રાજકોટ, તા. 23
રાજકોટ શહેરનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન સંયુક્ત રીતે કામગીરી હાથ ધરે એટલું જ નહીં જે પણ વિકાસના કામો હોય તેને ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તો જ જે જરૂૂરી વિકાસ છે તે થઈ શકે. કોટ શહેરની જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં રાજકોટ એક આદમી છાપ ધરાવે છે પરંતુ જે રાજકોટનો વિકાસ થવો જોઈએ અને જે ગતિથી થવો જોઈએ તે હજુ સુધી થયો નથી માત્ર મોટા બ્રિજ બનાવી દેવા કે આવાસ ઊભા કરી દેવાથી કોઈ શહેરનો વિકાસ શક્ય બનતો નથી જે હાલ રાજકોટની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટના વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા નક્કર પગલા લેવા ખૂબ જરૂૂરી છે જ્યાં સુધી આ અંગે કોઈ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે ત્યાં સુધી ઘણા ખરા પ્રશ્નો ઉભા થતા રહેશે અને તેનું નિવારણ કરવું ખૂબ કપરુ બનશે.
મળતી માહિતી મુજબ મહાનગરપાલિકા દ્વારા ગત બજેટમાં અનેકવિધ મુદ્દાઓ ધ્યાને લઈને અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ વરવી વાસ્તવિકતા તો એ છે કે તે બજેટને અનુરૂૂપ હજુ એક પણ પ્રકારનું કામ યોગ્ય રીતે થયું ન હોવાનું તજજ્ઞ જણાવી રહ્યા છે અને તે મુજબની ફરિયાદો પણ સતત મહાનગરપાલિકા સમક્ષ થઈ રહી છે. વર્ષ 2024- 25 ના મહાનગરપાલિકાના અંદાજપત્રમાં બાંધકામ, વોટર વર્કસ તેમજ ડ્રેને જે શાખામાં કુલ 306 મૂડીકૃત કામો મંજુર કરવામાં આવ્યા હતા પરંતુ વાસ્તવિકતા અત્યંત કડવી છે કારણ કે આ સમગ્ર કામગીરી પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો માત્ર ને માત્ર 32 કામોજ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે કહેવાય કે 10% કામ પણ પૂર્ણ થયું નથી. સામે કરોડો રૂૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. હવે મહત્વનું એ છે કે આ કામો ક્યાં અને ક્યારે પૂર્ણ કરવામાં આવશે તેનું કોઈ નક્કર આયોજન મહાનગરપાલિકા પાસે નથી નથી કે કોઈ સંબંધિત વિભાગ પાસે સાચો આંકડો કે સાચી માહિતી. પેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર પોતાનું અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરશે તે બાદ મહાનગરપાલિકા પણ વર્ષ 2025 અને વર્ષ 2026 માટેનું બજેટ રજૂ કરવાનું છે ત્યારે હવે મહત્વનો તો એ છે કે આ બજેટમાં શું જૂના કામોને ફરી ઉમેરવામાં આવશે કે કોઈ નવા અને કહી શકાય કે રાજકોટના વિકાસમાં ઉપયોગી થાય તેવા કાર્યોને સમાવેશ કરાશે. 306 જેટલાં જો મૂડીકૃત કામો નક્કી કરવામાં આવેલા હોય અને તે કોઈપણ કારણ એ પૂર્ણ ન થાય તો તેની પાછળ જવાબદારી કોની શું તંત્રના વાકે પ્રજાએ ભોગવવાનું. આ એક નહીં અનેક પ્રશ્નો તજજ્ઞ કરી રહ્યા છે અને સામાન્ય લોકો પણ આ મુદ્દે રોષમાં ભરાયા છે. તજજ્ઞોનું માનવું છે કે માત્ર વહીવટી કામગીરી અથવા તો ઉદ્ઘાટન કરવા એ જ કામ નથી નક્કર કામગીરી થાય તે ખૂબ જરૂૂરી છે. માર્ચ એન્ડિંગ હોવાના પગલે હાલ રાજકોટના અનેક મુખ્ય માર્ગો પર રસ્તા તોડી નાખવામાં આવેલા છે અને તેમાં પીઆઈ પાઇપ લાઇન મૂકવામાં આવે છે તો આ આયોજન એક વર્ષ પૂર્વે કેમ ના થઈ શક્યું તેવા એક નહીં અનેક પ્રશ્નો હાલ મહાનગરપાલિકા સમક્ષ ઉભા થયા છે.
મળતી માહિતી મુજબ યોગ્ય વ્યવસ્થા અને અપૂરતા માર્ગદર્શનના કારણે હાલ આટલા બધા કામો પડતર છે આ કામની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આ તો માત્ર ત્રણ વિભાગના જ કામો છે અન્ય વિભાગના કામોની શું સ્થિતિ તે અંગે હજુ પણ મહાનગરપાલિકાએ મગનું નામ મરી પાડ્યું નથી. તો સામે ટેક્સ ઉઘરાવવા માટે મનપાના અધિકારીઓ જે રીતે વ્યવહાર કરે છે તે પણ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. આ અંગે મહાનગરપાલિકાએ કોઈ નક્કર નિર્ણય લેવો પડશે તેવા કોઈ શંકાને સ્થાન નથી.