107 કરોડના ડ્રગ્સ સાથે 6ની ધરપકડ
ફેક્ટરીમાંથી 107 કિલોનું અલ્પ્રાઝોલમ ડ્રગ્સ કરાયું જપ્ત : દરિયાઈ માર્ગે આવતું ડ્રગ્સ હવે ગુજરાતમાં બનવા લાગ્યું !
ગાંધીનગર, તા.24
ગુજરાત એન્ટી-ટેરર સ્ક્વોડ ટીમે ખંભાતમાં સપાટો બોલાવ્યો છે. ગુજરાત એટીએસએ ગુરુવારે અલ્પ્રાઝોલમનું ઉત્પાદન કરતી એક ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન રૂૂ. 107 કરોડના પ્રતિબંધિત ડ્રગ સાથે 6 લોકોની ધરપકડ કરી હતી.
ગુજરાત એન્ટી-ટેરર સ્ક્વોડ ટીમ દ્વારા આણંદ જિલ્લાના ખંભાત વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન એક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) સુનીલ જોશીએ જણાવ્યું કે, દરોડા દરમિયાન કરોડો રૂૂપિયાનું પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
મદદનીશ પોલીસ કમિશનર (એટીએસ ) હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું કે, આરોપીઓએ ખંભાત શહેર નજીક એક કારખાનું ભાડે રાખ્યું હતું અને ઊંઘની ગોળીઓમાં વપરાતો પદાર્થ અલ્પ્રાઝોલમ બનાવતા હતા. અલ્પ્રાઝોલમ ડ્રગ તરીકે તેના દુરુપયોગને કારણે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટના દાયરામાં આવે છે.
ACP હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું કે, એક સૂચનાના આધારે ગુરુવારે સાંજે ફેક્ટરી પર દરોડો પાડ્યો અને 107 કરોડ રૂૂપિયાની કિંમતના 107 કિલો અલ્પ્રાઝોલમ સાથે છ લોકોની ધરપકડ કરી. સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (સીબીએન) અલ્પ્રાઝોલમના ઉત્પાદન માટે લાઇસન્સ આપે છે. આ દવા પણ NDPS એક્ટના દાયરામાં આવે છે. દરોડા સમયે આરોપીઓ પાસે કોઈ લાયસન્સ ન હતું.
પાંચ આરોપીઓ યુનિટનું સંચાલન કરતા હતા, જ્યારે છઠ્ઠો વ્યક્તિ રીસીવર હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પાંચેય આરોપીઓએ સાયકોટ્રોપિક પદાર્થ બનાવવાનું કારખાનું ભાડે રાખ્યું હતું. આરોપીઓ અલ્પ્રાઝોલમ બનાવતા હતા, જેનો ઉપયોગ ઊંઘની ગોળીઓમાં થાય છે. આ અંગે તપાસ ચાલુ છે.
ડીઆઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે, ખંભાતના સોખડાની કેમિકલ કંપનીમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે. ATS ટીમે 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું, જેમાં ગ્રીન લાઈફ ફેકટરીમાં બનાવવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ફેકટરીમાંથી 107 કરોડનું ડ્રગ્સ મળ્યું હોવાનો અંદાજ છે. આણંદની SOG પોલીસ અંધારામાં રહી અને એટીએસએ દરોડા પાડીને સપાટો બોલાવ્યો હતો.
ઊંઘની દવા બનાવવા માટે આ ડ્રગનો ઉપયોગ થતો, 6 લોકોની પૂછપરછ શરુ કરાઈ છે. આરોપીઓને અમદાવાદ લવાયા છે. ડ્રગ્સ દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવાનું હતું તેવી વિગતો મળી રહી છે. 2024માં 7000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હોવાની વિગતો બહાર આવી છે. ગુજરાત એટીએસનો સપાટો બોલાવી 2025નું પ્રથમ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ફેકટરી ઉપર સીધો દરોડો પાડવામાં આવતા ડ્રગ્સ બનતું હોવાની ચૌકાવનારી વિગતો સાંપડી હતી. એટીએસ ની ટીમે ગુરુવારે સવારે દરોડા પાડ્યા હતા. સ્ક્વોર્ડના 60થી વધુ અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂૂપિયા 100 કરોડથી વધુનો નશાયુક્ત પાઉડર કબજે કર્યો હતો. એટીએસની ટીમે ફેક્ટરીના સંચાલક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છ