તાલુકા પંચાયતની છ બેઠકો પર ઉમેદવારોએ કુલ 30 જેટલા ફોર્મ ઉપાડ્યા
રાજકોટ, તા. 29
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા સહિત રાજ્યની 66 નગરપાલિકાઓ માટેની ચૂંટણી તારીખ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાની જસદણ, જેતપુર, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ પાંચ નગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે જે માટે 280 ઉમેદવારોએ પોતાના ફોર્મ ઉપાડ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે બીજી તરફ ઉપલેટા, જસદણ, જેતપુર અને ગોંડલમાં ચાર તાલુકા પંચાયતની છ બેઠકો માટેની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી.
બીજી તરફ તાલુકા પંચાયતની છ બેઠકો પર ઉમેદવારોએ કુલ 30 જેટલા ફોર્મ ઉપાડ્યા છે તેમ જ ધોરાજી નગરપાલિકામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ ઉમેદવારોએ પોતાના ફોર્મ ઉપાડી સબમિટ કરાવ્યા હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે. જિલ્લામાં આ પાંચ નગરપાલિકાની 42 બોર્ડની 168 બેઠકો માટે યોજાનરી આ ચૂંટણીમાં તમામ પક્ષો હાલ જોર લગાવી રહ્યા છે. 16 ફેબ્રુઆરીએ યોજનારી આ ચૂંટણીમાં તંત્ર ત્રીજી ફેબ્રુઆરીના રોજ ફોર્મ ની ચકાસણી કરશે અને ચાર ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચશે. જે બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. મહત્વનું એ છે કે આ માટે તંત્ર તળાવમાં તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં અંગે સ્થાનિક પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભ કરવામાં આવે અને કોઈ પણ પ્રકારની ગેર વ્યવસ્થા ઉભી ન થાય તે માટે તમામ જરૂૂરી પ્રયત્નો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસ્થાને ગઈકાલે પ્રદેશ પ્રમુખ પાટીલ ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પાર્લામેન્ટ બોર્ડના અપેક્ષિત પક્ષના સંગઠન સાથે જોડાયેલા ચેહરાઓ પણ જોડાયા હતા ત્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અત્યારના ઘણી વિકટ અને જટિલ બની છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર નવા સંગઠનમાં જિલ્લા અને મહાનગરોના પ્રમુખો નિશ્ચિત થશે પણ મોટાભાગે નગરપાલિકાઓમાં જે ચૂંટણી યોજાઈ રહી છે અને જિલ્લા સંગઠન હેઠળ તે ભવિષ્યમાં આવશે તેથી સંગઠન નવરચના પૂર્વે જ ઉમેદવારોની પસંદગી વધુ કપરી બની છે. જે અંગે આજે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પક્ષ દ્વારા જો કોઈ અગાઉ મહાનગરપાલિકામાં જે રીતે કોર્પોરેટરની ઉમેદવારી માટે માપદંડ નિશ્ચિત થયા હતા તેવા જ માપદંડ જુનાગઢ મહાનગરપાલિકામાં લાગુ થાય કે કેમ તે અંગે એક નહીં અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે મહત્વની વાત એ છે કે ગઈકાલે મળેલી બેઠકમાં ઘણા ખરા ઉમેદવારો ના નામ પસંદ કરી લેવામાં આવ્યા છે અને આજથી નામોની જાહેરાત પણ શરૂૂ કરવામાં આવશે તો બીજી તરફ સંગઠન નવ રચનામાં ભાજપને આંતરિક રીતે વિરોધનો સામનો કરવો પડ્યો હતો તે જ રીતે ઉમેદવારોની પસંદગીમાં પણ હવે વિવાદો સર્જાય તો નવાઈ નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રાજ્ય સરકાર અને ભાજપ પક્ષ માટે ખૂબ મહત્વની છે ત્યારે હાલ જે વ્યવસ્થા ઊભી થઈ રહી છે અને જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને ધ્યાને લઈને હાલ તમામ પગલાંઓ લેવામાં આવશે તેવું હાલ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે આ માટે બેઠકોનો દોર પણ શરૂૂ થઈ ગયો છે.