બોગસ દસ્તાવેજ કૌભાંડમાં અભિલેખાગાર કચેરીનો નિવૃત્ત કર્મચારી આવ્યો સાણસામાં

વર્ષ 2012 માં નિવૃત્ત થયેલ કર્મચારી પકડાય તો અનેકવિધ રહસ્યો આવી શકે છે બહાર : આરોપીઓ બે બે લાખ રૂપિયા માં નકલી રાજાશાહીના લેખ બનાવી આપતા

રાજકોટ અભિલેખાગાર કચેરીમાં રાજાશાહી વખતના અનેકવિધ લેખો એમનેમ : આ સમગ્ર કૌભાંડ પાછળનો માસ્ટર માઈન્ડ કોણ તે હજુ સુધી નથી આવ્યું સામે

રાજકોટ, તા. 15
રાજકોટ છેલ્લા ઘણા સમયથી એ હૃદય ચર્ચામાં છે કે જેનો કોઈ તાગ નથી ટીઆરપી અગ્નિકાંડ બાદ અનેક એવી ઘટના બની કે જેનાથી સમગ્ર દેશમાં રાજકોટ ટોક ઓફ ધ ટાઉન બન્યું હોય ત્યારે ફરી એક વખત રાજકોટમાં સરકારી જમીનમાં નોંધ અંગેનો કૌભાંડ સામે આવ્યું છે જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી છે એટલું જ નહીં આ કિસ્સામાં અન્ય માહિતી મળે તે માટે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજકોટની સબ રજીસ્ટર કચેરીના બે ઓપરેટર અને એક વકીલ 17 બોગસ દસ્તાવેજ બનાવી કૌભાંડ કર્યાની વાત સામે આવી છે પરંતુ આ કરવામાં જેને મદદ કરી હોય તે અભિલેખાગાર કચેરીનો નિવૃત્ત કર્મચારી છે સહકારથી જ આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું હાલ આરોપી પોલીસ ગીરફથી દૂર છે પરંતુ તંત્ર ઝડપથી તેની ધરપકડ કરે તો અનેક ચોંકાવનારી વિગતો હજુ પણ બહાર આવી શકે છે. સંબંધિત વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 300 થી વધુ નકલી લેખ બનાવ્યા હોવાની પણ ચોકાવનારી વિગતો બહાર આવી છે. નુર મામદ દલ નામના વ્યક્તિએ કે જે અભિલેખાગાર કચેરીમાં ફરજ બજાવતા તેમના દ્વારા આચરવામાં આવ્યું હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા 15 મહિનાથી મહેસુલ અધિકારીઓના નાક નીચે કોઈપણ માહિતી વગર ચાલતા નકલી વેચાણ ડીડ રેકેટમાં રાજકોટ પોલીસે અનેક ખુલાસા કર્યા છે. મુખ્ય આરોપી જયદીપ ઝાલા અને તેના બે સહયોગીઓ સરકારી રેકોર્ડમાં સરકારી કચેરીઓમાં નોંધાયેલી જૂની મિલકતોની હસ્તલિખિત વેચાણ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો ભૂંસી નાખતા હતા. તેઓ નકલી વેચાણ દસ્તાવેજો બનાવી સરકારી રેકોર્ડમાં અપલોડ કરતા હતા. પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ભાર્ગવ ઝંકટે જણાવ્યું હતું કે, આરોપીઓ 1972 પહેલા નોંધાયેલા દસ્તાવેજો સાથે છેડછાડ કરતા હતા. તેઓ 1972 પછી વેચાયેલી મિલકતોને નિશાન બનાવતા હતા કારણ કે તેમના માલિક કાં તો મૃત્યુ પામ્યા છે અથવા વિદેશમાં રહે છે.
પોલીસે સર્વેની 17 જમીનો જપ્ત કરી છે કોઠારિયા, રૈયા, મગરવાડા અને રાજકોટ તાલુકાની સંખ્યા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) જગદીશ બંગરવાએ જણાવ્યું હતું કે, “આરોપીઓ અસલ દસ્તાવેજોના આધારે નકલી જમીન માલિકીના દસ્તાવેજો તૈયાર કરતા હતા. તેઓએ દસ્તાવેજ નંબર અને નોંધણીની તારીખ એક જ રાખી, પરંતુ મિલકતના માલિકનું નામ બદલી નાખ્યું. તેઓએ રજીસ્ટર ઓફિસની જ સીલ જાળવવા માટે ફોટોશોપનો ઉપયોગ કર્યો હતો.” પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ એક ભૂલ કરી હતી, જેના કારણે આ કૌભાંડ થયું હતું. “જ્યારે તેઓએ મગરવાડા વિસ્તારમાં એક મિલકતની અસલ નોંધણી કાઢી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યાં હતા, તેઓએ આકસ્મિક રીતે બીજી ફાઇલ કાઢી નાખી, અને આ કાઢી નાખવાની આંતરિક તપાસ હાથ ધરવામાં આવી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન આ રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસ અન્ય બે આરોપીઓને શોધી રહી છે: હર્ષ સાહેલિયા ઉર્ફે હર્ષ સોની, જે ભૂતપૂર્વ ડેટા એન્ટ્રી ઓપરેટર છે અને કિશન ચાવડા, જે વકીલ છે.
રાજકોટમાં માત્ર મહુડી નહીં રૈયા, મોટા માવા અને નાના માવા સહિતની સરકારી જમીનમાં ઘણાખરા અંશે ખોટું થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે ત્યારે આ જમીન કૌભાંડમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજ્યમાં સૌથી મોટું હોવાનું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. બે બે લાખ રૂૂપિયામાં નકલી રાજાશાહીના લેખ બનાવી સબ રજિસ્ટર અને મામલતદાર કચેરીમાં નોંધ પણ પડાવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે જમીન કૌભાંડમાં માત્ર એક કચેરી નહીં પરંતુ ત્રણ સરકારી કચેરીના કર્મચારીઓની સાઠગાંઠ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નૂર મામાદે વર્ષ 2001 થી 2022 સુધી નકલી લેખ તૈયાર કર્યા હતા તેની ચોક આવનારી વિગતો હાલ બહાર આવી રહી છે ત્યારે તંત્રનું માનવું છે કે જો આ વ્યક્તિને પકડી પાડવામાં આવે તો અનેક નવા ધડાકા થઈ શકે છે અને આ કરાવવા પાછળ કોણ હતું તેનો પણ ભાંડો ફૂટી શકે છે પરંતુ હજી સુધી પોલીસ આ વ્યક્તિની ધરપકડ કરી શકી નથી.


બોગસ લેખમાં અનેક વિસંગતતાઓ
હાલ જે વિગત મળી રહી છે તે મુજબ બોગસ લેખમાં પણ ઘણી ઘણી ભૂલો થયો હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા છે પરિણામ સ્વરૂૂપે જ સરકારી લેખમાં ક્યાંક ને ક્યાંક ગોટાળો કરવામાં આવ્યો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે રૈયા રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સમાં સરકારી કચેરી પણ શરૂૂ કરી હોવાનાની વિગતો બહાર આવી હતી ત્યારે અભિલેખાગાર કચેરીની જેમ જ આ નકલી કચેરીમાં કોઈ પણ સરકારી જમીનમાં રાજાશાહીના લેખ તૈયાર કરવામાં આવતા હતા ત્યારે આ કરવા પાછળનો માસ્ટરમાઈન્ડ કોણ છે તેનો તાગ હજી સુધી તંત્ર મેળવી શક્યું નથી પરંતુ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ લેખ બનાવવા માટે અભિલેખાગાર કચેરીનો નિવૃત્ત ક્લર્ક કે જે 2012 માં રિટાયર્ડ થયો તે લેખ બનાવી આપતો હતો.


અભિલેખાગાર કચેરીનો નિવૃત્ત ક્લાર્ક પકડાઈ તો સાચો માસ્ટરમાઈન્ડ આવી શકે બહાર
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કચેરીનો નિવૃત્ત ક્લાર્ક પકડાય તો સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ સામે આવી શકે છે ત્યારે હાલ પોલીસે તમ પોતાના ચક્રો ગતિમાન કર્યા છે અને આ નિવૃત ક્લાર્કને પકડવા માટેની તજવીજ પણ હાથ ધરી છે. વર્ષો જુના લેખમાં છેતરપિંડી હાજરી સમગ્ર કૌભાંડ પાર પાડવામાં આવ્યું હતું. હાલ મળતી માહિતી મુજબ અભિલેખાગાર કચેરી પણ એ હદે ચર્ચામાં આવી નથી કારણ કે અહીં મહત્તમ વિભાગને તેનું કામ પડતું ન હોય અને આ જગ્યા માત્ર રાજાશાહી વખતના લેખો જ રાખવામાં આવ્યા છે સાથોસાથ ત્રણ જિલ્લાનું કામ રાજકોટની અભિલેખાગાર કચેરીથી જ પૂર્ણ થાય છે જેથી આ કચેરી માં અન્ય કૌભાંડો આચારવામાં આવ્યા હોય તેવું પણ હાલ સામે આવી રહ્યું છે.


અપૂરતા મહેકમથી ચાલે છે અભિલેખાગાર કચેરી
હાલ જે કૌભાંડ આચરવામાં આવ્યું તેમાં રાજકોટની અભિરેખાગાર કચેરીનો ક્યાંકને ક્યાંક સંડોવણી ખુલી છે ત્યારે મહત્વનું એ છે કે અપૂરતા મહેકમથી ચાલતા આ કચેરીમાં મહદંશે કોઈ હાજર રહેતું નથી ત્યારે લેખની સાથે કોઈપણ પ્રકારે છેડછાડ થઈ શકે તેમાં શંકાને સ્થાન નથી અને જે વ્યક્તિ દ્વારા આ કોભાંડ આચારવામાં આવ્યું છે તે પણ નિવૃત ક્લાર્ક હોવાનો સામે આવતા એવા સ્પષ્ટ થઈ ચૂકી છે કે તમામ લેખની જવાબદારી તેની પાસે જ હતી અને તેના સાથ અને સહકારથી જ આ સમગ્ર લેખમાં ક્યાંક ને ક્યાંક છેતરપિંડી અને કૌભાંડ આચરવામાં આવ્યું છે જો આ વ્યક્તિ પોલીસના હાથે ઝડપાય તો હજુ પણ ઘણા રહસ્યો બહાર આવી શકે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ અંગે કઈ રીતે તપાસ હાથ ધરે છે કારણ કે હજુ સુધી પોલીસના હાથમાં જે વ્યક્તિ કામ કરતા તે ઝડપાયા છે પરંતુ કોણ કરાવતું એ હજુ સુધી સામે આવ્યું નથી જે અત્યારે એક ચર્ચાનો વિષય બન્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:35 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech