25 અરજદારોને સુનાવણી અર્થે આવ્યા બોલાવવામાં
રાજકોટ, તા. 11
કલેકટરના અધ્યક્ષસ્થાને આજે લેન્ડગ્રેબિંગની બેઠક મળશે જેમાં 97 કેસ મૂકવામાં આવ્યા છે અને આ માટે કુલ 25 જેટલા અરજદારોને રૂૂબરૂૂ સુનાવણી અર્થે પણ બોલાવવામાં આવેલા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે નવો નિર્ણય લેવામાં આવ્યો છે તેને ધ્યાને લઈ હવે અરજદારોને પણ સુનાવણીમાં બોલાવવામાં આવશે જેથી યોગ્ય નિર્ણય લઈ શકાય. સરકારી જગ્યા પર પેષકદમી અને ખાનગી મિલકતો પચાવી પાડનાર સામે કાયદાનો શકન જો કલેકટર વિભાગ દ્વારા ઘસવામાં આવશે.
રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આજે કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને લેન્ડગ્રેબીંગની બેઠક આયોજીત કરવામાં આવી છે જેમાં 97 જેટલા કેસો મુકવામાં આવેલ છે. આ બેઠકમાં 25 જેટલા અરજદારોને રૂૂબરૂૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા કલેકટર તંત્ર દ્વારા તેડુ મોકલવામાં આવ્યું છે. લેન્ડગ્રેબીંગ કમીટીની આ બેઠકમાં સરકારી જમીનો પર પેશકદમી અને ખાનગી મિલકતો પચાવી પાડનારાઓ સામે કાયદાનો શિકંજો કસવામાં આવશે. રાજય સરકારની નવી ગાઈડલાઈન મુજબ કલેકટર તંત્ર દ્વારા આવતીકાલની આ બેઠક યોજવામાં આવી છે જેમાં કમીટીના તમામ મેમ્બરોએ ઉપસ્થિત રહેવું ફરજીયાત કરવામાં આવેલ છે.
લેન્ડગ્રેબીંગની બેઠકમાં મોટાભાગના કેસોમાં સમાધાન થતુ હોય પોલીસ ફરીયાદ જવલ્લેજ થાય છે. ગત બેઠકમાં માત્ર 1 કેસમાં જ પોલીસ ફરીયાદ કરવા માટેનો નિર્ણય કમીટી દ્વારા લેવામાં આવેલ હતો. હવે આવતીકાલે ઉઘડતી કચેરીએ જ યોજાનાર આ બેઠકમાં 97 કેસો મુકવામાં આવેલ છે. જેમાં 25 જેટલા અરજદારોને રૂૂબરૂૂ સુનાવણી માટે નોટીસ આપી બોલાવવામાં આવેલ છે.