ઢીલીનીતિ પર પડદો પાડવા આરોગ્ય વિભાગના હવાતિયા
સીતારામ વિજય પટેલ ડેરી તથા વોલ્ગા ઘી ડેપોમાંથી મળી આવ્યું અખાદ્ય “ઘી”
રાજકોટ, તા. 10
શહેરમાં જે રીતે નકલી પનીર પકડાયું તે બાદ આરોગ્ય વિભાગ પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે મહત્વનું એ છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ જે રીતે દરોડા પાડી અને પનીર એનાલોગ ને પકડી પાડ્યું તેનાથી આરોગ્ય વિભાગ ઉપર અનેક પ્રશ્નો ઊભા થયા છે ત્યારે માત્ર નમુના લેવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. નબળી કામગીરી ઉપર પડદો પાડવા માટે ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાંથી તેઓને નબળી ગુણવત્તા વાળું ઘી મળી આવ્યું હતું જે અંગે તપાસ હાથ ધરતા પૃથકરણ રિપોર્ટમાં ઘીમાં ફોરેન ફેટ અને તીલ ઓઇલ ની હાજરી મળી હતી જેને અનસેફ ફૂડ તથા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું હતું.
મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સીતારામ વિજય પટેલ ડેરી આઈસ્ક્રીમ અને ડેરી ફાર્મ કે જે વાણીયાવાડી ખાતે આવેલું છે ત્યાં બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને ખાદ્ય ચીજ વસ્તુઓમાં ગાયનું શોધઘી લુઝ નમૂનો તપાસ અર્થે લેવામાં આવ્યો હતો.
બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ વોલગા ઘી ડેપો ઉપર પણ તપાસ હાથ ધરી હતી જેમાં ભેંસનું શુદ્ધ ઘી લુઝ નમૂનો તપાસ અર્થે ચકાસવામાં આવ્યો જેમાં ફોરેન ફેટ અને તીલ ઓઇલની હાજરી મળી હતી.
જેથી લેવામાં આવેલો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો હવે આ બંને ઉપર એજ્યુડીકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્રધ્ધા પાર્ક ડી-માર્ટ થી આહીર ચોક તથા નંદનવન રોડ થી પુનિત મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં 18 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી.
તેમજ ખાધ્યચીજોના કુલ 38 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
શહેરમાં ઘણા વિક્રેતાઓ વગર લાઇસન્સ છે કરે છે વેપલો
રાજકોટમાં અનેકવિધ ફૂડ વિક્રેતાઓ લાયસન્સ વગર પોતાના ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે ત્યારે હાથ ધરવામાં આવેલી આ ડ્રાઈવ મુજબ આરોગ્ય વિભાગે પિન્ટુ કેળા વેફર, જય બજરંગ કોલ્ડ પાણીપુરી, નેચરલ પાણીપૂરી, શ્રધ્ધા મેડિકલ , હરભોલે કોલ્ડ્રિંક્સ, શ્યામ ખીરું, કૈલાશ સોડા શોપ, હિરલ સેલ્સ એજન્સી, શ્યામ ડેરી ફાર્મ, જલિયાણ ટેડર્સ , પાબૂરાજ સ્ટોર્સ, ખોડલ ડેરી, શ્રીકૃષ્ણ નમકીન, ક્રિષ્ના મારવાડી પાણીપુરી, જય ઘૂઘરા, ક્રિષ્ના કેન્ડી, લાલાની કચ્છી દાબેલી, દેવનારાયણ ફરાળી સેન્ટરને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના અને આદેશ કરવામાં આવ્યો હતો.
કુલ ત્રણ નમૂના તપાસ અર્થે મોકલાયા વડોદરા
(1) સાની (કચરિયું-લુઝ): સ્થળ- રાજેશ સ્વીટ માર્ટ, મંગલા કોમ્પલેક્ષ, શોપ નં.2, શક્તિ કોલોની, કીશાનપરા ચોક. રાજકોટ.
(2) કાળા તલના લાડુ (લુઝ): સ્થળ- રાજેશ સ્વીટ માર્ટ, મંગલા કોમ્પલેક્ષ, શોપ નં.2, શક્તિ કોલોની, કીશાનપરા ચોક, રાજકોટ.
(3) NON BRAND PANEER (DAIRY CONTEXTANALOGUE) (FROM 3 KG. PKD): સ્થળ- ગુજરાત ફૂડ્સ, હિમ્મતનગર મેઇન રોડ, શાસ્ત્રીનગર-6 કોર્નર, શીતલ પાર્ક ચોક, 150 રિંગ રોડ, રાજકોટ.