શહેરના પી.કે પટેલ, રાજકમલ અકા અને જેની સેલ્સ પર SGSTના દરોડા
રાજ્યવ્યાપી સરચ ઓપરેશનમાં અનેક ખુલાસાઓ થવાની સંભાવના : રાજકોટ દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો વિભાગને હાથ લાગ્યા હોવાની ચર્ચા
રાજકોટ, તા. 27
છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં અને કહી શકાય કે દેશભરમાં સેન્ટ્રલ એજન્સી દ્વારા જે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે તેને જોતા એ વાત તો સ્પષ્ટ છે કે માર્ચ એન્ડિંગને ધ્યાને લઈને હાલ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે દરેક દરોડામાંથી એજન્સીને ખૂબ મોટી સફળતા મળતી હોય છે મહત્વનું એ છે કે આજે જે પ્રશ્નો ઊભો થયો છે જીએસટીમાં તેની પાછળનું સૌથી મોટું કારણ જ એ છે કે જે ડર અને હાવ હોવો જોઈએ તે જોવા મળતો નથી. એટલું જ નહીં સત્ય હકીકત તો એ છે કે આજે કોઈપણ વ્યક્તિને ધંધો કરવો હોય તો જીએસટી નંબર મેળવવો અનિવાર્ય છે પરંતુ આ કિસ્સામાં પણ એનકેન પ્રકારે ગોલમાલ થતી હોવાનું માલુમ પડતા હવે વેપારી પણ પોતાનો આર્થિક વ્યવહાર અને વ્યવસાય અનેકવિધ ગેરરીતિયોથી ચલાવતા હોય છે ત્યારે ગઈકાલે સમગ્ર રાજ્યમાં સ્ટેટ જીએસટી દ્વારા પાન મસાલા ના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને કુલ 22 સ્થળો પર આ સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
જરૂૂરી એ છે કે જીએસટી વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી તેમાં અનેકવિધ ખુલાસાઓ થવાના છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આ પાનના વેપારીઓ દ્વારા એનકેન ઠકારે ખોટા બીલો બનાવી અથવા તો જે વસ્તુનું વેચાણ કરવાનું હોય તેના બદલે અન્ય વસ્તુ ની હેરફેર કરવી તેવા અનેકવિધ કિસ્સાઓ સામે આવે છે અને તેમાં પાન મસાલા ના વેપારીઓની સંડોવણી પણ ખુલી છે ત્યારે ગઈકાલે હાથ ધરાયેલા દરોડામાં સ્ટેજ જીએસટીને ઘણી મોટી સફળતા મળે તેવું હાલ પ્રાથમિક ચિત્ર સામે આવ્યું છે.
રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં GST વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે દરોડા પાડ્યા છે.
રાજ્ય GST વિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતીના આધારે રાજકોટમાં તમાકુમાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં વિવિધ પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GSTવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના મવડી વિસ્તારમાં પી પટેલ એજન્સી, કરણપરામાં રાજકમલ એજન્સી – અલ્કા સેલ્સ – જેનીશ સેલ્સ સહિતની એજન્સીઓમાં GSTવિભાગ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે. જીએસટી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે સ્ટેટ GST વિભાગ અલગ અલગ બ્રાન્ડના પાન મસાલા હોય કે મોબાઈલ હોય કે બિઝનેસ ટુ કસ્ટમર સુધી વેચાણ કરતા વેપારીઓની અલગ અલગ વસ્તુઓ હોય તમામ વેપારીઓ મામલે અને તેમના દ્વારા કરવામાં આવતા આર્થિક વ્યવહારોની વિગતો તપાસવામાં આવે છે અને આવા વેપારીઓની જે બાતમી મળી આવે તેવા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. GST વિભાગની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.