. આવા એક નહીં અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. જેને ધ્યાને લઇ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ દરોડા આગામી 2 થી 3 દિવસ વધુ ચાલે તો નવાઈ નહી. એટલું જ નહીં આ બરોડા માં વણિક દંપતીના કયા કનેક્શન છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે એટલું જ નહીં હાલ જે વિગતો સામે આવી રહી છે તેને ધ્યાને લેતા આગામી દિવસોમાં અન્ય ગ્રુપ કે જેની સાથે પણ સંડોવણી હોય તેમના ઉપર પણ દરોડા પાડવામાં આવી શકે છે. આ દરોડામાં રાજકોટના 6 થી 7 લોકો જોડાયા હતા. એટલું જ નહીં હાલ જે ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા તે ટીમ ચૂનંદા અધિકારીઓની છે.
પ્રાથમિક તપાસમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ કર્યા હસ્તગત
મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગ દ્વારા વણિક દંપતિ ના નિવાસ્થાને જે સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં અનેકવિધ દસ્તાવેજી પુરાવાઓ હસ્તગત કરવામાં આવ્યા. એટલું જ નહીં હજુ પણ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જેમાં તેઓને આશા છે કે ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવી શકે છે.