આયકર વિભાગનો નવો સોલિડ નિર્ણય: દરોડામાં સ્થાનિક અધિકારીઓનો કરાશે ઓછો ઉપયોગ: દરોડાની મંજૂરી હવે દિલ્હીથી જ મળશે
જામનગર,માળીયા,અમદાવાદ ખાતે આઇટીની ટીમોના ધામા: રાજકોટનું ઓપરેશન હોવા છતા માત્ર ત્રણ અધિકારીઓ જ જોડાયા: રોકડ તથા જવેલરી મળી આવી
રાજકોટ, તા. 7
માર્ચ એન્ડિંગ નજીક આવતાની સાથે જ સમગ્ર રાજ્યમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે મળતી માહિતી મુજબ ગઈકાલે રાજકોટ વિંગના નેજા હેઠળ માળીયા, જામનગર અને અમદાવાદ ખાતે મીઠાના ઉત્પાદક એવા દેવ સોલ્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ડી.એસ ઝહાલા અને એચ.ડી.ઝહાલા સહિત અનેક લોકો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 15 થી વધુ જગ્યાઓ પર સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમ જ દ્વારકા જામનગર હાઇવે પર દેવ ગ્રુપની માલિકી ની હાઇવે હરી હોટલમાં પણ આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. હાલ જામનગર, માળીયા અને અમદાવાદ કોર્પોરેટ ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બરોડાના પ્રથમ દિવસે જ આવકવેરા વિભાગને 300 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં પ્રથમ દિવસે જ સાત જેટલા લોકર સીલ કરી દેવામાં આવ્યા છે.
દેવ સોલ્ટ ગ્રુપ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી તેમાં 90 થી વધુ અધિકારીઓ જોડાયા હતા. રાજકોટ વિંગનું ઓપરેશન હોવાથી જામનગર ખાતે અનેકવિધ ટીમોને બોલાવવામાં આવી હતી સાથોસાથ તપાસની પ્રથમ કલાકમાં જ દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા છે અને તેનું અવલોકન પણ વિભાગ દ્વારા શરૂૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ દેવ ગ્રુપના માલિકો નું કનેક્શન રાજ્યના મોટા માથા સુધી હોવાની પણ વાત વાયુવેગે વહેતી થઈ છે. ત્યારે આશરે રવિવાર સુધી ચાલનાર આ દરોડામાં અનેક ખુલાસાઓ થાય તેવું હાલ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.
દેવ ગ્રુપની અમદાવાદ કોર્પોરેટ ઓફિસ, માળીયા ખાતે આવેલી તેનું સોલ્ટ યુનિટ, જામનગર ખાતે આવેલા તેના અન્ય યુનિટો પર ગઈકાલ વહેલી સવારથી જ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો જેના પગલે મીઠાના વેપારીઓ સહિત અન્ય વેપારીઓમાં પણ ડર વ્યાપી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. રવિવાર સુધી આવકવેરા વિભાગને ખૂબ મોટી કરચોરી મળી આવે તેવું પણ હાલ ચર્ચા રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની દ્વારા 75 ટકા નફાનો ગાળો રાખીને વેપાર કરવામાં આવતો હતો ત્યારે જે બાતમી મળી તે મુજબ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને યોગ્ય સમય લાગતા જ સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસના પ્રથમ દિવસે જ આવકવેરા વિભાગને 300 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે એટલું જ નહીં સાત જેટલા લોકરો પણ સીલ કરવામાં આવ્યા છે જેનો અભ્યાસ કર્યા બાદ હાલ સાચી હકીકત બહાર આવશે.
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દેવ ગ્રુપ દ્વારા નાણાકીય લેવડદવડ વધુ તીવ્ર કરતું હોવાની બાકી અધિકારીઓ સુધી પહોંચી હતી જે બાદ તાકીદે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કારણકે દેવ ગ્રુપ સાથેનું કનેક્શન જામનગર, કચ્છ તથા દેશભરના અનેકવિધ મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથેનું છે ત્યારે આ દરોડામાં અનેકવિધ નવા કનેક્શન પણ સામે આવે તેવું હાલ અધિકારીઓ સૂચિત કરી રહ્યા છે. હાલની સ્થિતિને ધ્યાને લઈ આવકવેરા વિભાગ દ્વારા જે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો ત્યાં સુધી તેઓ પહોંચી ગયા છે અને રવિવારે સર્ચ ઓપરેશનને પૂર્ણ કરી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.
તપાસ દરમિયાન વિભાગના અધિકારીઓને અનેકવિધ ડિજિટલ ઉપકરણો પણ મળી આવ્યા છે જેના પર હાલ તપાસ ચાલુ છે અને તેનું અવલોકન અને તેનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે વિભાગના અધિકારીઓનું માનવું છે કે જે ડિજિટલ ઉપકરણનો હાથ લાગ્યા છે તેમાંથી તેઓને ધારી એવી સફળતા મળી શકે છે.
75% નફાનો ગાળો રાખી વ્યાપાર કરતા’તા
સર્ચ ઓપરેશનમાં ચોકાવનારી વિગતો જે સામે આવી છે તેમાં કંપની દ્વારા 75 ટકા નફાનો ગાળો રાખી વ્યાપાર કરવામાં આવતો હતો જેની કોઈ ચોપડે નોંધ ન હતી પરંતુ ચોક્કસ બાતમીના આધારે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા છાના ખૂણે તપાસ હાથ ધરવામાં આવી અને માલુમ પડ્યું કે દેવ ગ્રુપ ઓફ કંપની દ્વારા ગેરરીતી આચરવામાં આવી રહી છે અને વ્યાપાર કરવામાં આવી રહ્યો છે.
હવેના સર્ચ ઓપરેશન રહેશે સંપૂર્ણ ગોપનીય
હાલ ચાલી રહેલા દરોડામાં એક વાત એવી પણ સામે આવી છે કે હવે કોઈ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવું હોય તો દિલ્હીથી જ પરવાનગી લેવી પડશે એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના નેજા હેઠળ અને તેમની પાસેથી પરવાનગી લઈને જ હવે દરોડા પાડવામાં આવશે. બીજી સૌથી મોટી વાત તો એ છે કે સર્ચ ઓપરેશન ને ગોપનીય રાખવા માટે હવે સ્થાનિક ટીમનો ઓછો ઉપયોગ કરવામાં આવશે અને અન્ય શહેરની ટીમોને જ દરોડા ની જવાબદારી સોંપાશે જે હાલ ચાલી રહેલા દેવગ્રુપ ઓફ કંપનીસ પર પણ જોવા મળ્યું. મહત્વનું કારણ તો એ છે કે અત્યારે જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં માત્ર રાજકોટના ત્રણ અધિકારીનો જ સમાવેશ થયો છે બાકીના તમામ અધિકારી અન્ય શહેરના હોવાનું પણ માલુમ પડ્યું છે.