500 થી વધુ લોકોને આકવેરા વિભાગે પાઠવી નોટીસ : અનેક નવા ખુલાસા થવાની સંભાવના , આયકરને મળી શકે છે નવી લીડ
રાજકોટ, તા. 24
ગમે તે પ્રકારે રાજકોટ આવકવેરા વિભાગ તેનો જે ટાર્ગેટ છે તેને પરિપૂર્ણ કરવા માટે હાલ મહેનત કરી રહ્યું છે ત્યારે ગઈકાલે જે માહિતી મળી રહી છે તે મુજબ રાજકોટ આવકવેરા વિભાગે 500 થી વધુ લોકોને રિટર્ન ભરતી વખતે જે માહિતી દર્શાવવામાં આવેલી હોય તે ખોટી અથવા તો અપૂરતી હોવાના કારણે નોટિસો નો મારો ચલાવવામાં આવ્યો છે. બીજી તરફ આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જે લોકોને નોટિસો ફટકારવામાં આવી છે તેમના દ્વારા તેમની આવક કરતા ત્રણ ગણી ખરીદી કરતી હોવાની બાકી મળી હતી જે બાદ આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને નોટીશો પાઠવવામાં આવી. વિવિધ ક્ષેત્રના વ્યાપારીઓ તથા ઉદ્યોગકારોમાં આ અંગે ફફડાટ મચી જવા પામ્યો છે બીજી તરફ થોડા દિવસ પૂર્વે જ જે રાજકોટ આવકવેરા વિભાગ માં જે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી તેમાં દરોડા પાડવા માટે જણાવવામાં આવ્યું હતું ત્યારે આ નોટિસના આધારે પણ એ વાત સ્પષ્ટ થઈ શકશે કે કેમની પાસે બેનામી વ્યવહારોનું પ્રમાણ વધુ છે.
રાજકોટમાં આવક વેરા વિભાગનો સપાટો જોવા મળ્યો. ઈંઝ વિભાગે શહેરમાં 500થી વધુ લોકોને નોટિસ ફટકારી.લોકોએ રીર્ટન ભરતી વખતે દર્શાવેલ માહિતીના આધાર પર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાવામાં આવી. આવક વેરા વિભાગે આવક કરતા ત્રણ ગણી ખરીદી કરનારા 500થી વધુ લોકોને નોટિસ ફટકારી. આવક વેરા વિભાગ દ્વારા લોકોમાં નોટિસનો દોર જોવા મળ્યો. એકસાથે 500થી વધુ લોકોને નોટિસ ફટકારતા વેપારી અને બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો. 2019-2020ના રીટર્નની માહિતીની ચકાસણીમાં 3 ગણો ખર્ચ વિભાગના ધ્યાનમાં આવ્યો.રીટર્નમાં કેટલાક લોકોએ તેમની આવક કરતાં ત્રણ ગણો ખર્ચ બતાવ્યો હતો. આ લોકોએ સોનું,પ્રોપર્ટી અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદી કરી હતી.આ તમામની કેટલી ખરીદી થઈ હોવાના આંકડા રીટર્નમાં સામે આવ્યા હતા. જેના આધાર પર આ ખર્ચની તેમની આવક સાથે સરખામણી કરતાં અનિશ્ચિતતા સામે આવી. આવક કરતા 3 ગણી ખરીદી કર્યાનું સામે આવતાં વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી.
એ છે કે કોઈપણ વેપારી હોય, બિલ્ડર હોય કે પછી કોઈ સોની વેપારી હોય આ તમામ લોકો રિટર્ન ભરતા હોય છે પરંતુ મહત્વનું એ છે કે ઘણી ઘણી વખત રિટર્ન માં જે આવક દર્શાવવામાં આવતી હોય તે ખૂબ ઓછી હોવાથી આ ફેર વિભાગને ઘણાખરા અંશે શંકા પણ ઉદભવે છે ત્યારે વિવિધ સ્ટેટમેન્ટ ને તપાસીયા બાદ જ સત્ય હકીકત બહાર આવે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ તમામ ક્ષેત્રના જે મર્ધિમો છે તેમના દ્વારા જે ખરીદી કરવામાં આવી છે તે તેમની આવક કરતા અનેક ગણી વધુ છે જેના ભાગરૂૂપે હાલ આ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
સરકારે વર્ષ 2015માં આવકવેરાના કાયદાની કલમમાં કેટલાક ફેરફાર કર્યા હતા. કલમ 269જજ, 269ઝ, 271ઉ અને 271ઊ માં કરેલ ફેરફાર મુજબ કોઈપણ વ્યક્તિ 19,999 રૂૂપિયા સુધીના જ રોકડ વ્યવહાર કરી શકે છે. અને જો આ નિયમનું પાલન ના કરવામાં આવે તો વિભાગ તરફથી નોટીસ મળે છે. પ્રોપર્ટી રજીસ્ટ્રેશનની માહિતી તેમજ સોના જેવી કિમતી વસ્તુઓ ખરીદીના બીલની માહિતી પરથી આવક વિભાગ તમારી વિગતો મેળવે છે. સોનું, પ્રોપર્ટી અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદીમાં લાગતા ટેક્સ પરથી સરકારને જે – તે વ્યક્તિએ કરેલ વસ્તુની ખરીદીની વિગતો મળી રહે છે. અને જ્યારે રીટર્ન ભરવામાં આવે ત્યારે આ ખર્ચ બતાવવામાં આવતો નથી. આથી જ હાલમાં આવક વેરા વિભાગ દ્વારા 2019-2020ના રીટર્નની ચકાસણી કરવામાં આવી ત્યારે અનેક લોકોના આવક કરતાં ખર્ચ વધુ જોવા મળ્યો. આથી વિભાગે 500થી વધુ લોકોને નોટિસ ફટકારી જવાબ આપવા કહ્યું. નોટિસ મળતા લક્ઝરી લાઇફ જીવતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો.