રાજકોટ સહિત અમદાવાદમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા દરોડા
રાજકોટ, તા. 7
છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા હાલ કરચોરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. એટલું જ નહીં જે જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા ત્યાંથી એજન્સીને ઘણી ખરી વસ્તુઓ પણ મળી છે મળતી માહિતી મુજબ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ચાર ફેબ્રુઆરી દરમિયાન પાન મસાલા અને તમાકુના ડીલરો પર તવાઈ બોલાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સંવેદનશીલ ચીજ વસ્તુઓમાં ઇન્વોઈસ વિના તથા ખામીયુક્ત ઇન્વોઇસ અથવા તો યોગ્ય દસ્તાવેજ વિના માલની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા જેના ભાગરૂૂપે અમદાવાદ જિલ્લામાં પાન મસાલા અને તમાકુના પાઉચ વહન કરતાં છ વાહનોને અટકાવવામાં આવ્યા સાથોસાથ રાજકોટમાં પણ આ અંગે દરોડા પાડી ચોકાવનારી વિગતો બહાર આવી હતી.
સ્ટેટ જીએસટી દ્વારા મળતી માહિતી મુજબ આ અંગે અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી અને તે મુજબ માલ તથા દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી હતી.
બીજી તરફ પાન મસાલા અન તમાકુના કુલ 42.12 લાખ બિન હિસાબી પાઉચ મળી આવ્યા હતા જેમાં 255 લાખથી વધુની જીએસટી ચોરી કરી હોવાનો હાલ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સરકારી આવક નું રક્ષણ અને તેની વસૂલાત કરવામાં જે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય તે કરવામાં આવશે તેમજ સંવેદનશીલ ચીજ વસ્તુઓમાં કર ચોરીને રોકવા માટે હાલ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું હાલ આ અંગે હજુ પણ આવનારા દિવસોમાં ઝુંબેશ ચલાવવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
અત્યારે માર્ચ એન્ડિંગ નજીક હોવાના કારણે હાલ જે કરચોળો દ્વારા કરચોરી કરવામાં આવી રહી છે તેના પર આકરી કાર્યવાહી કરવા માટે અધિકારીઓ અને વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે એટલું જ નહીં હાલ આ તમામ બાબતો પર ગંભીરતા પૂર્વક વોચ પણ ગોઠવવામાં આવી છે જેથી કરચોરોને દંડિત કરી શકાય.
ત્યારે જરૂૂરી એ છે કે, જે રીતે જીએસટી ચોરી કરવામાં આવી રહી છે તેવી જ રીતે ઇન્કમટેક્સ વિભાગમાં પણ બેનામી વ્યવહારોનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે વધતા દુષણને ડામવા માટે અત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા હાલ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે અને તેઓને આકરા પગલાં લેવા માટે પણ આદેશ કરાયો છે.
હાલ માર્ચ એન્ડિંગ નજીક હોવાના કારણે બંને વિભાગ દ્વારા જે પગલાં લેવામાં આવશે તે ખરા અર્થમાં જોવાલાયક હશે કારણ કે આવકવેરા વિભાગની સાથો સાથ સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી સંયુક્ત રીતે હવે તમામ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ સહિત અમદાવાદમાં જે પાન મસાલા ના વેપારીઓ પર સ્ટેટ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા તેમાં 42 લાખથી વધુના પાન મસાલા ના પાઉચ પકડી પાડવામાં આવ્યા છે અને સામે અઢી કરોડથી વધુની કરચોરી પણ પકડી પાડવામાં આવી છે હાલ આવનારા દિવસોમાં આ પ્રકારના વહીવટ કરતા વિક્રેતાઓ પર આંકડા પગલાં લેવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
સંબંધિત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટી વિભાગ હોય કે પછી આવકવેરા વિભાગ હોય સંયુક્ત રીતે એક ખાસ યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં બાકી રહેતા દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરાશે અને તે માટેની દરેક સંભવત વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.