જયુબેલીથી રાષ્ટ્રીય શાળા સુધીના વિસ્તારમાં હેરિટેજ સર્કિટ બનાવવા રજૂઆત

સાંસદ રામભાઈ મોકરિયાએ નવા એરપોર્ટ હિરાસર ખાતે ઇમિગ્રેશન અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ સહિતની સુવિધાઓ, જનાના હોસ્પિટલમાં પાર્કિંગ અને જાહેર શૌચાલય, નેશનલ હાઇવે પરના બ્રિજ અંગેની કામગીરી, શહેરના મુખ્ય વિસ્તારો અને ખાનગી પ્લોટમાં સ્વચ્છતા જાળવવા બાબતે યોગ્ય નિરાકરણ આવે તે માટે રજૂઆત કરી

ફરિયાદ સંકલનમાં એરપોર્ટ, ઈશ્વરીયા પાર્કમાં બોટિંગ, લોકમેળાનું સ્થાન બદલવા સહિતના પ્રશ્ન કરાઈ રજૂઆત

રાજકોટ, તા. 20
રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં પદાધિકારીઓએ રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરએ અધિકારીઓને તાકીદ કરી હતી. કલેકટરએ હાલમાં ચાલી રહેલા સરકારના ખેલ મહાકુંભ, ટીબી નિર્મૂલન, જળ સંચય અભિયાન, રેશનકાર્ડનું ઈ- કેવાયસી વગેરે કામગીરીની સમીક્ષા કરી હતી. અને ગ્રામ્ય – તાલુકા કક્ષાએ સોશિયલ મીડિયા હેંન્ડલર્સને સક્રિય કરવા સૂચના આપી હતી.
નિવાસી અધિક કલેકટર કે. એ.ગૌતમે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું. જેના અનુસંધાને કલેકટરએ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરીને પ્રશ્નોનું નિરાકરણ થાય તે અંગે સૂચનાઓ આપી હતી. સાંસદ રામભાઈ મોકરિયાએ નવા એરપોર્ટ હિરાસર ખાતે ઇમિગ્રેશન અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ સહિતની સુવિધાઓ, જનાના હોસ્પિટલમાં પાર્કિંગ અને જાહેર શૌચાલય, નેશનલ હાઇવે પરના બ્રિજ અંગેની કામગીરી, શહેરના મુખ્ય વિસ્તારો અને ખાનગી પ્લોટમાં સ્વચ્છતા જાળવવા બાબતે યોગ્ય નિરાકરણ આવે તે માટે રજૂઆત કરી હતી.
ધારાસભ્ય દર્શિતાબેન શાહે રાજકોટ ખાતેના અટલ સરોવર અને ઇશ્વરીયા પાર્ક ખાતે બોટિંગ પ્રક્રિયા, એઇમ્સ ખાતે બસ સ્ટોપની સુવિધા, જર્જરિત ગવર્નમેન્ટ ક્વાર્ટર્સ, નવી પદ્મ કુંવરબા હોસ્પિટલમાં પાર્કિંગ વ્યવસ્થાઓ, વન કવચ મોડલ બનાવવા , જ્યુબીલી બાગથી રાષ્ટ્રીય શાળા સુધીના વિસ્તારમાં હેરિટેજ સર્કિટ બનાવવા, જ્યુબીલી ગાર્ડનને વિકસાવવા અને બાગમાં રહેલા બેન્ડ સ્ટેન્ડને રીનોવેટ કરવા, રેસકોર્ષ ખાતે યોજાતા લોકમેળાનું સ્થળ બદલાવવા સહિતની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સ્માર્ટ મીટર વીજ બિલ માટે પેમેન્ટની કામગીરી અંગેના પ્રશ્નો, માલવિયા ચોકથી ત્રિકોણબાગ સુધીના રસ્તાઓ પહોળા કરવા, ઢેબર રોડથી અટીકા સુધીના રસ્તાઓ પરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા, રાજકોટના કમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીની કામગીરી ઝડપથી પૂર્ણ કરી ખુલ્લા મૂકવા વગેરે અંગે રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકારની વિવિધ યોજનાઓ વિશે વધુને વધુ લોકોને જાણકારી મળે તે માટે કલેકટરએ સોશિયલ મીડિયાના માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા, ખેલમહાકુંભ, પી.એમ.. યોજના અન્વયેની કામગીરી, ઈ- કેવાયસી, ટી.બી.ઝુંબેશની કામગીરી, વોટર હારવેસ્ટિંગ, બોરવેલ રિચાર્જ વગેરે અંગેની માહિતી બાબતે વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, ડીઆરડીએ નિયામક એ .કે. વસ્તાણી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, પ્રાંત અધિકારીઓ તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:34 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech