ભક્તિનગર પોલીસ અને માલવીયાનગર પોલીસે વોરન્ટ બજવણી કરી
રાજકોટ: અલગ અલગ પ્રકારની ગુનાખોરી આચરતાં શખ્સોને પોલીસ કમિશનર દ્વારા સમયાંતરે પાસા હેઠળ જેલમાં ધકેલી દે છે. આવા વધુ બે શખ્સને પાસાની સફરે રવાના કરી દેવામાં આવ્યા છે. આ બંને ચોરીઓના ગુનામાં સંડોવાયેલા હતાં. એક વોરન્ટની બજવણી ભક્તિનગર પોલીસ અને બીજા વોરન્ટની બજવણી માલવીયાનગર પોલીસે કરી છે.
વિગતો જોઇએ તો લોહાનગર મફતીયાપરા જૈન ચાલ પાછળ રામાપીરના મંદિર પાસે રહેતાં તેમજ હાલ નાણાવટી ચોક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં શની શંકરભાઇ વરગોડીયને ભાવનગર જેલમાં ધકેલી દેવાયો છે. જ્યારે મુળ અમદાવાદ કુબેરનગર છારાનગરમાં રહેતાં ચંદ્રકાંત ઉર્ફ સોનુ જેન્તીભાઇ પરમારને પણ ભાવનગર જીલ્લા જેલમાં ધકેલી દેવાયો છે. શની વિરૂધ્ધ ગાંધીગ્રામ અને ભક્તિનગર પોલીસમાં ચોરીઓના ત્રણ ગુના દાખલ થયા હતાં. જ્યારે ચંદ્રકાંત ઉર્ફ સોનુ વિરૂધ્ધ માલવીયાનગરમાં બે તથા આજીડેમમાં એક મળી ત્રણ ચોરીના ગુના દાખલ થયા હતાં.
જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. વી. જાદવની સુચના અંતર્ગત દરખાસ્ત તૈયાર કરવામાં આવતાં મંજુર થઇ હતી. ભક્તિનગરના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા, માલવીયાનગરના પીઆઇ જીજ્ઞેશ આર. દેસાઇ, પીએસઆઇ એમ. એન. વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, ભરતભાઇ મારકણા, હેડકોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા, પ્રભાતભાઇ મૈયડ, કોન્સ. નિખીલભાઇ પીરોજીયા, અરજણભાઇ પરમાર, હોમગાર્ડ હાર્દિક પીપળીયા તેમજ માલવીયાનગર પીએસઆઇ ડી. એસ. ગજેરા, હેડકોન્સ. મહેશભાઇ રૂદાતલા, શૈલેષભાઇ ખીહડીયા, દિનેશભાઇ બગડા, મનિષભાઇ સોઢીયા, પીસીબીના રાજુભાઇ દહેકવાલ અને ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્ટ બજવણી કરી બંનેને જેલભેગા કર્યા હતાં.