હાજર રોકડ રકમ કેમ જપ્ત કરવામાં ન આવી? તે સૌથી મોટો પ્રશ્ન
નવીદિલ્હી, તા. 20
14 માર્ચે દિલ્હી હાઈકોર્ટના તત્કાલીન ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને લાગેલી આગની ઘટનાની તપાસ માટે રચાયેલી ત્રણ સભ્યોની સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિએ પોલીસ કમિશનર સંજય અરોરા, ડીસીપી (નવી દિલ્હી જિલ્લા) દેવેશ મહાલા અને અન્ય પ્રથમ પ્રતિભાવ આપનારાઓની વ્યાપક પૂછપરછ કરી છે. આ તપાસમાં બે મુખ્ય પ્રશ્નો ઉભા થયા. આગ દરમિયાન સ્થળ પર હાજર રોકડ રકમ કેમ જપ્ત કરવામાં ન આવી? કર્મચારીઓના મોબાઇલ ફોનમાંથી આગ દેખાતો વીડિયો કેમ ડિલીટ કરવામાં આવ્યો? સમિતિને કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં કોઈ ઋઈંછ નોંધાઈ નથી અને તેથી રોકડ જપ્ત કરી શકાતી નથી. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમણે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું અને આ મામલો તેમના વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યો, જેમણે આખરે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાયને ઘટના વિશે જાણ કરી.
જ્યાં સુધી વીડિયો ક્લિપ ડિલીટ કરવાની વાત છે, પોલીસે કહ્યું કે આ સૂચના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી જેથી ફૂટેજ ખોટા હાથમાં ન જાય. પોલીસે સમિતિને એમ પણ કહ્યું કે ભારતના મુખ્ય ન્યાયાધીશ (ઈઉંઈં) ની પરવાનગીથી જ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સામે ઋઈંછ દાખલ કરી શકાય છે. આ જ કારણ હતું કે પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી, જેમણે બાદમાં ઈઉંઈં સંજીવ ખન્નાને ઘટના વિશે જાણ કરી. ગૃહમંત્રી અમિત શાહે પણ તાજેતરમાં એક કાર્યક્રમમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, જ્યારે ઋઈંછ નોંધી શકાતી નથી તો જપ્તી કેવી રીતે થશે? આપણે સમિતિના રિપોર્ટની રાહ જોવી જોઈએ.
પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ, દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગ અને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ સમિતિને જણાવ્યું હતું કે ઘટનાની રાત્રે સ્ટોર રૂમમાં રોકડ હતી અને તે બળીને રાખ થઈ ગઈ હતી. જોકે, જસ્ટિસ યશવંત વર્માએ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આપેલા જવાબમાં, ઘટનાસ્થળે કોઈ રોકડ રકમ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, “આગ લાગી તે સમયે, મારી પુત્રી અને અંગત સચિવે ફાયર સર્વિસને ફોન કર્યો હતો, જેની રેકોર્ડિંગ ઉપલબ્ધ રહેશે. જ્યારે આગ બુઝાવવામાં આવી રહી હતી, ત્યારે સલામતીના કારણોસર તમામ સ્ટાફ અને પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા અને જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે ત્યાં કોઈ રોકડ રકમ મળી ન હતી.” આ પ્રતિભાવ 22 માર્ચે જાહેર કરાયેલા પ્રારંભિક અહેવાલનો એક ભાગ હતો.
