આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે બોલાવી સર્વગ્રાહી સમીક્ષા બેઠક

ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ દુખદ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ – અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી

રાજકોટ મિરર, તા.13
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ દુખ વ્યક્ત કરતા
જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી દ્વારા આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. જેના પગલે કહેવાય છે કે ખ્યાતી હોસ્પીટલના ડાયરેક્ટર સહીત પાંચ સામે પોલીસમાં ગુન્હો નોંધાઈ ચુક્યો છે.
વધુ વિગતો આપતા દ્વિવેદીએ ઉમેર્યુ હતું કે, તા. 12 નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો તેમજ -મા યોજના હેઠળની (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)ના તપાસ સમીતિની રચના કરાઇ હતી.
આ સમીતીએ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે ક્ષતિઓ જણાઇ તે રીપોર્ટ આરોગ્ય વિભાગને રજૂ કર્યો હતો. જેમાં પ્રારંભિક તબક્કે જાણવા મળ્યું છે કે , ખ્યાતિ હોસ્પિટલની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલિસણા ગામે આરોગ્ય કેમ્પ કરીને 19 જણાને અમદાવાદ સ્થિત હોસ્પિટલ ખાતે સર્જરી માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 19 દર્દીઓની એન્જીયોગ્રાફી અને તેમાંથી 07 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાઇ હતી.
આ 07 દર્દીઓ પૈકી 02 દર્દીઓનું દુખદ મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં કમિટીને ગુનાહિત કૃત્ય અને મેડિકલ બેદરકારી જણાઇ આવતા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે ગેરરિતી બદલ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. અમદાવાદ સ્થિત ખ્યાતી હોસ્પિટલને પી.એમ.જે.વાય-મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલીસ્ટ કરવામાં આવી છે. આ ઘટના સંદર્ભે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી શકશે નહી. હોસ્પિટલના માલિક, ટ્રસ્ટી અને અન્ય હોસ્પિટલ સાથે સંલગ્ન હશે તો તે હોસ્પિટલની પણ માન્યતાની ચકાસણી કરી તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે
હોસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરૂધ્ધ ભારતીય ન્યાય સહિતા() ની કલમ 100, 105, 336 અને 61 સહિતની અન્ય કલમો અન્વયેની સરકાર તરફથી પોલિસ ફરિયાદ કરવામાં આવી ચ્હેર.
આ ઘટના સાથે સંકળાયેલા ડૉક્ટર વિરૂધ્ધ જરૂરી પગલાં લેવા માટે ને સુચના આપવામાં આવશે. વઘુમાં હોસ્પિટલમાં અગાઉ થયેલ ના કેસોની પણ ચકાસણી કરાશે.તેમણે વધુમાં ઉમેર્યુ કે, મંત્રીશ્રીની સૂચનાને પગલે પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગતની મુખ્ય પાંચ ઇમરજન્સી સર્જરીના વ્યવસ્થાગત મજબૂતીકરણ માટેની ( ) તૈયાર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
જે મુજબ પ્રાથમિક તબક્કે કાર્ડિયોવાસ્યુકર સર્જરી સંદર્ભે એમ્પેલન્ડ હોસ્પિટલમાં અને બન્ને હોય તો જ માટે માન્યતા (સિવાય કે ના કિસ્સામાં કરવાની જરૂર હોય) આપવામાં આવશે.
અંતર્ગત ડૉકટરે કામગીરી કરવા માટે ફુલ ટાઈમ જરૂરી છે વધુમાં ડોક્ટર / 2 વર્ષનો અનુભવ ફરજીયાત રહેશે.
પેકેજ માટે કેથલેબ ઉપરાંત ફરજીયાત રહેશે. અથવા ને અંતર્ગત માન્યતા મળશે નહીં.
આ ઉપરાંત અન્વયે ચોક્કસ માટે ’ ’ અંગેની ચોક્કસ જોગવાઈઓ દાખલ કરવામાં આવશે. ના વોલ્યુમના દાવાઓના મોનેટરીંગ માટે વધારાના સુપર સ્પેશ્યાલિસ્ટની સેવા લેવામાં આવશે. આ સંદર્ભેની માહિતી ટુંક સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવશે. વધુમાં અન્ય ઇમરજન્સી પ્રોસિજરને લગતી પણ બનાવીને રજૂ કરાશે.
શ્રી દ્વિવેદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળની (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) દ્વારા કરવામાં આવેલ કામગીરી સંદર્ભે જણાવ્યું હતું કે, એક વર્ષમાં 95 હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી. જેમાંથી પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાઇ. તેમજ રૂ.20કરોડથી વધુની રકમની પેનલ્ટી પણ કરવામાં આવી છે. 1024 લાભાર્થીઓની રૂ. 44 લાખ જેટલી રકમ પાછી આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
ખ્યાતિ હોસ્પિટલને મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેક લિસ્ટ કરાઇ
રાજ્યમાં મા યોજના અંતર્ગત કરાતી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીના વ્યવસ્થાપનના સુદ્રઢીકરણ માટેની ટૂંક સમયમાં જાહેર કરાશે
ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય હોસ્પિટલમાં પણ કામ કરી શકશે નહીં
હોસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા() ની કલમ 100, 105, 336, 61 સહિતની અન્ય કલમો અંતર્ગત સરકાર દ્વારા પોલિસ ફરિયાદ કરવામાં આવી છે.આ ઘટના સાથે સંકળાયેલા ડૉક્ટર વિરૂધ્ધ જરૂરી પગલાં લેવા માટે ને સુચના અપાશે. વઘુમાં હોસ્પિટલમાં અગાઉ થયેલ ના કેસોની પણ ચકાસણી કરાશે.
(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) દ્વારા એક વર્ષમાં રાજ્યની 95 હોસ્પિટલની મુલાકાત કરાઇ ગેરરિતી બદલ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરીને રૂ. 20 કરોડથી વધુની રકમનો દંડ વસુલાયો અન્વયે ચોક્કસ માટે ’ ’ અંગેની ચોક્કસ જોગવાઈઓ દાખલ કરવામાં આવશે
શું છે સમગ્ર મામલો ?
અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થતાં પરિવારજનો બેદરકારી અને છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા હતા.
કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે. સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા.
ખ્યાતિ હોસ્પીટલના ડાયરેક્ટર સહીત પાંચ સામે નોંધાયો મનુષ્યવધનો ગુન્હો
રાજકોટ મિરર, અમદાવાદ, તા.13
ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મોતકાંડ મામલે ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બી એન એસ ફેક્ટની સેક્શન 105, 110, 336 (2), 336 (3), 340 (1), 340 (2), 318, 61 કલમ હેઠળ એફઆઈઆર() નોંધાઈ છે.
ડો. પ્રશાંત વજીરાણી, ડો. કાર્તિક પટેલ, સંજય પટોડીયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપુત વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ યોજનાનો પોતાના આર્થિક ફાયદા માટે દુરુપયોગ કર્યો હતો. સ્ટેન્ડ મૂકવાની જરૂર ન હોવા છતાં દર્દીઓના ઓપરેશન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, સરકાર પાસેથી મોટો આર્થિક લાભ મેળવવા કરાયેલા ઓપરેશનથી બે દર્દીના મોત હતા. સરકાર વતી સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન અને ઇન્ચાર્જ સીડીએમઓ ડોક્ટર પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા છે. જે બાદ વસ્ત્રાપુર પોલીસે આરોપી તબીબો અને હોસ્પિટલ સંચાલકોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
તો બીજી તરફ અમદાવાદ ઉપરાંત અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ મોત મામલે અન્ય એક ફરિયાદ પણ નોંધાઈ છે. આ મામલે કડી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ છે. બોરીસણા ગામના મૃતક દર્દીના પુત્રોએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ડોક્ટર પ્રસાદ વજીરાણી, કાર્તિક પટેલ, સંજય પટોડીયા, રાજશ્રી કોઠારી નામો અપાયા છે. આ ચારેચ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આ બધાએ ભેગા મળી સરકારની સરકારી યોજનાના પૈસા લેવા ખોટા ઓપરેશન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કડી પોલીસ મથકમાં બે અલગ અલગ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:18 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech