મનપાની બોક્સ ક્રિકેટ યોજના ‘આઉટ’

49 દરખાસ્ત પૈકી એક દરખાસ્ત નામંજૂર જ્યારે એક દરખાસ્ત પર થશે રિટેન્ડરિંગ : 13.80 કરોડના વિકાસકામોને મળી મંજૂરી

રાજકોટ, તા. 30

રાજકોટ મહાનગરપાલિકા ખાતે ગઈકાલે ખાસ સ્ટેન્ડિંગ બેઠક મળી હતી જેમાં 13 કરોડ થી વધુ ના વિકાસ કામોને બહાલી આપવા આવી હતી. ગઈકાલે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 49 દરખાસ્તો રજૂ કરાઈ હતી જેમાંથી એક દરખાસ્ત અને નામંજૂર અને એક દરખાસ્ત માં ફરી રિટેન્ડર કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટેનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ રાજકોટમાં દિન પ્રતિદિન ક્રિકેટનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે અને જે રીતે બોક્સ ક્રિકેટ ક્ધસેપ્ટ હાલ નવયુવાનોમાં સૌથી વધુ ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તે મુદ્દે મહાનગરપાલિકા દ્વારા ઉપલાકાંઠા વિસ્તાર એટલે કે અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ ત્યારબાદ સત્ય સાહેબ હોસ્પિટલ અને રેસકોર્સ ગ્રાઉન્ડ મહિલા ગાર્ડન પાસે મહાનગરપાલિકા દ્વારા બોક્સ ક્રિકેટ ઊભું કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિક માંગ અને વિરોધ વચ્ચે ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં આ યોજનાને જ બંધ કરી દેવામાં આવી છે જેનો મતલબ એ થાય છે કે હવે મહાનગરપાલિકા એક પણ બોક્સ ક્રિકેટ નહીં બનાવે. મળતી માહિતી મુજબ ભવિષ્યમાં આ અંગે પણ હવે મહાનગરપાલિકા કોઈ વિચાર નહીં કરે કારણ કે સ્થાનિક લોકોનો વિરોધ એટલી હદે લઈ ઉઠવા પામ્યો છે જે બાદ ગઈકાલની સ્ટેન્ડિંગ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો અને નક્કી કરાયું કે હવે મહાનગરપાલિકા બોક્સ ક્રિકેટ ઊભું નહીં કરે.

ખરા અર્થમાં બોક્સ ક્રિકેટ ઊભું ન કરવા પાછળ શું મહત્વપૂર્ણ પરિબળો છે તેનો કોઈ અંદાજો હજુ સુધી આવ્યો નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે રાજકોટ મહાનગરપાલિકા હવે આ દિશામાં કંઈ વિચારવા માંગતું નથી કારણ કે આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે ત્યારે લોકોનો રોષ સત્તાધિશો માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે જે વાતની ગંભીરતાને ધ્યાને લઈને જ આ સમગ્ર અભિયાનને પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ સમગ્ર રાજકોટ શહેરમાં જે મુખ્ય માર્ગો પર સ્પીડબેકર આવેલા છે તે થર્મોપ્લાસ્ટ થી બનાવવા માટે દોઢ વર્ષ પહેલા રજૂઆત આવેલી હતી અને તે મુજબનું ટેન્ડર પણ કરવામાં આવ્યું હતું. તુજે એજન્સ દાખવ્યો તેમાં તેને માત્ર 48 માર્ગો ના સ્પીડ બેકરોનો જ ઉલ્લેખ કર્યો હતો જે અયોગ્ય લાગતા ગઈકાલની બેઠકમાં આ દરખાસ્તને પણ કરી રીટેન્ડર કરવા માટે જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં આ પ્રક્રિયામાં હવે જે પણ એજન્સી ભાગ લેશે તેઓ સાથે બે વર્ષનો કરાર થશે અને બે વર્ષના સમયગાળા દરમિયાન રાજકોટના માત્ર 48 રાજમાર્ગો જ નહીં પરંતુ રાજકોટના તમામ માર્ગો અને સોસાયટીઓ કે જ્યાં સ્પીડ બ્રેકર ઊભા કરવામાં આવ્યા હોય તેના રેડિયમ અને તેનો કલર ન જાય તેવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. હાલ આ તમામ બાબતોને ધ્યાને લઈ ગઈકાલની સ્ટેન્ડિંગમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. કુલ 49 દરખાસ્તો પૈકી 47 દરખાસ્ત પર બહાલી આપવામાં આવી અને કહી શકાય કે 13.80 કરોડના વિકાસ કામોને મંજૂરી પર આપવામાં આવી છે.

ક્યા કામોમાં કેટલા રૂપિયામાં થશે

            વિગત   રૂપિયા

         રસ્તાકામ…..     5.17 કરોડ

        આર્થિક તબીબી સહાય/ઇન્સ્યોરન્સ….   19 લાખ

        કાર્યક્રમ ખર્ચ….. 2.25 લાખ

        ડી.આઇ પાઇપલાઇન…..           2.89 કરોડ

        નવી વોર્ડ ઓફિસ…..     1.22 કરોડ

        માઈનોર બ્રિજ…..         62 લાખ

        નવી આંગણવાડી…..     39 લાખ

        લાઈટિંગ/રોશની…..     32 લાખ

        ફૂટપાથ/રોડ ડીવાઇડર….           63 લાખ

        કુલબેગ તથા શિક્ષણ સમિતિ ખર્ચ….      47 લાખ

        પંપીંગ સ્ટેશન…..          8.47 લાખ

        કમ્પાઉન્ડ વોલ…..         1.11 કરોડ

        પે એન્ડ યુઝ ટોયલેટ…..  64 લાખ

થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ માટે ભૂતકાળમાં ત્રણ એજન્સીઓએ દાખવ્યો’તો રસ મહત્વનું એ છે કે ગઈકાલે જે સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક મળી તેમાં એ વાતની પણ ચર્ચા કરાઈ કે થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ માટે ભૂતકાળમાં એટલે કે દોઢ વર્ષ પૂર્વે ત્રણ એજન્સીઓએ રસ દાખવ્યો હતો જેમાં આધાર ટીમ ટેકનો, ક્ધસ્ટ્રક્શન મેન્ટેનન્સ કોર્પોરેશન ઇન્ડિયા અને વિનાયક કોર્પોરેશન હતું. આ બીડ દરમિયાન વિનાયક કોર્પોરેશન એ 15% નીચો ભાવ ભર્યો હતો અને તેને આ કામ લાગ્યું હતું પરંતુ જે મુજબ ની માહિતી મહાનગરપાલિકાને મળવી જોઈએ કે એજન્સી દ્વારા કેટલા રોડનું કામ કરવામાં આવ્યું છે કેટલા સમય માટે તેમની જવાબદારી રહેશે આ તમામ કરવામાં ક્યાંક ને ક્યાંક વિનાયક કોર્પોરેશન નિષ્ફળ નીકળ્યું હતું કારણ કે વિનાયક કોર્પોરેશન એ જે ભાવ નક્કી કર્યો અને જે ઓછા ભાવે ટેન્ડર ભર્યું તેમાં માત્ર રાજકોટના 48 માર્ગોનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે બાકી માર્ગો નો કોઈ ધણી ધોળી ન હોય તે મુજબની કોઈ વાત પણ ઉચ્ચારવામાં આવી ન હતી. આપની ગંભીરતાને ધ્યાને લઈ મહાનગરપાલિકાની ગઈકાલની સ્ટેન્ડિંગમાં આ દરખાસ્ત ને એક રીતે નામંજૂર કરી ફરી રિટેન્ડર કરવા માટે જણાવ્યું હતું. હવે જે પણ એજન્સી આ કામ સંભાળશે તેઓને બે વર્ષ માટે કરાર કરવાનો રહેશે. અને જેટલી વાર સ્પીડ બ્રેકર ના કલર ઓછા થાય તેટલી વાર તે કામ તેઓએ કરી દેવા પડશે જે અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકરે આકરું વલણ અપનાવ્યું હતું.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:16 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech