ભારતીય જનતા પાર્ટી ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની યાદમાં સ્મારક બનાવવા લીધો નિર્ણય
નવીદિલ્હી, તા. 28
પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહના શનિવારે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સહિત ઘણા નેતાઓ નિગમ બોધ ઘાટ પહોંચ્યા અને પૂર્વ પીએમના નશ્વર અવશેષોને શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ પીએમ મનમોહન સિંહની મોટી દીકરીએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા. આ સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહ કાયમ માટે પંચતત્વમાં ભળી ગયા.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે થયા હતા. ડો. સિંહની અંતિમ યાત્રા સવારે 9:30 વાગ્યે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના મુખ્યાલયથી શરૂ થઈ હતી જ્યારે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. રાજનીતિ અને આર્થિક સુધારા માટે જાણીતા, ડો. સિંહ 2004 થી 2014 સુધી વડાપ્રધાન હતા. તેમણે 1991માં વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી તરીકે સેવા આપી હતી. વય સંબંધિત બિમારીઓને કારણે 92 વર્ષની વયે ગુરુવારે દિલ્હીના અઈંઈંખજમાં તેમનું અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કારના પગલે તેમના માટે એક સ્મારકને લઈને વિવાદ છે. અન્ય ભૂતપૂર્વ વડા પ્રધાનોની જેમ કોંગ્રેસે ડો. જો કે, કેન્દ્રએ કોંગ્રેસ પર “ગંદી રાજનીતિ” કરવાનો આરોપ લગાવ્યો.