કહેવાતા પત્રકાર – સાગ્રીતે પતાવટના નામે પાંચ લાખ પડાવ્યા!

રેલનગરના યુવાને આઠેક લાખ ઉછીના પેટે આપ્યા હોઇ તે ફસાઇ ગયા હતાં ઉઘરાણી કરે તો ધમકી મળતી હતી: આથી નાણા કઢાવવા કામ સોંપ્યુ અને ફરી નાણા ગુમાવ્યા

પહેલા પચાસ હજાર લીધા, બાકીના સાડાચાર લાખ ન આપે તો યુવાનનું અપહરણ, મર્ડર કરાવી નાખવાની ધમકી દીધી: ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી એકને પકડી લીધો: ન્યુઝ પોર્ટલના સંચાલક તરીકે ઓળખ આપનારની શોધખોળ

રાજકોટ: શહેરમાં જ નહિ રાજ્યભરમાં પત્રકાર અને કહેવાતી ચેનલના નામે અનેક લેભાગુઓ હાલી નીકળ્યા છે. આવા કહેવાતા પત્રકારો, કેમેરામેનો ઘણીવાર લોકોને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવતાં હોય છે. દરમિયાન આવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં રેલનગરમાં રહેતાં અને બેંકીંગ લોનને લગતું કામ કરતાં યુવાનને તેણે ઉછીના આપેલા પૈસા ફસાઇ ગયા હોઇ અને તે ઉઘરાણી કરે તો ધમકી અપાતી હોઇ આ મેટરમાંથી બહાર કાઢવાના નામે કહેવાતા ન્યુઝ પોર્ટલના સંચાલક શખ્સ અને તેના સાગ્રીતે પાંચ લાખમાં કામ થઇ જશે કહી પહેલા પચાસ હજાર મેળવી લઇ બાકીના સાડા ચાર લાખ નહિ આપે તો અપહરણ કે મર્ડર કરાવી નાખશું તેમ કહી ધમકી આપી અપમાનીત કરતાં એફઆઇઆર દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી એક શખ્સની ધરપકડ કરી લીધી છે.
ઠેકઠેકાણે અનેક એવા શખ્સો છે જે પત્રકાર કે કેમેરામેન બનીને નીકળી પડી પોતાના ર્સ્વાથને સાધવા ગુનાખોરી પણ આચરી લેતાં હોય છે. રાજકોટ શહેરના રેલનગરમાં રહેતાં અને બેંકીંગ લોનનું કામ કરતાં યુવાને બે શખ્સને હાથ ઉછીની રકમ આપી હોઇ તે રકમ આ બંને પાછી ન આપતાં હોઇ અને ઉઘરાણી કરતાં ધમકી આપતાં હોઇ યુવાને પોતાના પરિચીત પરસાણાનગરના શખ્સને જાણ કરતાં તેણે પોતાને ન્યુઝ પોર્ટલ ચલાવતો શખ્સ ઓળખે છે તેના મારફત તમારા પૈસા કઢાવી આપીશ કહેતાં ન્યુઝ પોર્ટલના કહેવાતા પત્રકારે રૂપિયા પાંચ લાખ આ કામની પતાવટના થશે તેમ કહી પહેલા પચાસ હજાર મેળવી લઇ બાદમાં મર્ડર કરાવવાની કે અપહરણ કરાવવાની ધમકી દઇ વધુ સાડાચાર લાખ પડાવી લીધા હોઇ આ રકમ પાછી માંગતા પૈસા પાછા નથી આપવા કહી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં ગાંધીગ્રામ પોલીસે એફઆઇઆરને આધારે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમજ બીજો આરોપી કે જે પોતાને પત્રકાર તરીકે ઓળખાવે છે તેની તપાસ હાથ ધરી છે.
વિશેષ વિગતો પર નજર કરીએ તો આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રેલનગર-6 પેટ્રોલ પંપ સામેની શેરીમાં અવધ પાર્ક-5માં રહેતાં ઓગણત્રીસ વર્ષના મયુરભાઇ રાજેશભાઇ ગોહેલની ફરિયાદ પરથી ગાંધીગ્રામ ગોૈતમનગર-3ના હિરેન ભીખુભાઇ મકવાણા, જામનગર રોડ પરસાણાનગર જ્યોતિ પાર્કના નિલેષ ઉર્ફ ગોપાળ અશોકભાઇ ચોૈહાણ વિરૂધ્ધ ધમકી, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ભોગ બનેલા મયુરભાઇ ગોહેલે ફરિયાદમાં જણાવાયુ છે કે તેણે મયુર તથા નૈમિષ અને અંકિતને વર્ષ 2024ના ઓગષ્ટ મહિનામાં રૂા. 7,92,500 હાથ ઉછીના આપ્યા હતાં. તે રકમ પાછી ન આવતાં આ અંગે કોર્ટમાં દાવો દાખલ કર્યો હોઇ જેના કારણે આ બંનેના માણસો મયુરને ધમકી આપતાં હોઇ અને હેરાન કરતાં હોઇ મયુરભાઇએ આ બાબતે પરીચીત એવા પરસાણાનગરના નિલેષ ઉર્ફ ગોપાળ અશોકભાઇ ચોૈહાણને વાત કરતાં નિલેષે પોતાનો પરિચીત હિરેન મકવાણા-કોળી જે ગોૈતમનગર-3 ગાંધીગ્રામમાં રહે છે અને ન્યુઝ પોર્ટલ ચલાવે છે તેના મારફત પતી શકે તેમ કહી હિરેનની મુલાકાત કરાવી હતી. જે તે વખતે હિરેન અને નિલેષ ઉર્ફ ગોપાળે મળી મયુરભાઇને કહેલુ કે તમારે જો આ મેટરમાંથી બહાર નીકળવું હોય તો તેની પતાવટના પાંચ લાખ રૂપિયા થશે.
આથી ફરિયાદી મયુરભાઇએ આ રકમ આપવાની હા પાડી તા. 1/9/24ના રોજ હિરેન અને નિલેષને રૂા. 50 હજાર આપ્યા હતાં. ત્યારબાદ તેની પાસે વધુ પૈસાની વ્યવસ્થા ન થઇ હોઇ બાકીના રૂા. 4,50,000 આપ્યા નહોતાં. બીજી તરફ હિરેન અને નિલેષે જો તું બાકીના રૂપિયા નહિ દે તો તારું અપહરણ કે મર્ડર કરાવી નાખશું તેવી ધમકી આપી વધુ રૂપિયા 4,50,000 પડાવી લીધા હતાં. આ રકમ મયુરભાઇએ પોતાનું કામ પત્યું ન હોવાથી પાછી માંગતા હિરેને હું પૈસા પાછા આપવાનો નથી, તમારાથી કંઇ ન થાય તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે આ મામલે મયુર ગોહેલે ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. મેઘાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટરં એ. એસ. મકરાણીએ એફઆઇઆર દાખલ કરી હતી. એસીપી સી. એમ. પટેલની રાહબરીમાં એક આરોપી નિલેષ ઉર્ફ ગોપાળ આશોકભાઇ ચોૈહાણની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજા આરોપી હિરેનની શોધખોળ યથાવત રાખવામાં આવી છે. આ બનાવે ભારે ચર્ચા જગાવી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:59 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech