કારોબારી બેઠકમાં લેવાયો નિર્ણય : સભ્યોની ગ્રાન્ટ હવે 30 લાખ કરાઈ નક્કી : વિકાસ કામોની સાથે માળખાગત સુવિધાઓ કરાશે ઉભી
રાજકોટ, તા. 11
ગઈકાલે જિલ્લા પંચાયત રાજકોટ ખાતે કારોબારી બેઠક યોજવામાં આવી હતી જેમાં 1091.64 કરોડનુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું એટલું જ નહીં રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામો માં વિકાસ કામો થાય તે માટે વધુ નાણાની પણ ફાળવણી કરવામાં આવી જેમાં સભ્યોને પોતાના મત ક્ષેત્રમાં વિકાસ કામો માટે જે 22 લાખ રૂૂપિયા આપવામાં આવતા તેમાં વધારો કરી 30 લાખ રૂૂપિયા કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે કારોબારી પ્રમુખ પી. જે ક્યાડાના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી જેમાં વિવિધ વિકાસ કામો ઉપરાંત આગામી વર્ષનું બજેટ મંજુર કરવાની પણ દરખાસ્ત હતી. ત્યારે ગત વર્ષની બજેટ ને સરખામણીમાં બજેટનું કદ 10% વધારવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકાના વિવિધ ગામોમાં વિકાસના કામો જેટ ગતિએ આગળ વધે તે લક્ષ્યાંક સાથે પુરાતલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું જે ગ્રામજનો માટે અત્યંત ઉપયોગી અને મહત્વનો પુરવાર થશે. બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં વિકાસ કામો ને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેથી હવે જિલ્લા પંચાયતના દરેક સભ્યોને વિકાસ કામો માટે 30- 30 લાખ રૂૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ચૂંટણીનું વર્ષ હોવાથી વધુ વિકાસ કામો સૂચવી શકાય તે માટે ખર્ચમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવ્યો છે. ગામડાઓમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને શિક્ષણ સહાય માટે 20 લાખની જોગવાઈ કુપોષણ મુક્ત અભિયાન હેઠળ પોષણયુક્ત આહાર પૂર્વક મળી રહે તે માટે 32 લાખની જોગવાઈ. રાજકોટ જીલ્લામાં વતન ધરાવતા અને રાષ્ટ્રની રક્ષા કાજે શહીદ જવાનના પરિવારનો 2-2 લાખ આપવાની યોજના અંતર્ગત 10 લાખની ફાળવણી થઈ છે.
વર્ગ-3 અને 4 ના કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તો 1 લાખની સહાય યોજના અંતર્ગત 10 લાખની જોગવાઈ છે. તળાવ-બંધારાની નહેર તથા તેનાં દેખરેખ માટે 35 લાખ વરસાદી પાણીનાં સંગ્રહ માટે 25 લાખ, પ્રાથમીક શાળામાં શૈક્ષણીક કાર્યક્રમો માટે સાત લાખ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સ્પર્ધા માટે 22 લાખ, શ્રેષ્ઠ તાલૂકા પંચાયત માટે 1 લાખ તથા અનુસુચિત જાતિના સર્વાંગી વિકાસ માટે 50 લાખ ફાળવાયા છે. બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ, પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, પૂર્વ પ્રમુખ ભુપત બોદર વગેરે હાજર હતા.જિલ્લા પંચાયતનું હાલ નવું બિલ્ડીંગ આકાર લઈ રહ્યું છે ત્યારે હાલની કામગીરીને કોઈ અડચણ ન ઊભી થાય તે માટે જુના કોર્ટ બિલ્ડિંગમાં જિલ્લા પંચાયતનો સ્થળાંતર કરવામાં આવ્યું છે જે 15 થી 17 વર્ષ જૂનું બિલ્ડીંગ છે. રીપેરીંગ પેટે કારોબારીમાં કુલ 22 લાખ રૂૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે મળેલી બેઠકમાં 17.50 કરોડના વિકાસ કામોની બાર દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી.