2773 જગ્યા પર હાથ ધરવામાં આવ્યું ફૂડ ચેકિંગ : આવનારા સમયમાં વિક્ર્તાઓ અખાદ્ય જથ્થાનું વેચાણ ન કરે તે માટે ઊભી કરાશે નક્કર વ્યવસ્થા
રાજકોટ, તા. 22
રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર બંને લોકોના સ્વાસ્થ્યને લઈ હરહંમેશ ચિંતાતુર રહેતા હોય છે અને સ્થાનિક પ્રશાસનને પણ એ વાતની સ્પષ્ટતા અને સૂચના આપવામાં આવે છે કે લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે તમામ જરૂૂરી પગલાં લેવામાં આવે ત્યારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ આ બાબતે હર હંમેશ તત્પર રહે છે અને સમયાંતરે વિવિધ જગ્યાઓ પર દરોડા પાડી લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા તો નથી થતા ને તે બાબતની જાણકારી મેળવે છે. મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં આશરે 2773 જગ્યા ઉપર ફૂડ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને આ દરમિયાન કુલ 40 પેઢીમાંથી અંદાજે 4,641 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો કે જે માનવ આહાર માટે અયોગ્ય હોય અને નુકસાનકારક હોય તેને નાશ કરવામાં આવ્યો હતો. સામે 40 જેટલા આસામીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓને નોટિસો પણ ફટકારવામાં આવી હતી તેટલું જ નહીં ઝડપાયેલા અખાત્ય જથ્થો ફરી વેચાણ ન થાય અને તેનું ઉત્પાદન શક્ય ન બને તે માટે એસવીએમ વિભાગના વાહન દ્વારા તેનો નાશ કરવામાં પણ આવ્યો.
હાલ આટલી ગંભીરતા દાખવવામાં આવતી હોવા છતાં પણ રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સંબંધિત કિસ્સાઓમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એટલું જ નહીં ઘણા ખરા કિસ્સામાં આજે પણ જે મહાનગરપાલિકાની ટીમ દ્વારા પગલાં લેવામાં આવતા હોય તો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતો હોય છે પરંતુ અહીં લેબોરેટરીની વ્યવસ્થા ન હોવાના કારણે જે સેમ્પલ લેવામાં આવતા હોય તેને તપાસ અર્થે વડોદરા મોકલવા પડે છે અને આ રિપોર્ટ માટે આશરે ત્રણ માસ જેટલો મતદાર સમય લાગતો હોવાની જાણ કારી હોવાથી જે તે વેપારીઓને મોકલું મેદાન મળી જતું હોય છે કારણ કે જ્યાં સુધી લેબોરેટરી નો રિપોર્ટ ન આવે ત્યાં સુધી એક પણ પ્રકારની કાર્યવાહી અથવા તો કામગીરી જે તે વેપારી પર થઈ શકે નહીં અને આ મુદ્દાનો લાભ લઈ વેપારીઓ ફરી જે સ્થિતિમાં જોવા મળતા હોય તે જ રીતે પોતાનો ખોરાક બનાવે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં નજરે પડે છે.
તજજ્ઞોના જણાવ્યા અનુસાર હજુ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જે નક્કર કામગીરી કરવામાં આવી જોઈએ અને જે કડકાઈ દેખાડવી પડે તેમ હોય તેમાં અધિકારીઓ તથા કર્મચારીઓ ઘણા ખરા અંશે નબળા પુરવાર થઈ રહ્યા છે.
આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ આવનારા દિવસોમાં કોઈ નક્કર કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા વિવિધ પેઢીઓ પાસેથી છેલ્લા છ મહિનામાં ઘણા ખરા નમુના પણ લેવામાં આવ્યા છે જેની સંખ્યા અંગે જો વાત કરવામાં આવે તો તે આંકડો 170 એ પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનામાં કુલ 4,641 કિલો અખાદ્ય જથ્થો પકડવામાં આવ્યો જેની બજાર કિંમત14,85,000 થી વધુની જાણવા મળી છે ત્યારે આવનારા દિવસોમાં કોઈ નક્કર પગલા લેવામાં આવે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે પરંતુ હાલ જે કામગીરી કરવામાં આવે છે તેમાં પણ જે ગંભીરતા દાખવવામાં આવી જોઈએ તે હજુ સુધી જોવા મળી નથી અને પરિણામ સ્વરૂૂપે હજુ પણ ઘણા ખરા વિક્રેતાઓ અખાદ્ય જથ્થાનું વેચાણ કરી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય ને હાનિ પણ પહોંચાડે છે.