ભારતે 4-1 થી સિરીઝ કરી અંકે અભિષેક શર્માની CENTURY
ઇંગ્લેન્ડે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટોસ જીતી બોલિંગ કરવાનું કર્યુ પસંદ, 10.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ
ભારતે પાંચમી ઝ20 મેચમાં ઇંગ્લેન્ડને 150 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. ભારતે સિરીઝ પણ 4-1થી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. અભિષેક શર્માની સદીની મદદથી ભારતે 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા. જવાબમાં, ઇંગ્લિશ ટીમ 10.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
અભિષેકે 135 રન બનાવ્યા, જે કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા ઝ20 માં સૌથી વધુ સ્કોર છે. તેણે બોલિંગમાં પણ 2 વિકેટ લીધી. મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી. શિવમ દુબે અને વરુણ ચક્રવર્તીએ પણ 2-2 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટે 55 રન બનાવ્યા, જ્યારે બ્રાયડન કાર્સે 3 વિકેટ લીધી
248 રનના મોટા ટાર્ગેટનો સામનો કરતી વખતે, ઇંગ્લિશ ટીમ ફક્ત 10.3 ઓવર સુધી જ બેટિંગ કરી શકી. ટીમે 97 રનના સ્કોરે તેની 10 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ તરફથી ફિલ સોલ્ટે 55 રન બનાવ્યા, બાકીના બેટર્સ મળીને ફક્ત 41 રન જ બનાવી શક્યા. 3 રન એક્સ્ટ્રામાંથી આવ્યા.ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી. અભિષેક શર્મા, શિવમ દુબે અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી. રવિ બિશ્નોઈએ 1 વિકેટ લીધી.
મોહમ્મદ શમીએ સતત 2 વિકેટ લીધી
11મી ઓવરમાં મોહમ્મદ શમી બોલિંગ કરવા આવ્યો. તેણે બીજા બોલ પર આદિલ રાશિદને આઉટ કર્યો અને ત્રીજા બોલ પર માર્ક વુડને કેચ અપાવ્યો. બંને કેચ વિકેટકીપર ધ્રુવ જુરેલે લીધા હતા. શમીએ બેન ડકેટને પણ પેવેલિયન મોકલ્યો. તેણે 2.3 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી.
અભિષેક શર્માએ એક જ ઓવરમાં 2 વિકેટ લીધી
અભિષેક શર્મા નવમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો. તેણે પહેલા જ બોલ પર બ્રાયડન કાર્સેને કેચ આઉટ કરાવ્યો. પછી પાંચમા બોલ પર, જેમી ઓવરટનને પણ પેવેલિયન મોકલ્યો. કાર્સ ફક્ત 3 રન બનાવી શક્યા. જ્યારે ઓવરટને 1 રન બનાવ્યા હતા.
ચક્રવર્તીએ પોતાની બીજી વિકેટ લીધી
સાતમી ઓવરના પહેલા બોલ પર વરુણ ચક્રવર્તીએ બીજી વિકેટ લીધી.
તેણે લિયામ લિવિંગસ્ટનને કેચ કરાવ્યો. લિવિંગસ્ટન 5 બોલમાં માત્ર 9 રન બનાવી શક્યો. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા. ચક્રવર્તીએ જોસ બટલરને પણ પેવેલિયન મોકલ્યો.
શમીએ પોતાની પહેલી વિકેટ લીધી
ભારતે ત્રીજી ઓવરમાં પહેલી વિકેટ લીધી. મોહમ્મદ શમીએ પહેલા જ બોલ પર બેન ડકેટને કેચ આઉટ કરાવ્યો. ડકેટ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં અને કવર પોઝિશન પર અભિષેક શર્માના હાથે કેચ આઉટ થયો.