ચૂંટણીઓનું સંચાલન કરતી વૈશ્વિક સંસ્થાઓને ચૂંટણી પ્રક્રિયાઓમાં વિશ્વાસ ખતમ કરતી ગેરમાન્યતાઓ સામે સાવચેત રહેવા કરી તાકીદ
નવીદિલ્હી, તા. 23
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુરુવારે લોકશાહીમાં ચૂંટણીઓનું સંચાલન કરતી સંસ્થાઓને ચૂંટણી પ્રક્રિયાઓમાં વિશ્વાસ ખતમ કરતી ગેરમાન્યતાઓ સામે સાવચેત રહેવા વિનંતી કરી હતી. તેમણે કાર્યક્ષમતા, પારદર્શિતા અને મતદારોનો વિશ્વાસ વધારવામાં ટેક્નોલોજી અને ડિજિટલ નવીનતાઓની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો અને કહ્યું કે તે સાચું છે કે ટેક્નોલોજી નોંધપાત્ર તકો પ્રદાન કરે છે, તે સાયબર સુરક્ષા જોખમો અને ખોટી માહિતી જેવા પડકારો પણ રજૂ કરે છે. CEC કુમાર નવી દિલ્હીમાં ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા આયોજિત લોકશાહી દેશોમાં ચૂંટણી પ્રબંધન સંસ્થાઓ (EMBs)ની બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે EMBને આ ટેકનિકલ પડકારોનો સામનો કરવા માટે વ્યૂહરચનાઓ સુવ્યવસ્થિત કરવા વિનંતી કરી જેથી જોખમોને અસરકારક રીતે ઘટાડી શકાય. સીઈસી કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસને નબળી પાડતી ગેરસમજોથી સાવચેત રહેવાની જરૂૂર છે કારણ કે આવી ગેરસમજો સામાન્ય રીતે ચૂંટણી પ્રક્રિયાના મહત્વપૂર્ણ પાસાઓને લક્ષ્ય બનાવવા માટે ફેલાવવામાં આવે છે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે એઆઈ-સંચાલિત પ્રક્રિયાઓ, ઓનલાઈન અને રિમોટ વોટિંગ, બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને વૈશ્વિક સહયોગમાં વધારો સહિત ચૂંટણીના ભાવિને આકાર આપતા મુખ્ય વલણોની પણ રૂૂપરેખા આપી હતી. તેમણે ચૂંટણીને વધુ પારદર્શક, સમાવિષ્ટ અને સુલભ બનાવવા માટે ટેક્નોલોજીકલ એડવાન્સિસ સાથે તકો શોધવા માટે સહભાગી ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓને વિનંતી કરી. કુમારે વૈશ્વિક સ્તરે ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓની ભૂમિકાને રેખાંકિત કરી, માત્ર ચૂંટણી પ્રક્રિયાઓની સુરક્ષામાં જ નહીં પરંતુ તેમની પહોંચ અને પ્રભાવ વધારવામાં પણ.
કોન્ફરન્સમાં, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, મોરેશિયસ, ઇન્ડોનેશિયા અને કઝાકિસ્તાનમા ચૂંટણીનું સંચાલન કરતી સંસ્થાઓએ 2024માં તેમના ચૂંટણી અનુભવ અંગેની માહિતી શેર કરી હતી અને ’ચૂંટણીની અખંડિતતાને અસર કરતી સોશિયલ મીડિયા પરની ખોટી માહિતી અને ગેરસમજ પર ચિંતા વ્યક્ત કરી હતી.
મોરેશિયસના મુખ્ય ચૂંટણી કમિશનર અબ્દુલ રહેમાને પણ ચૂંટણી દરમિયાન નકલી સમાચાર અને ખોટી માહિતી ફેલાવવાની સમસ્યા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે તે ચૂંટણી સંસ્થાઓમાં મતદારોના વિશ્વાસને નબળી પાડે છે. તેમણે તેમના દેશમાં ચૂંટણી કર્મચારીઓની ભરતી માટે નકલી ઓનલાઈન અરજીઓના ચોક્કસ કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ચૂંટણી દરમિયાન ખોટી માહિતીના જોખમમાં વધારો કરવા માટે ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ચિંતાજનક છે.
ઇન્ડોનેશિયાના ચૂંટણી પંચના કમિશનર ઇધમ હોલિકે વાસ્તવિક સમયમાં ખોટી માહિતીનો સામનો કરવા માટે સમર્પિત ઠવફતિંઆા ચેનલનો ઉપયોગ કરવાનો તેમનો અનુભવ શેર કર્યો. જ્યારે નામીબિયાના ચૂંટણી પંચના પ્રતિનિધિએ ફેક ન્યૂઝના વધતા ચલણ પર ચિંતા વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝનો સામનો કરવા માટે સૂચનો માંગ્યા હતા. ભૂટાન, જ્યોર્જિયા, નામિબિયા, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાન, આયર્લેન્ડ, મોરિશિયસ, ફિલિપાઇન્સ, રશિયન ફેડરેશન, ટ્યુનિશિયા અને નેપાળ સહિત 13 દેશોમાંથી ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (ઊખઇત) ના લગભગ 30 પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે.
કાર્યક્ષમતા, પારદર્શિતા અને મતદારોનો વિશ્વાસ વધારવામાં ટેક્નોલોજી અને ડિજિટલ નવીનતાઓની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો