ઉત્તરપ્રદેશમાં હિંસા : ત્રણ મોત

શાહી જામા મસ્જિદના સર્વેક્ષણ માટે એક ટીમ પહોંચતા ટોળુ બેકાબુ : સુરક્ષા દળો પર પથ્થરમારો : ફાયરિંગ

નવીદિલ્હી, તા. 24
ઉત્તર પ્રદેશના સંભલમાં સવારથી જ હિંસા ફાટી નીકળી હતી. શાહી જામા મસ્જિદના નવા સર્વેક્ષણ માટે એક ટીમ પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. 12 કલાકથી વધુ સમય થઈ ગયો છે. હજુ પણ પોલીસ બંદોબસ્ત તૈનાત છે. સંભલમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. કોર્ટના આદેશથી જામા મસ્જિદના સર્વે માટે રવિવારે સવારે ફરી ટીમ સંભલ પહોંચી ત્યારે ટીમ પર હુમલો થયો હતો. જે બાદ હંગામો થયો હતો અને આગચંપી સાથે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુરાદાબાદના કમિશનર અંજનેયાએ સંભલ હિંસામાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. દરમિયાન, સંભલ હિંસા પર, એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ કહ્યું કે પથ્થરમારાની ઘટના પછી સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસે વધારાના દળો તૈનાત કર્યા છે અને ઈન્ટરનેટ સેવાઓ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ કહ્યું કે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો, ત્યારબાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી. આ દરમિયાન કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને પોલીસને નિશાન બનાવવામાં આવી હતી. પોલીસે ટોળાને વિખેરી નાખ્યું હતું. જ્યારે ડીએમ અને ડીઆઈજી પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે બે મહિલાઓએ તેમના પર પથ્થરમારો કર્યો અને દેશી બનાવટની પિસ્તોલથી ફાયરિંગ પણ કર્યું, જેમાં એક પીઆરઓને પગમાં ગોળી વાગી હતી. આ ખૂબ જ કમનસીબ ઘટના છે. જઙએ કહ્યું કે ગજઅ હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ઋઈંછ નોંધવામાં આવી છે. આ ઘટનામાં 20-22 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તેની પાછળ કોઈ કાવતરું હતું કે કેમ તે જાણવા માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી રહી છે. સ્થિતિ નિયંત્રણમાં છે અને વધારાના દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
શાહી જામા મસ્જિદના સર્વે માટે કોર્ટના આદેશ બાદ પથ્થરમારાની ઘટનાઓને જોતા જઉખએ નોટિસ જારી કરી છે. આ નોટિસમાં, નાગરિકોને તેમના ધાબા પર પથ્થરો, બોટલો અથવા કોઈપણ જ્વલનશીલ અને વિસ્ફોટક સામગ્રી ખરીદવા અથવા એકત્રિત કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ આવું કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાને પણ રસ્તાઓ પર પડેલી કોઈપણ બિલ્ડિંગ મટિરિયલને તાત્કાલિક જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાહી જામા મસ્જિદના સર્વે માટે કોર્ટના આદેશ બાદથી વાતાવરણ ગરમાયું છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારાની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જઉખએ નોટિસ જારી કરીને દરેકને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ છે.
આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 25 પોલીસકર્મી ઘાયલ થયા છે. હિંસા દરમિયાન ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. સંભલ હિંસામાં ઘાયલ બે લોકોને મુરાદાબાદ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન ત્રણ લોકોના મોત બાદ મુરાદાબાદના કમિશનર અંજનેય કુમાર સિંહે આ ઘટનાને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, પોલીસ દ્વારા કોઈ ગોળી ચલાવવામાં આવી નથી અને કેટલાક લોકો અફવા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


હિંસામાં સામેલ 21 લોકોની ધરપકડ
આ અંગે સંભલના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ જણાવ્યું કે સંભલની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પરિસ્થિતિને સંભાળતા અત્યાર સુધીમાં 21 લોકોની અટકાયત કરી છે, જેમાં 19 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ હિંસામાં જે પણ સામેલ હશે તેની સામે ગજઅ લગાવવામાં આવશે.એસપી સંભલ કૃષ્ણ કુમારે દાવો કર્યો હતો કે હિંસા બાદ તપાસ દરમિયાન ઘણા લોકો પાસે ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, આ ઘટના ગુપ્તચરની નિષ્ફળતા નથી. આ પહેલા જુમ્માની નમાજ શાંતિપૂર્ણ રીતે થઈ હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:35 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech