રાજકોટ, તા. 4
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં જે જાહેરાતો કરવામાં આવી છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે જો આ પ્રકાર ની કામગીરી ખરા અર્થમાં રાજકોટમાં થાય તો રાજકોટની સંપૂર્ણ પણે કાયાપલટ થઈ શકે પરંતુ હવે વાત એ છે કે એ કાયાપલટ કરવા માટે તંત્રએ યોગ્ય કામગીરી કરવી ખૂબ જરૂૂરી અને આવશ્યક છે. અત્યાર સુધી મહાનગરપાલિકાના જે બજેટો સામે આવ્યા છે તેમાં અનેક જાહેરાતો કરવામાં આવી પરંતુ તેની અમલવારી ની જો વાત કરવામાં આવે તો એક પણ પ્રકારનું કામ થઈ શક્યું ન હોય તેવું ચિત્ર ઊભું થયું છે. અત્યારે મહાનગરપાલિકા દ્વારા 3112 કરોડનું ક્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યું છે અને હાલ આ માટે અત્યારના સમીક્ષા પણ થઈ રહી છે બીજી તરફ કરવેરામાં આ વખતે જે વધારો કરવામાં આવ્યો છે તેને લઈને આશા છે કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ કરવેરો નહિવત કરવામાં આવે. કારણ કે મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર જો કરવેરો વધારવામાં નહીં આવે તો હાલ જે મહાનગરપાલિકાએ જે સ્થળ પર અને જે સ્થાન પર પહોંચવું છે તે નહીં પહોંચી શકે માટે સૂચિત કરવેરો ખૂબ જરૂૂરી છે અને તેની ટકાવારી પણ 400% થી વધુ હોવાનું માલુમ પડ્યું છે.
આ વર્ષે વેરા વસુલાત શાખા માટે અત્યંત મહત્વનું રહ્યું કે વ્યાજ માફીની યોજના ન હોવા છતાં કુલ 350 કરોડની વસૂલાત કરવામાં આવી ત્યારે ચાલુ વર્ષ એટલે કે અત્યાર સુધીમાં 3.86 લાખ કરતા હોય વેરો ભરપાઈ કર્યો છે તેટલું જ નહીં 410 કરોડના લક્ષ્યાંક સામે હાલ મહાનગરપાલિકા 350 કરોડે પહોંચી છે. હાલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં નવા વર્ષ માટે વેરાની આવકનો કુલ 600 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે જે અત્યારના પાયા વિહોણો હોય તેવું માનવામાં આવે છે.
મહત્વનું એ છે કે 410 કરોડના લક્ષ્યાંક સામે હજુ મહાનગરપાલિકા 350 કરોડ જ પહોંચી છે તો 600 કરોડની આવક સામે મનપાને ખાધ કેટલી ઊભી થશે તે પણ સૌથી મોટો પ્રશ્ન અને સવાલ આંખે વળગીને આવે છે ત્યારે કયા કારણોસર અને કયા મુદ્દે લક્ષ્યાંક વધારવામાં આવ્યો તેનો જવાબ હજુ કોઈ અધિકારી કે પદાધિકારી પાસે નથી. બીજી તરફ મકાન વેરાની સાથો સાથ વાહનવેરો વોટર ચાર્જ, ગાર્બેજ કલેક્શન, વ્યવસાય વેરો , એન્વાયરમેન્ટ ચાર્જ અને ફાયર ટેક્સ જેવા વેરાનો જે ઉમેરો કરવામાં આવ્યો છે તેનાથી સામાન્ય કરદાતાની કમર તૂટી જાય તો પણ નવાઈ નહીં. મહત્વની વાત એ છે કે હાલ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા પાસે હોય નકર આયોજન ન હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.
હાલ જે આંકડો સામે આવ્યો તે મુજબ એડવાન્સ વેરો ભરવા માટે કુલ 3.29 આસામીઓ દ્વારા 244 કરોડ નો વેરો ભરવામાં આવ્યો છે ત્યારે આગામી વર્ષ એટલે કે જે નવું નાણાકીય વર્ષ શરૂૂ થાય તે માટે રહેણાંક મિલકતોના રૂૂપિયા 11 પ્રતિ ચોરસ મીટર અને બિન રહેણાંકના રૂૂપિયા 25 પ્રતિ ચોરસ મીટરમાં વધારો કરી રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર પંદર રૂૂપિયા તથા બીન રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર 30 રૂૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો છે જો સ્ટેન્ડિંગ કમિટી આદરખાસ્તને મંજૂર કરશે તો મહાનગરપાલિકાને વધારાની 40 કરોડની આવક થવાની શક્યતા છે.
એવી જ રીતે વાહનવેરા માટે પણ બજેટમાં સૂચિત વધારા સૂચવવામાં આવ્યો છે જેમાં 99,99 સુધીના વાહન પર દોઢ ટકો જ્યારે 1,00,000 થી લઈ 7.99 લાખના વાહન પર અઢી તકો અને 8 લાખથી વધુના વાહન પર ત્રણ ટકા મુજબ આવકનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે જેમાં આજ દિન સુધી કુલ 17.76 કરોડ જેટલી વસૂલાત થઈ છે ત્યારે નવા વર્ષના અંતે આ આંકડો 30 કરોડ એ પહોંચે તેવી પણ હાલ શક્યતા જોવા મળી રહી છે.
વોટર સર ચાર્જથી 41% જેટલી થઈ શકી છે વસુલાત
હાલ મહાનગરપાલિકા દ્વારા વોટર ચાર્જ વસૂલવામાં આવે છે ત્યારે શહેરને પાણી પૂરું પાડવા માટે વિવિધ અલગ અલગ જળ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે અને સામે નર્મદા યોજનાનું પાણી પણ ખૂબ વધુ ખર્ચથી મંગાવવામાં આવે છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ હાલ વર્ષ 2025 અને 26 માં કુલ ખર્ચ ₹167 કરોડ જેટલો થવાનો અંદાજ હાલ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેતા પાણીના દર મુજબ જો ગણતરી કરવામાં આવે તો માત્ર 41% જેટલી જ વસુલાત થઈ શકી છે જેથી આગામી નાણાકીય વર્ષ માટે વોટર ચાર્જ યથાવત રાખવા માટેની દરખાસ્ત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકી છે જ્યારે જોવાનું એ રહ્યું કે શું આ અંગે સ્ટેન્ડિંગ કમિટી શું નિર્ણય લ્યે છે.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં પણ અધધ વધારો સૂચવાયો
ગાર્બેજ કલેક્શન ચાર્જના કારણે લોકો સાફ-સફાઈને લઈને જાગૃત બન્યા હોવાનું મ્યુનિસિપલ કમિશનરનું માનવું છે ત્યારે નવા નાણાકીય વર્ષની જો વાત કરવામાં આવે તો રહેણાંક મિલકતો માટે 1460 રૂૂપિયા નક્કી કરવામાં આવ્યા ત્યારે બિન રહેણાંક મિલકતો માટે 2920 સૂચવવામાં આવ્યા છે અને જો સ્ટેન્ડિંગ કમિટી આ દરખાસ્તને ગ્રાહ્ય રાખશે તો આશરે 55 કરોડ જેટલી વધારે આવક થવાની પણ સંભાવના મહાનગરપાલિકા વ્યક્ત કરી રહ્યું છે પરંતુ ક્યાંકને ક્યાંક એ વાત સ્પષ્ટ છે કે હાલ રહેણાંક મિલકતો માટે 365 રૂૂપિયા અને બિન રહેણાંક મિલકતો માટે વાર્ષિક 1430 નિર્ધારિત કરવામાં આવ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આટલો તોતિંગ કરમાં વધારો જે સૂચવવામાં આવ્યો છે તેનાથી લોકોને ઘણી હેરાનગતિ ભોગવી પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મ્યુનિસિપલ કમિશનરનું માનવું છે કે આ વેરો વધારવાનો નિર્ણય એટલે લેવામાં આવ્યો છે કારણ કે જે દિશામાં રાજકોટને લઈ જવું છે તેમાં નાણાકીય વ્યવસ્થા હોવી ખૂબ જરૂૂરી છે અને અત્યારે માત્ર કર વધારો એ જ એક વિકલ્પ છે.
નિર્ધારીત લક્ષ્યાંક સુધી પણ મનપા પહોંચ્યું નથી તો નવો કર વધારો શું સૂચવે છે ?
અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય જો મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં જો સામે આવ્યો હોય તો તે એ છે કે હાલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વેરાને લઈને જે સૂચિત વધારો કરવામાં આવ્યો છે તેનાથી કરદાતાઓને ઘણી નુકશાની વેઠવી પડશે. બીજી તરફ જે ગત વર્ષે 410 કરોડનો લક્ષ્યાં નિર્ધારિત કરવામાં આવ્યો હતો તેમાં હજુ કોર્પોરેશન 350 કરોડ જ પહોંચ્યું છે . ત્યારે 600 કરોડના લક્ષ્યાંક ને પહોંચી વળવા માટે તેઓ કોઈ નક્કર આયોજન નથી કે મનમાં કેટલી આવક કરી શકશે.