સંસદીય પેનલની મળી પ્રથમ બેઠક : પેનલમાં લોકસભામાંથી 27 અને રાજ્યસભામાંથી 12 સભ્યો
નવીદિલ્હી, તા. 8
એકસાથે ચૂંટણી યોજવા સંબંધિત બે બિલની તપાસ કરવા માટે રચવામાં આવેલી સંસદીય પેનલની પ્રથમ બેઠક બુધવારે યોજાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે કાયદા અને ન્યાય મંત્રાલયના અધિકારીઓ પેનલના સભ્યોને સૂચિત કાયદાની જોગવાઈઓ વિશે માહિતી આપી રહ્યા છે. ભાજપના સાંસદ પીપી ચૌધરીની આગેવાની હેઠળની 39 સભ્યોની સંસદીય સંયુક્ત સમિતિમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રા, જેડી(યુ)ના સંજય ઝા, શિવસેનાના શ્રીકાંત શિંદે, આપના સંજય સિંહ અને તૃણમૂલ કોંગ્રેસના સભ્યોનો સમાવેશ થાય છે બેનરજીનો સમાવેશ થાય છે. તાજેતરના શિયાળુ સત્ર દરમિયાન બંધારણ (129મો સુધારો) ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા અને સમિતિને મોકલવામાં આવ્યા હતા. સરકારે સમિતિની સંખ્યા 31 થી વધારીને 39 કરવાનો નિર્ણય કર્યો કારણ કે વધુ રાજકીય પક્ષોએ એકસાથે ચૂંટણીઓ યોજવા અંગેના બે ડ્રાફ્ટ કાયદાઓની ચકાસણી કરવાની કવાયતનો ભાગ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રૂૂપાલા અને મનીષ તિવારી અને અનિલ બલુની, બાંસુરી સ્વરાજ અને સંબિત પાત્રા સહિત અન્ય ઘણા સાંસદો પણ સમિતિના સભ્યો છે. આ પેનલમાં લોકસભામાંથી 27 અને રાજ્યસભામાંથી 12 સભ્યો છે.આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી દ્વારા એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. પહેલીવાર સાંસદ બનેલા અને આ સમિતિનો ભાગ બનેલા પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે જો દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે થાય છે તો સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે આનાથી પૈસાની બચત કેવી રીતે થશે. વધુમાં, તેમણે એ પણ પૂછ્યું કે શું આવી ચૂંટણીઓ માટે પૂરતી સંખ્યામાં ઊટખ ઉપલબ્ધ હશે? બિલનું સમર્થન કરનારા સાંસદોએ દલીલ કરી હતી કે દેશમાં 1967 સુધી એકસાથે ચૂંટણી થઈ શકતી હતી, તો હવે તેના પર વાંધો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જો 1967 સુધી તેને રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવતું ન હતું તો હવે તેને રાજ્યોના અધિકારોમાં દખલ કરતો કાયદો કેમ કહેવામાં આવી રહ્યો છે. આ સિવાય કેટલાક સાંસદોએ 1957નું ઉદાહરણ ટાંક્યું હતું, જ્યારે 6-7 રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ સમય પહેલા વિસર્જન કરવામાં આવ્યો હતો અને એક સાથે ચૂંટણીઓ યોજવામાં આવી હતી. આ સમય દરમિયાન, બંધારણ સભાના અધ્યક્ષ, જે તે સમયે દેશના રાષ્ટ્રપતિ હતા, આ પ્રક્રિયાની દેખરેખ રાખતા હતા.