ભેજાબાજ સાયબર માફિયાઓને રાજકોટનો જાગૃત નાગરિક ભારે પડયો

સાયબર ફ્રોડમાં નવી મોડેસ ઓપરેન્ડી `ડિજિટલ એરેસ્ટ’

ડિજિટલ એરેસ્ટનો નવો કિમયો : ચેતજો આવો કોઈ કાયદો જ નથી રાજકોટના યુવાને સાયબર ફ્રોડ આચરતા ગઠિયાઓને ખુલ્લા પાડ્યા

મહારાષ્ટ્રના નવાબ મલિકના 800 કરોડના કૌભાંડમાં તમારા બેન્ક એકાઉન્ટ લિંક છે કહી દોઢ કલાક સુધી જાળમાં ફસાવવા કોશિશ કરી

રાજકોટ મિરર તા. 26

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં સાયબર ફ્રોડ અભિશ્રાપ છે. સાયબર ફ્રોડના અવારનવાર ભોગ બનનારાઓના કિસ્સા સામે આવતા હોય છે.છાસવારે પ્રકાશમાં આવતા સાયબર ફ્રોડના કેસમાં ભોગ બનનાર લોકો ફ્રોડ આચરતા ભેજાબાજના મોડેસ ઓપરેન્ડીમાં આવી જતા હોય છે.હર વખત સાયબર ફ્રોડ આચરતા ગુનેગારો નવા નવા કિમિયાનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે.છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચર્ચાતો કોઈ મુદ્દો હોય તો એ છે.ડિજિટલ એરેસ્ટ. દેશભરમાં હાલ ડિજિટલ એરેસ્ટ કરી અનેક લોકોને ઠગતાં સાયબર માફિયાઓ સક્રિય થયા છે.ત્યારે તાજેતરમાં જ અમદાવાદ સાયબર ક્રાઈમે દેશભરમાં ડિજિટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ડિજિટલ એરેસ્ટમાં અત્યાર સુધી લોકોને લોભ, લાલચ અને ડરાવીને પૈસા પડાવવામાં આવતા હતા.ડિજિટલ એરેસ્ટમાં નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી સાયબર ગઠિયાઓએ અસંખ્ય લોકો સાથે ઠગાઈ આચરી છે જો કે રાજકોટનો એક યુવાન આ સાયબર ગઠિયાઓ પર ભારી પડ્યો છે અને તેમને પોતે સતત દોઢ કલાક સુધી આ ચીટર ટોળકીને ખોટી વાતોમાં હા એ હા કરી સતત વ્યસ્ત રાખ્યા અને અંતે સાયબર માફિયાઓને હંફાવી હું તમારી જાળમાં નહિ ફસાવ તમાર ફ્રોડ કરવા માંગો છો પણ મેં તમૌર સ્ટિંગ ઓપરેશન કરી લીધું છે.તેવી જાણ કરતા જ ફોન કટ કરી દીધો હતો. એટલે અહીંયા સંદેશો એ જ આપવાનો કે ડિજિટલ એરેસ્ટ નામે કોઈ કાયદો નથી માટે કોઈ ડરાવે કે ફસાવે તો ડરવું કે ફસાવવું નહીં અને અજાણ્યા કોઈ પણ લોકો સાથે તમારી પર્સનલ માહિતી શેર ન કરવી. રાજકોટના યુવાન વિજય ગજેરાએ સાયબર ગઠિયાઓને ખુલ્લા પાડ્યા આ માહિતી જનજાગૃતિ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવા રાજકોટ મિરર સાથે વિજય ગજેરા એ ખાસ વાતચીત કરી સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.રાજકોટનો આ સાયબ્ાર ફ્રોડનો સંપૂર્ણ કિસ્સો જાગૃતિ ફેલાવાના ભાગરૂપે લોકો સમક્ષ રાજકોટ મિરરએ વિશેષ અહેવાલ તરીકે રજૂ કરી મૂક્યો છે.

વિજય ગજેરાએ વગર ડરે સાયબર માફિયાઓનો પરદાફાશ કર્યો

માનસિક રીતે તમને દબાણ કરી તમારા મગજ પર સંતુલન મેળવી ખુબ દ્રવી દેતા હોય છે.અને આ પછી તેઓ સીધું બેન્ક એકાઉન્ટ વીશે પુછપરછ કરી ઓનલાઇન કેટલી એપ્લિકેશન ઉપયોગ કરો છો.? કેટલા બેન્ક એકાઉન્ટ છે.? વગેરે માહિત મેળવી બાદમાં હાલ તમે રૂપિયા જમા કરાવી દયો પછી જો તમારી સંડોવણી નહીં ખુલે તો તમને રૂપિયા ઊઉ તરફથી પરત પણ મળી જશે અને સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવશે. જો કે મેં ઓનલાઇન કશું ઉપયોગ નથી કરતો તેવું કહેતા તેઓએ મને સ્ક્રીન શેર કરવા કહ્યું હતું ઘણા લોકો સ્ક્રીન પણ શેર કરી દેતા હોય છે જે ન કરવી જોઈએ તેનાથી જ તમારી માહિતી એ જાણી શકે છે અને નાણાકીય ફ્રોડ આચરી શકે છે. મને સ્ક્રીન શેર કરવાનું કહેતા મેં એને કહ્યું હતું કે તાં બધું જ મેં રેકોર્ડિંગ કરી દીધું સી એટલે તુરંત તેને ફોન કટ કરી દીધો હતો.

બોધ પાઠ : સાવચેત અને સતર્ક રહેવું

આ બધા વચ્ચે શીખ એક જ વાતની છે કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.આવા કોઈ પણ ફોન કોલ આવે તો તેને ઇગ્નોર કરવા અથવા તો બેન્કની કોઈ ડિટેઇલ અથવા પર્સનલ તમારી કોઈ ડિટેઇલ શેર ન કરવી જોઈએ. ડિજિટલ એરેસ્ટ નામનો કોઈ કાયદો નથી આવું કહેતા હોય તે ફ્રોડ જ હોય છે.

તમારી સતર્કતા ફ્રોડનો ભોગ
બનતા અટકાવી શકે : વિજય ગજેરા

રાજકોટના યુવાન વિજય ગજેરાએ જણાવ્યું હતું કે, હાલમાં ડિજિટલ એરેસ્ટ નામે સાયબર માફિયાઓ એક્ટિવ થયા છે અને લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવી રહ્યા છે. મારી સાથે પણ રૂપિયા પડાવવા માટે કોશિશ કરવાં આવી રહી હતી પરંતુ તેમાં તેઓને સફળતા મળી શકી ન હતી. મને કોલ આવ્યો ત્યારે મેં સામેની વ્યક્તિએ જેમ કહ્યું તે તમામ વાત માની જેવું કહ્યું તેવું કર્યું હતું. તેઓ શું શું વાતચીત કરે છે.? શું લાલચ આપે છે.? ક્યારે કેવી રીતે ડરાવે છે.? ક્યારે દબાવે કે ધમકાવે.? ફાઇનાન્સિયલ માહિતી કેવી રીતે મેળવે છે.? આ બધું જ જાણવા માટે મેં એ લોકોના કોલનું એક વિડીયો રેકોર્ડિંગ સાથે સ્ટિંગ ઓપરેશન કરી દીધું હતું.મને પ્રથમ ફોન કરી એવું કહેવામાં આવ્યું હતું કે, તમારા ફોનનું સિમ કાર્ડ ત્રણ થી ચાલ કલાકમાં બંધ થઇ જશે જો તમે અમારા ચાલુ રાખવું હોય તો આ એક્ઝિક્યુટિવ સાથે વાત કરવા 9 દબાવો એટલે મેં 9 નંબર દબાવી તો સામે એક વ્યક્તિએ ફોનમાં વાત કરવાની શરૂઆત કરી હતી. સામેથી મને એવું કહેવામાં આવ્યું કે, મહારાષ્ટ્રના નવાબ મલિકના 800 કરોડના કૌભાંડમાં તમારા બેન્ક એકાઉન્ટ લિંક છે, તમારા આધારકાર્ડ મારફત 3 બેન્ક એકાઉન્ટ ઓપરેટ થયા છે. એટલે મેં એવું કશું કર્યું નથી કહેતા સામે એમ કહેવામાં આવે છે કે આ માટે તમારે રૂબરૂ નિવેદન આપવા આવવું પડશે અથવા જો આવવા ન માંગતા હોય તો વિડીયો કોલ કરી નિવેદન લખાવી શકો છો. આ પછી મેં વિડીયો કોલમાં નિવેદન લખાવવાનું કહેતા તેઓએ મને વિડીયો કોલ કર્યો હતો.  મને ખબર હતી આ ફ્રોડ કોલ છે એટલે મેં વિડીયો કોલ શરૂ કરતા પહેલા રેકોર્ડિંગ કરી દેવા વિચાર કરી રેકોર્ડિંગ કરી ત્યારબાદ વિડીયો કોલ રિસીવ કર્યો હતો જેમાં સામે ખાખી વર્ધીમાં એક વ્યક્તિ ટેબલ ખુરશી પર બ્ોથેલ હતો અને કોઈ અધિકારી હોય તેવો દેખાવ હતો એટલું જ નહિ પાછળ અને આસપાસનું બેકગ્રાઉન્ડ પણ પોલીસ સ્ટેશન જેવું જ હતું જેથી કોઈને પણ શંકા ન જાય. આ લોકો વિડીયો કોલ શરૂ કરી આસપાસ ઉપર નીચે આજુ બાજુ કશું છે નહિ ને તમે એકલા છો એવું સાબિત કરવા મોબાઈલ માં જગ્યા ચેક કરતા હોય છે. અને પછી તેઓ સામે વાતચીત કરે છે. શરૂઆતમાં ખુબ્ા સારી રીતે નિવેદન લેવાતું હોય તેમ પુછપરછ કરે છે અને વચ્ચે વચ્ચે વોકીટોકી મારફત અન્ય કોઈ સાથે વાત કરતા રહે છે.જેમાં સામે વાળી વ્યક્તિ કહે છે તેમની સામે એરેસ્ટ વોરંટ છે તેમનું નામ આ કેસમાં ખુલેલ છે. પછી ફરી વચ્ચે વચ્ચે ટોન ચેન્જ થઇ જાય અને ઉચ્ચ અવાજે વાત કરે છે. આ પછી એરેસ્ટ માટે ધમકી આપી ઊઉ, ઈઇઈં, જેવી સેન્ટ્રલ એજન્સીના નામે ધરપકડ ની ધમકી આપી તેમના ફેક લેટર પણ વોટ્સએપમાં ચાલુ ફોન દરમિયાન મોકલતા હોય છે. જો કે આમાં એવું હતું કે ઊઉ અને ઈઇઈં તેમજ અન્ય એક એજન્સીનું નામ એક સાથે હતું આવું કોઈ દિવસ બની ન શકે કે ત્રણ ત્રણ એજન્સીના લેટર એકમાં આવે અને એક લેટરમાં ત્રણ સિમ્બ્ાોલ સાથે હોય આ ફેક(ખોટા) લેટરની નિશાની છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:36 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech