• દંત કથા બની ગયેલા અને ગુજરાતીના ઘરની બહાર અનિવાર્ય ગણાતા ઓટલાનું બાંધકામ સદીયો થી થઈ રહ્યાનો રોમાંચક ઈતિહાસ
• વડનગર માં ભારતીય પુરાતત્વ વિભાગના ઉત્ખનનમાં મળી આવેલી ૨૫૦૦ વર્ષ જૂની રહેણાંક વસાહતોમાં જોવા મળ્યા ઓટલાના બાંધકામ
• અમદાવાદની પોળ હોય કે કોઈપણ શહેરની ગુજરાતીઓની વસતી હોય ઘરની બહાર બનાવાતો ઓટલો સામાજિક મિલનનું અને પડોસી સાથે ઢળતી સાંજે ગામ ગપાટા મારવાનું અનિવાર્ય પ્રતિક
અમદાવાદ, તા. 14
ગુજરાત અને ગુજરાતીની જીવનશૈલી સાથે અનેક ચીજો ઐતિહાસિક રીતે વણાયેલી છે અને દંતકથા સમાન બની ગઈ છે. જેમકે ગુજરાતી જ્યાં હોય ત્યાં ગરબા અને રોટલો થતા ગાંઠિયા કે જે રીતે જીવાનું અભિન્ન અંગ છે એ રીતે ગુજરાતીનું મકાન હોય અને ઘરની બહાર ઓટલો ન હોય એ કડી સંભવી ન શકે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ઉત્ખનનમાં એવું જાણવા મળ્યું છે કે, ઓટલાનો ઈતિહાસ લગભગ ૨૫૦૦ વર્ષ પુરાનો છે. ગુજરાતી પરિવારોના જીવનમાં ઓટલો એટલે સામજિક મિલનની જગ્યા કહેવાય છે. ઢળતી સાંજે પરિવારજનો અને મિત્રો સાથે ઓટલે બેસીને ગામગપાટા મારવાનું એક અનિવાર્ય સ્થાન એટલે ઓટલો એટલે ગુજરાતનો આ ઓટલો એ લગભગ બે થી અઢી સદી જુનો ઈતિહાસ ધરાવે છે. જે તાજેતર ના અભ્યાસમાં જાણવા મળ્યું છે.
વડનગર ખાતે તાજેતરમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે શોધકામ દરમિયાન ૧૬૦૦ વર્ષ જૂની એક આખી વસાહત નું બાંધકામ શોધી કાઢવામાં આવ્યું હતું જેના પરથી ગુજરાતીઓની ગૃહ નિર્માણ શૈલી નો નિષ્ણાતોને ખ્યાલ આવ્યો હતો. આ વસાહતમાં જેટલા મકાનો બનેલા હતા તેમાં સૌથી ધ્યાન ખેંચતું બાંધકામ જે જોવા મળ્યું એ ઓટલાનું બાંધકામ હતું. પુરાતત્વ વિભાગના નિષ્ણાંત અને સુપ્રી. ડૉ. અભિજિત અમ્બેકરે જણાવ્યું હતું કે, વડનગરમાં શર્મીસ્થા સરોવરના કાંઠે ઉત્ખનનમાં એક આખી પ્રાચીન વસાહત મળી આવી હતી. જેનો સમયગાળો અંદાજે 2500 વર્ષ જુનો ગણવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, એ વસાહતમાં બાંધકામ ખુબ જ પદ્ધતિસરનું જણાયું હતું . શેરીઓ હતી , ગટરો હતી અને ધ્યાનાકર્ષક બાંધકામ હતું કે દરેકના ઘરની બહાર ઓટલો જોવા મળ્યો હતો. આજે પણ અમદાવાદ હોય કે, વડોદરા હોય કે સૌરાષ્ટ્રના પ્રાચીન શહેરો હોય.એટલા જુના બાંધકામો છે એટલા બધામાં ઓટલો જોવા મળ્યો છે.
તેમણે કહ્યું હતું કે, ઉત્ખનન દરમિયાન મળેલી વસાહતોનું બાંધકામ ત્રીજી સદીથી 10 મી 11 મી સદીનું માનવામાં આવે છે તેમાં દરેક મકાનો ઈંટ થી બનેલા છે. દરેકમાં બે થી ત્રણ રૂમ જોવા મળ્યા છે. હારબંધ બનેલા મકાનોની બહાર ઓટલા જેવા બાંધકામો પણ જોવા મળ્યા છે. જે દર્શાવે છે કે એ જમાનામાં પાડોશી પાડોશી સાથે સહુ સદ્ભાવનાથી રહેતા હતા. અને આ ઓટલા પાડોશી સાથે બેસીને વાતોના ધડાકા મારવા માટેનું અનિવાર્ય સ્થાન બન્યા હતા. લોકો નવરાશના સમયમાં બહાર બેસતા અને એકબીજાને ખબરઅંતર પૂછતાં. ઘરની બહાર આવા ઊંચા પ્લેટફોર્મ જેવા બાંધકામથી પુરના પાણીથી પણ બચી શકાતું હતું એવું નિષ્ણાંતો માને છે.
જાણીતા નિષ્ણાંત નિરવ પંચાલે જણાવ્યું હતું કે , અમદાવાદ જેવા શહેરોમાં સ્થાપત્યનું અનિવાર્ય અંગ ઓટલો ગણાતો હતો. જે આજે પણ અમદાવાદની પોળ માં ચક્કર મારો તો જોવા મળે છે. એ સમયના મકાનોમાં ઓટલો , ઉમરો , બારશાખ અને ગોખલો એ અનિવાર્ય બાંધકામ ગણાતા હતા. જેનાથી સામજિક સમરસતા અને આડોશી પાડોશી સાથે રોજીંદી વાતચીત કરવા માટે આ શ્રેષ્ઠ સ્થાન મનાતું હતું પણ આજના જમાનામાં બનતા મકાનો અને સોસાયટીઓમાં ઓટલો નામશેષ થઈ ગયો છે. અને સાથે સાથે ગુજરાતીઓની સદીઓથી ચાલી આવતી સામજિક સંવાદિતા ની પરમ્પરા પણ લુપ્ત થઈ રહી છે.