ગુજરાત હાઇકોર્ટને મળ્યા સાત નવા ન્યાયાધીશ
રાજકોટ, તા. 1
ગુજરાત હાઇકોર્ટ અંગે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટને સાત નવા ન્યાયાધીશ મળ્યા છે. આ સાત જજનાં નામ પર અગાઉ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. હાલ, ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા કુલ 38 છે. જ્યારે આ પહેલા 31 ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટમાં કાર્યરત હતા.
ગુજરાત હાઇકોર્ટમાં જજની સંખ્યામાં વધારો થયો છે. રામચંદ્ર વાછાણી, જયેશ ઓડેદરા, પ્રણવ રાવલ, મુલચંદ ત્યાગી, દિપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઈ અને લિયાકત હુસૈન પીરઝાદા નવા ન્યાયાધીશ બન્યા છે. આ નામોની સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. આ નિર્ણય સાથે હવે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા કુલ 38 એ પહોંચી છે. જ્યારે, આ પહેલા હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 31 હતી. આ સાથે હવે
ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં વધારો થયો છે. અગાઉ 19 માર્ચ, 2025 નાં રોજ યોજાયેલી કોલેજિયમની બેઠકમાં ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયાધીશ તરીકે ભલામણ કરેલ ન્યાયિક અધિકારીઓની નિમણૂકનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
