ફસાયેલા મજૂરોના નામ પણ બોલવામાં આવી રહ્યા છે છતાં નથી પહોંચતો અવાજ : ફસાયેલા મજૂરો ટનલમાં 13 કિલોમીટર અંદર હોવાનો દાવો
ટનલ 44 કિ.મી. લાંબી : કાદવ-પાણીના કારણે રાહતકાર્યમાં અવરોધ
નોંધનીય છે કે આ ટનલ 44 કિલોમીટર લાંબી છે, જે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (જકઇઈ)ના નિર્માણાધીન ભાગ પર સ્થિત છે. આ ટનલ પ્રોજેક્ટ નાગરકર્નૂલ અને નાલગોંડા જિલ્લાઓને પાણી આપવાનો છે. દરમિયાન, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે ટનલ તૂટી પડી ત્યારે ઘણા કામદારો બચવામાં સફળ થયા હતા, પરંતુ ટનલિંગ મશીન પર કામ કરતા આઠ લોકો ફસાયા હતા. નિર્માણ કાર્ય જેપી એસોસિએટેડ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સૈન્ય અને ગઉછઋ દ્વારા બચાવ કામગીરી તેજ છતાં મુશ્કેલીઓ
કહેવાય છે કે સુરંગની દીવાલની બાજુની માટીમાં તિરાડ છે, જેમાંથી પાણી વહી રહ્યું છે. આ સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન પહેલા પાણીનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. પત્થરો ખસવાનો અવાજ એ સૂચવે છે કે ધરાશાયી થયેલી જગ્યાની છત અસ્થિર છે.નવીદિલ્હી, તા. 23
તેલંગાણા ટનલ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. આ ટનલમાં 8 મજૂરો ફસાયા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્થળ પર હાજર છે. બચાવ કાર્યમાં અનેક પ્રકારના પડકારો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન કેટલીક રાહતની માહિતી સામે આવી છે. કહેવાય છે કે બચાવ ટીમ સુરંગની અંદર 13 કિલોમીટર સુધી પહોંચી ગઈ છે, આ જગ્યાએ સુરંગનો એક ભાગ તૂટી પડ્યો છે. જો કે કાદવ અને પાણીના કારણે રાહત અને બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શનિવારે તેલંગાણાના નાગરકુર્નૂલમાં એક સુરંગનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ટનલમાં 8 મજૂરો ફસાયા હતા. આ પછી, તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન, બચાવ કાર્યકર્તાઓ, સુરંગની અંદર થોડે દૂર જઈને, ટનલની અંદર જતા સમયે ફસાયેલા કામદારોના નામ બોલાવી રહ્યા છે. સુરંગમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને તેને ઝડપી બનાવવા ટોચની બચાવ એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. તેમજ ટનલ ખોદવાનું મશીન લાવવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે શનિવારે તેલંગાણાના નાગરકુર્નૂલમાં એક સુરંગનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ટનલમાં 8 મજૂરો ફસાયા હતા. આ પછી, તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન, બચાવ કાર્યકર્તાઓ, સુરંગની અંદર થોડે દૂર જઈને, ટનલની અંદર જતા સમયે ફસાયેલા કામદારોના નામથી બોલાવવામા આવી રહ્યા છે. સુરંગમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને તેને ઝડપી બનાવવા ટોચની બચાવ એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. તેમજ ટનલ ખોદવાનું મશીન લાવવામાં આવી રહ્યું છે.
