તપાસમાં કોઈ મોટી વસ્તુ હાથ લાગી ન હોવાનું સૂત્રોનું માનવુ

તીર્થક, રાધે ગ્રુપ પર ITના દરોડા પૂર્ણ?

રાજકોટ, તા. 30
મોરબી સહિત મહેસાણા ગાંધીનગર અને અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા જેમાં તીર્થક ગ્રુપ રાધે ગ્રુપ સોહમ કોલ ચાવડા ઇન્ફ્રા સહિત અન્ય બે ગ્રુપ ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ આદરોડા આગામી ચારથી પાંચ દિવસ સુધી ચાલે તેવું સૂત્રોનું માનવું હતું પરંતુ ક્યાંકને ક્યાંક ગઈકાલે જ સમગ્ર તપાસને આટોપી લેવામાં આવી હોય તેવું જાણકાર વર્તુળો ચર્ચી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે શું આ વાત સાચી છે કે કેમ કારણકે હાલ જે વિગતો સામે આવી રહી છે તે મુજબ જે આઉટ કમ આવવું જોઈએ તે આવ્યું નથી એટલું જ નહીં જે અપેક્ષા હતી તે મુજબનું હજુ પણ કાંઈ બહાર આવ્યું નથી જેને લઈને તપાસ પૂર્ણ કરી દેવામાં આવી હોય તેવું હાલ સુત્રો જણાવી રહ્યા છે.
હાલ મહત્વનું એ છે કે આવનારા દિવસોમાં સાંજે અનેકવિધ ચર્ચા ઊભી થાય તો નવાઈ નહીં કારણકે જ્યારે 70 થી વધુ અધિકારીઓ કોઈ દરોડામાં જોડાણા હોય અને 35 જેટલી જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાય અને તે જગ્યા પરથી જોઈએ તેટલું આઉટક્મ બહાર ન આવે અને તાકીદે દરોડા પૂર્ણ કરી દેવામાં આવે તો એક નહીં અનેક પ્રશ્નો ઉભા થઈ શકે. ગઈકાલે મહત્વની વાત એ છે કે ઘણી ખરી ચોકાવનારી વિગતો પણ આવકવેરા વિભાગને હાથ લાગી હતી એટલું જ નહીં ઝવેરાત અને રોકડ રકમ પણ આકવેરા વિભાગને હાથ લાગી હોવાનું સૂત્ર જણાવ્યું હતું ત્યારે અચાનક ગઈકાલે દરોડા પૂર્ણ કરવાની વાત આવી જતા ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આને લઈ ઉદ્યોગ જગતમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ હાલ પહેલા વિભાગના અધિકારીઓ આ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી રહ્યા નથી ત્યારે સત્ય હકીકત શું છે તેનાથી હજુ પણ લોકો અજાણ છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ તપાસ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યો હોવાનું હાલ માલુમ પડી રહ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:16 am, Jan 17, 2026
temperature icon 17°C
clear sky
72 %
1013 mb
5 mph
Wind Gust: 5 mph
Clouds: 0%
Visibility: 10 km
Sunrise: 7:28 am
Sunset: 6:24 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© 2026 RajkotMirror News All rights Reserved.
Created by DreamCode Infotech