ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

2002માં રાજ્યમાં માત્ર ત્રણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ હતા આજે 22 જિલ્લામાં 24 સ્પોર્ટસ કોમ્પલેક્ષ છે તેમજ નવા 13 કોમ્પલેક્ષનું બાંધકામ પ્રગતિમાં

પ્રયાગમાં મહાકુંભ, રાજકોટમાં ખેલ મહાકુંભ : CM

રમત-ગમત માટેનું બજેટ બે દાયકામા અઢી કરોડથી વધારીને રૂૂ. 352 કરોડ : 2036ના ઓલિમ્પિક્સના ભાગરૂૂપે ગુજરાત પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ

રાજકોટ, તા. 4
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3.ઘનો રાજકોટથી પ્રારંભ કરાવતા સ્પષ્ટ જણાવ્યું કે, રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂૂ પાડવાની રાજ્ય સરકારની નેમ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રમત-ગમત માટે સાધન સુવિધાઓ, તાલિમ, અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ સરળતાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે રમત-ગમત માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. 2002માં જે બજેટ માત્ર અઢી કરોડનું હતું તે આજે વધીને રૂૂ.352 કરોડ થયું છે.
એટલું જ નહિ, 2002માં રાજ્યમાં માત્ર ત્રણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ હતા આજે 22 જિલ્લામાં 24 સ્પોર્ટસ કોમ્પલેક્ષ છે તેમજ નવા 13 કોમ્પલેક્ષનું બાંધકામ પ્રગતિમાં છે. નારણપુરામાં 22 એકરમાં મલ્ટી યુટિલીટી સ્પોર્ટસ સેન્ટર નિર્માણાધિન છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું નિર્માણ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેયુ હતું.
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.ઘનો રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા મંત્રીઓ કુવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા અને રજકોટ શહેરના ધારાસભ્યઓ અને મેયર તથા પદાધિકારીઓની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આગામી અઠવાડીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂૂ થનારા મહાકુંભ પહેલા ગુજરાતમાં શરૂૂ થઈ રહેલા આ ખેલ મહાકુંભ 3.ઘને રમત-ગમતનો મહાકુંભ ગણાવ્યો હતો.તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે તેના પરિણામે 2024નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક ઉપલબદ્ધીઓનું વર્ષ બન્યું . મુખ્યમંત્રીએ કહ્યું કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન હવે વડાપ્રધાનશ્રીએ ઉપાડ્યું છે અને ગુજરાત પણ તેમના દિશાદર્શનમાં આ ઓલિમ્પિકના રન અપના ભાગરૂૂપે 2025, 2026 તથા 2029 એમ ત્રણ વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે.
તેમણે ખેલ મહાકુંભને ઉત્તરોત્તર મળી રહેલા વ્યાપક પ્રતિસાદની વિગતો આપતાં કહ્યું કે, 2010માં પ્રથમ ખેલ મહાકુંભમાં 16 લાખ ખેલાડીઓ હતા તે આ વર્ષે રેકર્ડ બ્રેક 71 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને કુલ 45 કરોડ રૂૂપિયાના ઈનામોથી રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરવાની છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખુણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો-યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતને અનેક નેશનલઈન્ટરનેશનલ ખેલાડીઓ મળ્યા છે. ગુજરાતનો ખેલાડી ખેલના મેદાનમાં ઉતરે ત્યારે ભલ ભલાનો પરસેવો છોડાવી દે તેવો સામર્થ્યવાન આ ખેલ મહાકુંભના પરિપાક રૂૂપે બન્યો છે તેમ તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું.
આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરીયા, જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટનાં મેયર નયનાબહેન પેઢડિયા, સુરતના મેયર દક્ષેશ માવાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી તેમજ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કમલસિંહ ડોડીયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નીનામા, જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી. અનુપમા આનંદ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, અગ્રણી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ખેલ મહાકુંભ 2.0માં વિજેતા શાળાઓને આપ્યું રોકડ પુરસ્કાર
આ તકે ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓનું સન્માન ઉપરાંત પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલા શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓનું સન્માન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

ખેલાડી પાછળ સરકાર રૂૂ. 1.68 લાખનો ખર્ચ કરે છે : હર્ષ સંઘવી
ગુજરાતનો ખેલાડી ખેલના મેદાનમાં ઉતરે ત્યારે ભલ ભલાનો પરસેવો છોડાવી દે તેવો સામર્થ્યવાન આ ખેલ મહાકુંભના પરિપાક રૂૂપે બન્યો છે તેમ તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું. સ્પોર્ટસની તાલીમ અપાઈ રહી છે. હાલમાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ (ડી.એલ.એસ.એસ.) થકી રાજ્યમાં 5500 ખેલાડીઓને તાલીમ અપાઈ રહી છે. એક ખેલાડી પાછળ સરકાર રૂૂ. 1.68 લાખનો ખર્ચ કરે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હાલમાં 629 એથ્લિટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અપાઈ રહી છે અને એક એથ્લિટ પાછળ સરકાર રૂૂ. ત્રણ લાખનો ખર્ચ કરવામાં આવે છે. ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ 55 એથ્લિટસને રૂૂ. 1.88 કરોડના ઈનામ આપવામાં આવ્યા છે. ખેલ મહાકુંભ 3.0ના શુભારંભ પ્રસંગે ઓલિમ્પિક્સ જેવો ભવ્ય રંગારંગ કાર્યક્રમ, લેસર શો યોજાયો હતો અને આતશબાજી થઈ હતી. જેણે ઉપસ્થિત સૌ લોકોમાં અનોખો જુસ્સો જગાવ્યો હતો.

આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરીયા, જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટનાં મેયર નયનાબહેન પેઢડિયા, સુરતના મેયર દક્ષેશ માવાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી તેમજ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કમલસિંહ ડોડીયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નીનામા, જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી. અનુપમા આનંદ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, અગ્રણી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:57 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech