ઇમ્પેક્ટ ફીની અવધી વધુ છ મહિના લંબાવાઇ : 5000 થી વધુ અરજીઓ પેન્ડિંગ

આવેલી કુલ 10,146 અરજીઓ માંથી માત્ર 3893 અરજીને જ રખાઈ ગ્રાહ્ય જ્યારે 943 અરજીઓ નામંજૂર

રાજકોટ, તા. 17
કોઈપણ પ્રકારે રીયલ એસ્ટેટમાં ગેરરીતિ ન થાય તે માટે ફરી એક વખત રાજ્ય સરકારે પ્રજાલક્ષી અભિગમ દાખવ્યો છે એટલું જ નહીં ઇમ્પેક્ટ ફીના નિયમમાં વધુ છ માસનો ઉમેરો કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં આ પ્રકારના બાંધકામને કાયદેસર કરવા માટે હાલ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો તમામ અઢાર વોર્ડમાં કુલ 10,000 થી વધુ અરજીઓ આવી હતી જે પૈકી 40% અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે જ્યારે બાકી રહેતી 5,000 થી વધુ અરજીઓ હજુ પ્રક્રિયા હેઠળ ચાલતી હોવાનું મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
જે વિગતો સામે આવી રહી છે તેને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા આશરે 900 થી વધુ અરજીઓને નામંજૂર કરવામાં આવી હતી એટલું જ નહીં હજુ પણ ચેરજીઓ પડતર છે તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતી જણાશે તો તે પ્લાન ને પણ ના મંજૂર કરવામાં આવશે તેવા આદેશ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવેલા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત પાંચમી વખત જે વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ વધારો વધુ છ મહિના માટે આપવામાં આવતા ફરી એક વખત મિલકત ધારકો કે જેઓએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેને રેગ્યુલરાઈઝ કરવા માટે વધુ એક તક આપવામાં આવેલી છે.
રાજ્યમાં બેન અધિકૃત ગેરકાયદે બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટે હવે ઇમ્પેક્ટ ની અવધી છ મહિના લંબાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ સર્ટિફિકેટ વિનાના બાંધકામને તોડીને ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાના બદલે નિયત ફી વસૂલી કાયદેસર કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો હતો ત્યારે આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતા ફરી એક વખત આ મુદત વધારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મહાનગરપાલિકામાં ઓનલાઇન મારફતે કુલ 3,084 અરજીઓ આવી હતી જેમાંથી તંત્રએ 1597 અરજીઓને મંજૂર કરી છે જ્યારે 567 અરજીઓ ના મંજૂર થયેલી છે બાકી રહેતી 920 અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે એવી જ રીતે ઓફલાઈન મારફતે કુલ 7062 અરજીઓ આવેલી હતી જેમાંથી 2296 અરજીઓ ને મંજૂર કરવામાં આવી તો 376 અરજીઓ ના મંજૂર કરી દેવાય છે જ્યારે પેન્ડિંગ અરજીઓની સંખ્યા કુલ 4,390 નોંધાય છે. એટલે કહી શકાય કે કુલ અરજીઓ 10,146 હતી તેમાંથી 3,893 અરજીઓ મંજૂર થઈ જ્યારે 943 અરજીઓ નામંજૂર મારા નગરપાલિકા દ્વારા કરવામાં આવી અને હાલ આ અંગે જે પડતર અરજીઓ છે તેનો આંકડો 5,310 એ પહોંચ્યો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:56 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech