ટ્રાફિક સમસ્યાની સાથોસાથ પાર્કિંગ અને સુરક્ષાનો મુદ્દો મનપા ક્યાંકને ક્યાંક ચૂકી હોવાનું તજજ્ઞોનું માનવું
રાજકોટ, તા. 6
રાજકોટ મહાનગરપાલિકા ની વાત કરવામાં આવે તો અનેકવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવતા હોય છે જેથી શહેર ઉતરોતર પ્રગતિ કરે. પરંતુ ઘણા ખરા કિસ્સામાં મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલો નિર્ણય સામાન્ય માનવી અને શહેર માટે માથાનો દુખાવો બની જતો હોય છે એટલું જ નહીં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે મહાનગરપાલિકાના કે જેમાં કોઈ પણ વિચાર કર્યા વગર કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય અને યોગ્ય રીતે તેની અમલવારી ન થતા સામાન્ય વ્યક્તિને હેરાન થવું પડતું હોય છે. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા હાલ તમામ સંભવત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેની સામે જે રિસર્ચ કાર્ય થવું જોઈએ તે થઈ શકતું નથી તેવા એક નહીં અનેક ઉદાહરણો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પરિમલ સ્કૂલ કાલાવડ રોડ ઉપર જે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે તેની નીચે અનેક રમત ગમતો માટેની વ્યવસ્થા ઉભી કરવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા લીધો છે જે અંગેની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગમાં મૂકવામાં આવી છે પરંતુ સ્થાનિક લોકો અને જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પાયા વિહોણો છે કારણ કે જે બ્રિજ નીચે આ તમામ રમત ગમતો નો આયોજન કરવામાં આવ્યું છે તેનાથી લોકોને ઘણી ખરી મુશ્કેલી અને હાલાકી ભોગવી પડશે.
પીકલ બોલથી માંડીને બોક્સ ક્રિકેટ સુધીની વ્યવસ્થા ઊભી કરવા માટેનો તખતો મહાનગરપાલિકાએ તૈયાર કરી લીધો છે પરંતુ એ જે જગ્યા નક્કી કરવામાં આવી છે તે મેઇન રોડ પરની છે અને આ જગ્યા પર સતત ટ્રાફિક રહેતો હોય છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ મહાનગરપાલિકાએ શું પગલાં લીધા છે તે અંગે હજુ સુધી કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી એટલું જ નહીં જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર સર્વિસ રોડ પણ ચાલુ રહેતો હોય છે ત્યારે આ રમત ગમત બ્રિજ નીચે શરૂૂ થતા સૌથી મોટો પ્રશ્ન ઉભો એ થશે કે વાહનો પાર્ક ક્યાં કરવા એટલું જ નહીં રોડ ક્રોસિંગ કરવા માટે પણ અનેક પ્રશ્નો ઉભા થશે. બીજી સૌથી મોટી વાત એ છે કે મહાનગરપાલિકાએ પે એન્ડ પાર્ક હટાવવાનો જો નિર્ણય લીધેલો હોય તો ત્યાં રહેતા વાહનો કયા પાર્ક કરવા બીજી તરફ જે જગ્યા પર યુવાનો રમવા આવે તો તે હોય તેમના વાહન કયા પાર્ક કરવા એ પણ હાલ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. વાત અહીં જ પૂરી થતી નથી આ પહેલાં પણ શહેરના ત્રણ જગ્યાએ બોક્સ ક્રિકેટને લઈને ભારે વિરોધ ઉઠ્યો હતો ત્યારે બ્રિજ નીચે જે બોક્સ ક્રિકેટ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં આજુબાજુની સોસાયટીના લોકોને ઘણા ખરા પ્રશ્નો ઊભા થશે કારણ કે બોક્સ ક્રિકેટ એવી રમત છે કે જે મોડી રાત સુધી ચાલતી હોય ત્યારે જો આ પ્રવૃત્તિ મોડે સુધી ચાલે તો ન્યુસન્સ પણ એટલું જ થશે. જેથી આ અંગે મહાનગરપાલિકાએ કોઈ નક્કર નિર્ણય લેવો ખૂબ જરૂૂરી અને આવશ્યક બન્યો છે.
મનપાનું અણધડ આયોજન આર્થિક નુકસાની પહોંચાડે છે
મહાનગરપાલિકાએ સર્વપ્રથમ જે બ્રિજ ની નીચે રમત ગમતો માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તે જગ્યા પર ટાઇલ્સ એટલે કે બ્લોક મૂક્યા હતા અને ત્યારબાદ આ રમતો રમાડવાનો નિર્ણય લેતા તે લાગેલા બ્લોકને ફરી તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે તજજ્ઞોનું માનવું છે કે આટલી મોટી નુકસાની કોના ભોગે. કેમ મહાનગરપાલિકા પાસે આ અંગે નકર આયોજન નથી કેમ મહાનગરપાલિકા આ માટે કોઈ રિસર્ચ કાર્ય કરતું નથી. તો યોગ્ય રીતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોત તો આજે આ નુકસાની વેઠવી ન પડે