મંદ પડેલી કામગીરીને વેગવંતી બનાવવા હાથ ધરાઈ રહ્યા છે અનેકવિધ આયોજનો : ટાઉન પ્લાનિંગ વિભાગમાં પડેલી અરજીઓનો થોડા સમયમાં જ આવશે નિકાલ
રાજકોટ, તા. 6
કોઈપણ શહેરનો વિકાસ ત્યારે જ શક્ય બને કે જ્યારે સ્થાનિક પ્રશાસન પાસે પૂરતા નાણા ઉપલબ્ધ હોય અને તેનાથી તે તેનો વિકાસ કરી શકતા હોય. હાલની સાંપ્રત પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જરૂૂરી એ છે કે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો ઘણો લાભ સ્થાનિક પ્રશાસનને પણ મળે અને જે મુદ્દા માટે અને જે વિચાર માટે સ્થાનિક તંત્ર કામ કરતું હોય તેનાથી લોકોને પણ ઘણો ફાયદો થાય. હાલ સૂચિત એટલે કે ડ્રાફ્ટ બજેટમાં વેરો જે લાગુ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી અને જે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો તેને જોતા ક્યાંકને ક્યાંક વિરોધ ઉઠી રહ્યો છે પરંતુ આ અંગે મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી ખર્ચ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિકાસ શક્ય નથી અને વિકાસ ત્યારે જ શક્ય થાય કે જ્યારે યોગ્ય માત્રામાં ખર્ચ કરવામાં આવતો હોય અને તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવતું હોય.
અન્ય મહાનગરપાલિકાની સરખામણીમાં રાજકોટ મનપા નો જે વેરો છે તે ઘણો ખરો ઓછો છે. ત્યારે આપણે એટલે કે સ્થાનિક પ્રશાસન કઈ રીતે વિકાસની હરણફાળ ભરી શકીએ. વિકાસ માટે જરૂૂરી છે યોગ્ય ખર્ચ કરવો અને તે માટે હાલ તમામ પ્રયત્નો રાજકોટ મહાનગરપાલિકા હાથ ધરશે અને તે મુજબની કામગીરી પણ કરશે. હાલ ડ્રાફ્ટ બજેટમાં જે સુજાવ આપવામાં આવ્યો છે જો સત્તા પક્ષ તેની અમલવારી કરશે તો ખરા અર્થમાં રાજકોટને ઘણો ફાયદો પહોંચે અને જો તેમાં કોઈ સુધારા વધારા કરવામાં આવશે તો પણ રાજકોટ નું સંચાલન યોગ્ય રીતે જ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.. મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું હતું કે વિકાસ જ્યારે પુષ્પની જેમ ખીલે તો જ ખરો વિકાસ કહેવાય અને તે માટે દરેક સંભવત પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે અત્યારે મહાનગરપાલિકા ની કામગીરીને ઘણી ખરી અસર અગ્નિકાંડની ઘટના બાદ પહોંચી છે પરંતુ હાલની સ્થિતિએ અત્યારે જે કામગીરી છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. હાલ મહાનગરપાલિકા પાસે ફ્લાવર બેડ નો જે પ્રશ્ન છે તે માથાના દુખાવા સમાન છે. આ અંગે મ્યુનિ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ અંગે હાલ કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં તેની હકારાત્મક અસર પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળશે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે હાલ કાયદામાં છે જોગવાઈ કરવામાં આવી છે તેને ધ્યાને લઈને જ અત્યારે પગલાં ભરવામાં આવશે પરંતુ એ વાત પણ સાચી છે કે જ્યારે શહેરનો વિકાસ કરવો હોય તો જે સ્થિતિ છે તેને રૂૂંધી નાખવામાં ન આવે તે પણ એટલું જ જરૂૂરી છે દરેક પ્રશ્નના નિવારણ લાવવા માટે કોઈકને કોઈ વૈકલ્પિક રસ્તો હોય જ છે. જે માટે મહાનગરપાલિકા તૈયાર છે.
વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે રાજકોટના વિકાસ માટે ઘણા ખરા રસ્તા તેમની પાસે છે પરંતુ જરૂૂરી એ છે કે જો વેરો વધારવાથી એટલે કે મહાનગરપાલિકાને આવક થાય તેમાંથી જ જો ખર્ચ કરવામાં આવે તો તે લાંબા ગાળા સુધી રહી શકે છે પરંતુ આ અંગે જો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવે અને સત્તાધીશ પક્ષને લાગે કે વેરો વધારવો અયોગ્ય છે તો તે દિશામાં પણ મહાનગરપાલિકા વિકાસ ની હરણફાળ ભરવા માટેના આયોજન હાથ ધરશે. તેઓએ જણાવ્યું કે આ માટે જો મહાનગરપાલિકા લોન લઈએ તો વિકાસ તો શક્ય બનશે જ પરંતુ તેની ભવિષ્યની અસર છેવાળાના માનવી અને યુવા પેઢી ઉપર પડશે કારણકે લોન ચૂકવવા માટે યુવા પેઢી એ વ્યાજ પણ ભરવાનું થાય જે ખરા અર્થમાં શહેરના વિકાસ માટે યોગ્ય નથી ત્યારે સત્તા પક્ષ એટલે કે ચૂંટાયેલી પાક આ અંગે યોગ્ય નિર્ણય લઈએ તે ખૂબ જરૂૂરી છે અને આ ભવિષ્યના આયોજનને ધ્યાને લઈને જ નિર્ણય લેવામાં આવ્યો છે.
સેટેલાઈટ પ્લાનની ઈમેજ આવી છે મંગાવવામાં
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આવતાની સાથે જ અનેકવિધ હકારાત્મક અભિગમ દાખવીને પગલાંઓ લીધા છે જેમાં હાલ જે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે તે એ છે કે કમ્પલેશનને લઈને હાલ રીયલ એસ્ટેટ લોબીમાં ઘણા ખરા મતભેદો અને પ્રશ્નો ઊભા થયા છે તેને ઝડપભેર ઉકેલવા માટે હાલ સેટેલાઈટ પ્લાનની ઈમેજ દરેક પ્રોજેક્ટ ની મંગાવવામાં આવી રહી છે અને આ પ્રયત્ન જો સાર્થક નિવડશે તો ગણતરીના દિવસોમાં જ તમામ પ્રશ્નનું ત્વરિત નિવારણ આવી જશે જે માટે હાલ એક વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.