રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો, કુલ 12,46,581 કરદાતા નોંધાયા : જીએસટી રિટર્ન ફાઇલિંગ અને ઇ-વે બિલ ચકાસણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને
રાજકોટ, તા. 26
રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26 માટેની નાણાં વિભાગની અંદાજપત્રીય માગણીઓ રજૂ કરતાં નાણાં મંત્રી દેસાઈએ જણાવ્યું કે રાજ્યનો નાણાં વિભાગ રાજવિત્તીય અધિનિયમ, 2005ના નિયત માપદંડો મુજબ નાણાકીય વ્યવસ્થાપન માટે શિસ્તબદ્ધ રીતે કાર્યરત્ છે. આ માટેના નિયત માપદંડોને અનુસરીને રાજ્યની મહેસૂલી ખાધ ક્રમશ: નાબૂદ કરીને સુદૃઢ રાજવિત્તીય વ્યવસ્થાતંત્ર અને રાજવિત્તીય સ્થિરતા સુનિશ્ચિત કરવામાં સફળ રહી છે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
નાણાં મંત્રીએ કહ્યું કે દેશના જીડીપીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતું ગુજરાત સૌથી ઝડપથી વિકસતાં રાજ્યોના અર્થતંત્રોમાંનું એક છે. બે દાયકા અગાઉ તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં શરૂૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે.
રાજ્યના જાહેર દેવા વિશે વાત કરતાં મંત્રીએ કહ્યું કે રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદન-ૠજઉઙની સામે જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે અને વર્ષ 2025-26માં જાહેર દેવુ 15.28 ટકા રહેવાનો અંદાજ સૂચવવામાં આવ્યો છે. જે 27.10 ટકાની નિયત મર્યાદા કરતાં ધણું જ ઓછું છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને મૂડી રોકાણના પ્રોજેક્ટ્સ માટે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોનના સ્વરૂૂપમાં રાજ્યોને નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ગુજરાતને રૂૂ.5027 કરોડની સહાય આપવામાં આવી છે. જેના પરિણામે જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીના સરેરાશ ખર્ચમાં ઘટાડો નોંધાયો છે.
રાજ્યના એકંદર ધરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાની છેલ્લાં 10 વર્ષની સાપેક્ષ વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે રાજ્યમાં નાણાકીય વર્ષ 2014-15માં જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીનો સરેરાશ ખર્ચનો દર 8.87 ટકા જેટલો હતો. જે નાણાકીય વર્ષ 2024-25ના સુધારેલા અંદાજમાં 7.36 ટકા જેટલો થવાનો અંદાજ છે. આમ, એકંદર ધરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાના સાપેક્ષમાં જાહેર દેવાનો દર ઘટ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યના નાણાં વિભાગની નાણાકીય શિસ્ત તથા કાર્યક્ષમતા વિશે વાત કરતાં શ્રી દેસાઈએ કહ્યું કે રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન-ૠજઉઙના પ્રમાણમાં રાજવિત્તીય ખાધ – ઋશતભફહ ઉયરશભશનિુંં પ્રમાણ વર્ષ 2024-25ના સુધારેલા અંદાજોમાં નિયત મર્યાદા 3 ટકા સામે 1.89 ટકા જેટલું નીચું, જ્યારે વર્ષ 2025-26 ના અંદાજ મુજબ 1.96 ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના ફેબ્રુઆરી 2025 ના રિપોર્ટ મુજબ રાજ્યોના નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આપવામાં આવતી સહાય વિશે માહિતી આપતાં શ્રી દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2024-25માં ફેબ્રુઆરી, 2025 સુધી રાજ્યમાં લાભાર્થીલક્ષી 417 અલગ અલગ યોજનાઓ અંતર્ગત ડીબીટીના માધ્યમથી સહાય આપવામાં આવી છે. તદુપરાંત, વર્ષ દરમિયાન કુલ 09 નવી લાભાર્થીલક્ષી યોજનાઓને ડીબીટી પોર્ટલ પર ઉમેરવામાં આવી છે.
