તારીખ 14, 15 અને 16 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં : ભુપેન્દ્ર યાદવ પણ જોડાશે, રાજકીય ગતિવિધિમાં અનેક તર્ક વિતર્ક
રાજકોટ તા. 8
સમગ્ર રાજ્યમાં ભાજપ શહેર અને જિલ્લાના પ્રમુખોની નિયુક્તિને લઈ સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે સમાચાર સામે આવે છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તારીખ 14, 15 અને 16 ના રોજ ગુજરાત આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે ત્યારે તેમની સાથો સાથ ભાજપના પ્રભારી રહેલા ભુપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. હાલ જે બેઠક ભારે ચર્ચાસ્પદ હોય તેમાં ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ નિર્ણય લઈએ તેવું પણ તજજ્ઞ જણાવી રહ્યા છે. હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન ના કાર્યોની ચર્ચા વિચારણા થશે અને જરૂૂરી સુજાવ પણ આપવામાં આવશે તો નવાઈ નહીં.
ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ ની નિયુક્તિ પર દરેકની મીટ છે ત્યારે ભુપેન્દ્ર યાદવ અને અમિત શાહ ગુજરાત આવતાં જ રાજકારણમાં ગતિવિધિઓ તીવ્ર બની છે હાલ શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈને ગઈકાલથી જ દિલ્હીમાં બેઠકો શરૂૂ થઈ ચૂકી હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે. આ બેઠકમાં સંગઠનના મહામંત્રી રત્નાકારજી સહિત ચૂંટણી ઇન્ચાર્જ ઉદયકાનગઢ અને ઉપપ્રમુખ રજનીભાઈ પટેલ હાલ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે એટલું જ નહીં પ્રમુખ સી.આર પાટીલ પણ આ બેઠકમાં હાજર રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. હાલ જે ગતિવિધિઓ ચાલી રહી છે તેને ધ્યાને લઈ આવતા બે દિવસની અંદર પાટનગર દિલ્હીમાં જ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવે તો નવાઈ નહીં ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ની સાથો સાથ પક્ષના શહેર અને જિલ્લાના પ્રમુખો ની પણ નિમણૂક કરવામાં આવશે જેથી યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે.
રાજકીય તજજ્ઞોના જણાવ્યા અનુસાર એક કે બે દિવસની અંદર જ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ નું નામ જાહેર કરી દેવામાં આવે તેવું હાલ ચર્ચા રહ્યું છે. મહાનગરોમાં પક્ષના પ્રમુખને રીપીટ કરવા કે કેમ તે અંગે હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન ગુજરાતમાં આવતા જ રાજકીય ગતિવિધિઓ તે જ થઈ છે અને સંક્રાત બાદ ત્વરિત આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો પણ નવાઈ નહીં કારણકે સમગ્ર રાજ્યમાં રાજકોટ અત્યારે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાનની સાથો સાથ ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.