કેન્દ્રબિંદુ પાટણથી 13 કિ.મી. દૂર : કોઈ જાનહાનિ નહિ
રાજકોટ, તા. 15
બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગઈ કાલે રાત્રે 10:15ની આસપાસના સમયમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 10:15ની આસપાસના સમયમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. પાલનપુર, વડગામ, ડીસા સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી છે. 4.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો હોવાની વિગતો છે. ભૂકંપના આંચકાને લઈને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ગુજરાતના પાટણ અને બનાસકાંઠા, મહેસાણામાં રાત્રે 10.15 મિનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, આપને જણાવીએ કે, કેન્દ્રબિંદુ પાટણથી 13 કિ.મી. દૂર નોંધાયો છે.
મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા, ખેરાલુ, પાલનપુર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, બહુચરાજી, સતલાસણા, હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ધ્રુજારી અનુભવાઈ છે. હળવદના કોઈબા, ઢવાણા, માલણીયાદ અને આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપ આવ્યો હતો. તો કચ્છના રાપર તાલુકાના નાના રણમાં પણ ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેમાં આડેસર, નાંદા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી અનુસાર, ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગઈકાલે આશરે સવા દસ વાગ્યે પાટણમાં 4.2ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિ.મી.દક્ષિણ પૂર્વમાં નોંધાયું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ અંગેની પૃષ્ટિ કરી છે. આ ભૂકંપના આચકા સમગ્ર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતાં. લોકોના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકા અનુભવાયા હાલ કોઈ જાનહાની થઈ નથી.
