દિકરીના પ્રેમીને છરીનો એક જ ઘા ઝીંકી વૃદ્ધે પતાવી દીધો
રેલનગરની લોર્ડ ક્રિષ્ના સોસાયટીનો બનાવ: વૃદ્ધ પિતા રાજેન્દ્ર રાઠોડ ઉપરના માળેથી નીચે આવ્યા ત્યારે દિકરી કિરણને પ્રેમી આસિફ સાથે જોતાં જ કાળઝાળ થયા અને લોહી રેડાયું: આરોપી પ્ર. નગર પોલીસના સકંજામાં
રાજકોટ મિરર, તા. 22
રાજકોટ: રંગીલા રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. રેલનગર વિસ્તારમાં એક વૃદ્ધે પોતાની પરણી દીકરીના પરિણીત પ્રેમીને છરીનો એક જ કે મતને ઘાટ ઉતારી દીધો છે જાણવા મળ્યા મુજબ ઉપલેટાના ઈસરા ગામેથી મુસ્લિમ શખ્સ રાજકોટ રહેતી પોતાની પ્રેમિકાને મળવા આવ્યો હતો અને તેની સાથે તેના જ ઘરમાં વાતો કરી રહ્યો હતો ત્યારે ઉપરના માળેથી પ્રેમિકાના પિતા આવી જતા બંનેને સાથે જોઈ કાળજાળ થઈ ગયા હતા અને હીચકારો હુમલો કર્યો હતો.
પ્રેમીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહીં તેને મૃત જાહેર કરાયો હતો. હત્યાની ઘટના જાહેર થતાં પ્ર. નગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને આરોપી વૃદ્ધની અટકાયત કરી પૂછપરછ શરૂૂ કરી હતી.હત્યા આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો આડા સંબંધોનો વધુ એક વખત લોહિયાળં જ્યાં આવ્યો છે ઉપલેટાના ઇસરા ગામના રહેવાસી એવા પરણેલા મુસ્લિમ શખ્સને રાજકોટના રેલનગરમાં રહેતી પરણેલી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો આડો સંબંધ તેને હત્યા સુધી દોરી ગયો છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળીને વિગતો અનુસાર ઉપલેટા રહેતો આશિક ઈકબાલભાઇ સોરા નામનો 32 વર્ષે યુવાન આજે બપોર બાદ રાજકોટના રેલ નગર વિસ્તારની લોર્ડ ક્રિષ્ના સોસાયટીમાં દર્શીલ વિલા ખાતે કિરણ નામની પરિણીતાને મળવા આવ્યો હતો. કિરણ હાલ તેના પિતા જ્યાં રહે છે ત્યાં જ રહે છે અને પોતે પરિણીત છે. વધુ માહિતી મુજબ કિરણ અને આસિફ બને ગ્રાઉન્ડ ફ્લોરમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા ત્યારે ઉપરના મેળે થી કિરણ ના પિતા રાજેન્દ્રભાઈ પોપટભાઈ રાઠોડ કે જેની ઉંમર 65 વર્ષ છે તેઓ નીચે આવ્યા હતા ત્યારે બંનેને સાથે જોઈ તેને આશિકને તું અહીં શું કામ આવ્યો છે તેમ કહી ઝઘડો કર્યો હતો આ ઝઘડો ઉગ્ર બની જતા રાજેન્દ્રભાઈએ છરી કાઢી ના પગમાં એક ઘર શીખી દીધો હતો સાથળમાં ધોળી નસ કપાઈ જતા તે લોહી લુહાણ થઈ ગયો હતો બનાવને પગલે દેકારો મચી ગયો હતો. કિરણે જ આસીફને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહીં સારવાર દરમિયાન આસીફને તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પીઆઇ વસાવા, પીએસઆઇ બોરીસાગર અને ડી સરાફની ટીમ ઘટના સ્થળે તથા હોસ્પિટલને દોડી ગઈ હતી. આરોપીને પણ પોલીસે સકંજામાં લઇ પૂછતાછ કરી હતી.હત્યાનો ભોગ બનનાર પરણેલો છે અને તેને બે પુત્ર છે.
જ્યારે કિરણને પણ સંતાન છે. હત્યાનો ભોગ બનનાર આસિફ ચાર ભાઈ બહેનમાં નાનો હતો. તે અને કિરણ ઉપલેટા ગોલ્ડ લોન કંપનીમાં સાથે નોકરી કરતાં હોઇ બને વચ્ચે ઓળખાણ થઈ હતી. આજે તે રાજકોટ કિરણના ઘરે હતો ત્યારે તેણીના પિતાએ ઝગડો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.