એરફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કામગીરી પર ઉઠી રહ્યા છે અનેક સવાલો
નવીદિલ્હી, તા. 19
કેન્દ્ર સરકારે સંસદને જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો અને રાજકીય નેતાઓ સામે કુલ 193 કેસ નોંધ્યા છે. જો કે, આમાંથી માત્ર બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ માહિતી નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભાના સાંસદ એ.એ. રહીમના પ્રશ્નના જવાબમાં આપી હતી. મંત્રીએ કહ્યું કે EDએ 2014 થી 2024 દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરી હતી. આ 193માંથી મોટા ભાગના કેસ હજુ તપાસ હેઠળ છે, પરંતુ માત્ર બે કેસમાં જ કોર્ટે દોષિતોને સજા સંભળાવી છે. જેના કારણે EDની કાર્યવાહી અને તેની અસરકારકતા પર સવાલો ઉઠી રહ્યા છે. વિરોધ પક્ષોએ લાંબા સમયથી આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર રાજકીય હરીફોને નિશાન બનાવવા માટે EDનો ઉપયોગ કરી રહી છે. રાજ્યકક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક વહીવટ સાથે સંકળાયેલા નેતાઓ સામે નોંધાયેલા કેસો પક્ષ અને રાજ્ય મુજબ રાખવામાં આવતા નથી. જોકે, તેમણે કેસોની વર્ષવાર વિગતો રજૂ કરી હતી. એપ્રિલ 2022 અને માર્ચ 2023 વચ્ચે સૌથી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે કુલ 32 કેસ નોંધાયા હતા. મંત્રીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં નોંધાયેલા 193 કેસમાંથી માત્ર બે કેસમાં જ દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે હજુ સુધી કોઈ પણ કેસમાં નિર્દોષ છુટકારો થયો નથી. જ્યારે તાજેતરના વર્ષોમાં વિપક્ષી નેતાઓ સામે વધી રહેલા કેસ અને આ વલણના સમર્થન વિશે પૂછવામાં આવ્યું ત્યારે મંત્રીએ જવાબ આપ્યો કે આ સંદર્ભમાં કોઈ ડેટા ઉપલબ્ધ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઊઉ માત્ર નક્કર પુરાવા અને પુરાવાના આધારે જ તપાસ શરૂૂ કરે છે અને કોઈ પણ સંજોગોમાં રાજકીય, ધાર્મિક કે અન્ય આધાર પર ભેદભાવ કરતું નથી. EDની તપાસ પ્રક્રિયાઓમાં પારદર્શિતા વધારવા અંગેના પ્રશ્નના જવાબમાં, સરકારે કહ્યું કે EDની તમામ ક્રિયાઓ ન્યાયિક સમીક્ષાને આધીન છે અને એજન્સી કાનૂની પ્રક્રિયાને અનુસરીને કેસ ફાઇલ કરે છે.
