તાલુકા પ્રમુખ માટે 40 વર્ષ અને જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની ઉંમરની મર્યાદા
30 નવેમ્બર સુધી કમિટી બનાવવા અને આગામી દિવસોમાં મંડળની રચના કરવા મંત્રણા
રાજકોટ, તા. 27
કમલમ ગાંધીનગર ખાતે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં સંગઠન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે એટલું જ નહીં આ સાથે ભાજપે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા નક્કી કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. કમલમ ખાતે જે બેઠક મળી તેમાં નવા સંગઠનને લઈ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે વર્ચ્યુઅલી દિલ્હીના ભાજપ નેતા પણ જોડાયા હતા. સાથોસાથ બેઠકમાં તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ અને જિલ્લા પ્રમુખ બનવા માટે 60 વર્ષની ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી હોવાનું હાલ ચર્ચા રહ્યું છે એટલું જ નહીં 30 નવેમ્બર સુધી કમિટી બનાવવા અને આગામી દિવસોમાં મંડળની રચના કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની પાછળનું કારણ શું છે.
આગામી ચૂંટણીઓને ધ્યાને લઈને ભાજપ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂૂપસિંહની જીત બાદ કમુરતા પહેલા સંગઠનની રચના પૂર્ણ કરવાની દિશામાં હાલ કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે ત્યારે પાલિકા ની સાથો સાથ પંચાયતની ચૂંટણી પૂર્વે નવા પ્રમુખને કમાન સોંપવાની તજવીજ પણ શરૂૂ થઈ ચૂકી છે. મળતી માહિતી મુજબ હાલ પ્રદેશ પ્રમુખ માટે અનેક નામ સામે આવ્યા છે પરંતુ ભાજપની વિચારસરણી અને કામ કરવાની જે પદ્ધતિ છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે પ્રદેશ પ્રમુખ માં પણ સસ્પેન્સ અકબંધ જ રહેશે અને કોઈએ કલ્પના ન કરી હોય તે જ વ્યક્તિ આ મહત્વની જવાબદારી સંભાળશે.
રાજકીય તજજ્ઞોનું માનવું છે કે પ્રદેશ અધ્યક્ષ ના નામનો અંદાજો લગાવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે જે ચહેરાનું નામ હોય તેને કોઈ દિવસ મૂકવામાં આવતા નથી અને ભૂતકાળમાં મુખ્યમંત્રી તરીકે અથવા તો પ્રદેશ પ્રમુખ તરીકે જે નામો ચર્ચામાં હતા તેના બદલે અન્ય ચહેરાને જ મુકવામાં આવ્યા છે ત્યારે આ વખતે પણ આવું થાય તો નવાઈ નહીં.
