રા.મ્યુ.કો. પાસે સંપુર્ણ સતા હોવા છતા ગાંધીનગરને દોષ અપાઇ રહ્યો હોવાની વાતથી તજજ્ઞોને આશ્ર્ચર્ય !
મનપા તંત્ર ભેદી રીતે રમે છે ચલક ચલાણાની રમત! કયા કારણોસર કેપ્ટનશીપ થઇ રહી છે નબળી સાબીત?
રાજકોટ, તા . 22
ટીઆરપી અગ્નિકાંડ બાદ સમગ્ર તંત્રની કામગીરી સંપૂર્ણ ખોરંભે ચડી ગઈ છે ત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગ હોય કે પછી ફાયર વિભાગ આ બંને વિભાગની જે કામગીરી અગ્નિકાંડ પહેલા જોવા મળતી હતી તે ઝડપ હવે નથી. આની પાછળ એક નહીં અનેકવિધ કારણો જવાબદાર છે. અગ્નિકાંડ પૂર્વે ટાઉન પ્લાનિંગ અધિકારી હોય કે ફાયર વિભાગના અધિકારી હોય બંને દ્વારા એનકેન પ્રકારે ગેરરીતી આચરવામાં આવતી હતી પરંતુ જે સમયે અગ્નિકાંડ થયો તે બાદ સમગ્ર પરિસ્થિતિમાં ખૂબ મોટો બદલાવ આવી ગયો છે. અગ્નિકાંડ બાદ દરેક ગેરકાયદે બાંધકામો ને નોટીશો પાઠવવામાં આવી એટલું જ નહીં તેમના બાંધકામને કાયદેસર કરવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. આજ દિન સુધી ઘણી ખરી એવી અરજીઓ પેન્ડિંગ છે કે જેનો હજુ સુધી કોઈ પણ ઉકેલ આવ્યો નથી. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને અનેક રજૂઆતો પણ કરવામાં આવી જે પૈકી ઘણી અરજીઓ ને ફાયર એનઓસી મળી ગયું પરંતુ હજુ પણ 51 જેટલી અરજીઓ પેન્ડિંગ પડેલી છે કે જે ફાયર એનઓસી ન મળવાના કારણે તેનું ઇમ્પેક્ટ મંજૂર થતું નથી. આ અંગે જ્યારે મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા માત્ર એક જ જવાબ આપવામાં આવતો કે આ અંગે ગાંધીનગર ખાતેથી નિર્ણય લેવાશે સ્થાનિક સ્તરે મહાનગરપાલિકા કે તેના સંબંધિત વિભાગને કોઈપણ સત્તા નિર્ણય લેવા માટે આપવામાં આવી નથી. જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર આ કિસ્સામાં ફાયર વિભાગના અધિકારીઓ તથા ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ કોઈપણ પ્રકાર ની જવાબદારી લેવા તૈયાર ન હોય તેવું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ જ્યાં સુધી વિભાગના અધિકારીઓ કામગીરી આગળ નહી ધપાવે ત્યાં સુધી મિલકત ધારકોને ઘણી તકલીફો વેઠવી પડશે ઘણા પ્રશ્ર્નો ઉભા થશે. મળતી માહિતી મુજબ રાજકોટમાં ઘણી ખરી એવી મિલકતો છે કે જેમાં જે તે સમયે ઇમ્પેક્ટ કાયદો લાગુ ન હતો તે સમયથી ઘણા ખરા બિલ્ડીંગો ઉભા થઈ ગયા હતા પરંતુ હવે તે જગ્યાએ પણ ફાયર એનઓસી રીન્યુ કરાવવાનું હોય અથવા તો નવું ફાયર લાયસન્સ જોતું હોય તો ઇમ્પેક્ટ ના આધારે તે મળી શકતું નથી બીજો સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે જુના રાજકોટમાં ઘણા ખરા એવા મોટા બિલ્ડિંગો આવેલા છે કે જ્યાં માર્જિનની જગ્યા મૂકવામાં આવી ન હોય ત્યારે આ તમામ જગ્યાને શું તોડી પાડવો એકમાત્ર વિકલ્પ છે? આ તમામ વાતને ધ્યાને લઈ હાલ એ હદે કોકડું ગૂંચવાયું છે કે ઘણી ખરી અરજીઓને હજુ પણ ન્યાય મળ્યો નથી. ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની અરજીઓ નો ત્વરિત નિકાલ કરવામાં આવે તે માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી ખૂબ જરૂરી છે. હાલ તજજ્ઞોના જણાવ્યા અનુસાર રાજકોટ માં અનેક એવી પ્રોપર્ટી આવેલી છે કે જેને એક બે માળ વધુ ઉભા કર્યા હોય પરંતુ તેને માન્ય રાખવા અને તેને રેગ્યુલરાઈઝ કરવા માટે ઇમ્પેક્ટ માં પણ અરજી કરી હોય છતાં એમ કેન પ્રકારે વાયર વિભાગની ઢીલી નીતિના કારણે એનઓસી તો મળતું નથી જેથી જે ઇમ્પેક્ટ પણ મળવું જોઈએ તે પણ મળી શકતું નથી હાલ આ અંગે અનેક વિટામણાઓ અને અસમંનજસની સ્થિતિ ઊભી થઈ છે.
ગુજરાતના ફાયર ડાયરેક્ટર નલિન ચૌધરીના જણાવ્યા અનુસાર તેઓએ ખૂબ સહજતાથી જણાવ્યું કે રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગ એક પણ રીતે સહેજ પણ નહીં ચલાવી લે જે અનઅધિકૃત બાંધકામ હોય અને તેને રેગ્યુલરાઈઝ કરવા માટે અરજી કરેલી હોય અને જો તેઓને ફાયર એનઓસી નહીં મળે કે ન મળ્યું હોય તો તે પ્રકારના એક પણ બાંધકામ માન્ય ગણાશે નહીં અને રેગ્યુલર નહીં થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ અંગે એક ખાસ કાયદો પણ ઘડાયેલો છે જેમાં સ્પષ્ટ કહ્યું છે કે ગેરકાયદે બાંધકામને રેગ્યુલરાઈઝ કરવા માટે ઇમ્પેક્ટ ફરજિયાત છે અને ઇમ્પેક્ટ મેળવવા માટે ફાયર એનઓસી હોવું પણ એટલું જ આવશ્ર્યક છે પરંતુ ઘણા ખરા કિસ્સાઓમાં ફાયર એનર્જી ન મળવા પાછળનું કારણ એ જ છે કે તેમના દ્વારા જે નીતિ નિયમોના પાલન કરવામાં આવવા જોઈએ તે કરવામાં આવતા નથી જેથી ફાયર એનઓસી મળતું નથી અને ફાયર એનઓસી ન મળે તો તે ઇમ્પેક્ટ માં માન્ય રહેતા નથી. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને જે અરજીઓનો મારો વધ્યો છે તેને લઈ રાજ્ય સરકાર પણ ગંભીરતા પૂર્વક વિચાર કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં આ અંગે કોઈ નક્કર પરિણામ એટલે કે નકર નિર્ણય લેવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સમગ્ર મામલે જ્યારે સ્થાનિક પ્રશ્ર્ન ઉદ્ભવતો હોય તો સ્થાનિક પ્રશાસનને સત્તાઓ અને પાવર આપેલા છે જેમાં તેઓ નિર્ણય લઈ શકે અને તે એ જ દિશામાં નિર્ણય લે કે જેમાં કોઈપણ નું અધિત ન થાય. છતાં હાલની જે વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા ખરા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિક તંત્રને સંર્પુણ સતા સુપ્રત થયેલ છે ત્યારે ત્વરિત નિર્ણયો થવા જોઇએ : ફાયર ડાયરેકટર
રાજ્યના ફાયર ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ઘણા ખરા એવા નિર્ણયો હોય કે જે મહાનગરપાલિકા પોતાની રીતે લઈ શકતું હોય પરંતુ કોઈપણ કારણોસર તેમના દ્વારા આ અંગે નિર્ણય લેવાના બદલે ગાંધીનગરનું નામ વટાવી દેવામાં આવતું હોય છે જે ઘણા ખરા કિસ્સાઓમાં તદ્દન ખોટું છે. જરૂરી એ છે કે જે જગ્યા માં મહાનગરપાલિકાને કોઈ સત્તા જ નથી નિર્ણય લેવાની તેવા કિસ્સામાં ગાંધીનગર સુધી તે અરજી પહોંચાડવી તે જરૂરી છે પરંતુ હાલ જે પ્રશ્ર્નો રાજકોટમાં ઊભા થઈ રહ્યા છે ફાયર એનઓસી અને ઇમ્પેક્ટ ને લઈને તેમાં ઘણી ખરી એવી અરજીઓ છે કે જે મહાનગરપાલિકા પોતાની રીતે નિર્ણય લઈ શકે છે અને કામનું ભારણ પણ ઘટાડી શકે છે.
ઇમ્પેકટ માટેની અનેક અરજીઓ થઇ હોવા છતા મિલ્કત રેગ્યુલરાઇઝ કરવામા થઇ રહી છે દાંડાઇ
રાજકોટમાં એક નહીં તેવી અનેક મિલકતો આવેલી છે કે જેને રેગ્યુલરાઈઝ કરવા માટે ઇમ્પેક્ટ હેઠળ અરજી કરવામાં આવેલી છે પરંતુ આ અરજીને પણ ઘણો ખરો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેઓને ઇમ્પેક્ટ મંજૂર થયું નથી એટલે કે તેમનું બાંધકામ રેગ્યુલરાઈઝ થયું નથી. જેની પાછળ એકમાત્ર કારણ એ છે કે ફાયર વિભાગ દ્વારા જે ગતિથી કામગીરી કરવામાં આવી જોઈએ તે ગતિ હાલ સંપૂર્ણ મંદ છે જેથી અરજીઓનો ભરાવો થયો છે અને હાલ મળતી માહિતી મુજબ 51 જેટલી અરજીઓ ઇમ્પેક્ટ હેઠળ પેન્ડિંગ છે. સરકારના નિર્ણયો અને કાયદાને અનુસરવામાં આવે તો આ અંગે ટાઉન પ્લાનિંગ વિભાગ પણ કાંઈ નિર્ણય લઈ શકે એમ તેમ નથી કારણ કે જ્યાં સુધી ફાયર એનઓસી જ ન હોય ત્યાં સુધી ઇમ્પેક્ટ માન્ય રહે નહીં તેવું સ્પષ્ટ છે.
ઋઈંછઊ અને ઝઙ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ: જવાબદારીની ફેકાફેકી
ટીઆરપી અગ્નિકાંડ બાદ જે એક નહીં અનેક કિસ્સાઓ સામે આવ્યા તેને ધ્યાને લઈ હવે ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગમાં સંપૂર્ણ તાલમેલ નો અભાવ જોવા મળી રહ્યો છે બંને વિભાગના અધિકારીઓ કોઈપણ પ્રકારની જવાબદારી લેવા માંગતા નથી કારણ કે તેઓને ડર છે કે જો તેમના દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવશે અને જો તેને પડકાર હશે તો ફરી માછલા તેમના ઉપર જ ધોવાશે પરિણામ સ્વરૂપે જે કામ છે તે અટકીને પડ્યા છે અને તેની હેરાનગતિ અંતે લોકોએ ભોગવી પડે છે. ત્યારે હાલના તબક્કે ફાયર વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી માં જે મંદતા જોવા મળી છે તેની પાછળનું કારણ એક માત્ર એ જ છે કે બંને વિભાગ વચ્ચે જે તાલમેલ હોવો જોઈએ તે જોવા મળતો નથી અને પરિણામ સ્વરૂપે અધિકારીઓની સાથો સાથ અરજી કરતાં લોકોએ પણ હેરાન પરેશાન થવું પડે છે જે અંગે મહાનગરપાલિકાએ ગંભીરતાપૂર્વક વિચાર કરવો ખૂબ જરૂરી છે.
બાંધછોડ થઇ શકે તેમ હોવા છતા ટલ્લે ચડાવાઇ રહ્યા છે નિર્ણયો ઇમ્પેક્ટ હેઠળ ઘણા ખરા એવા નિર્ણયો છે કે જે મહાનગરપાલિકા તેમના એન્ડ ઉપરથી લઈ શકે છે પરંતુ કયા કારણોસર મહાનગરપાલિકા આ અંગે વિચારતું નથી તેનું કોઈ તાગ હજુ સુધી મળ્યો નથી બીજી તરફ સરકારી વિભાગોમાં પણ હવે કામ ન કરવાની વૃત્તિ જોવા મળી રહી છે જે તદ્દન ગેર વ્યાજબી વાત છે. અગ્નિકાંડ ની ઘટના તો ઘટી પરંતુ તેનાથી કોઈ વિભાગના કર્મચારીઓ કામ ન કરે તે અયોગ્ય છે કારણ કે જ્યાં સુધી કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી લોકો તેમનું કામ નહીં કરી શકે ઊલટું મહાનગરપાલિકા ઉપર કામનું ભારણ પણ વધશે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ હવે બંને વિભાગ જો સંયુક્ત રીતે કામગીરી હાથ ધરે તો તમામ પ્રશ્ર્નોનું આવી શકે છે નિરાકરણ.
