મનપાની 219 જગ્યાની ભરતીનો નિર્ણય અધરતાલ

60 હજાર અરજદારોને 11 માસથી ટટળાવતા તંત્રની નિંભરતા સામે કોંગ્રેસના ધગધગતા આક્ષેપો: લાખોની ફોર્મ ફી પરત આપવા માંગ

રાજકોટ, તા. 22

સમગ્ર રાજ્યમાં સરકારી કામગીરીમાં ઝડપ આવે તે માટે ભરતી કરવી ખૂબ જરૂરી છે મળતી માહિતી મુજબ રાજ્યના એક નહીં અનેક વિભાગોમાં હાલ ભરતીના જે નિયમો છે તે મુજબની જગ્યા ભરાયેલી નથી અને પરિણામ સ્વરૂપે ઘણી ખરી જગ્યાઓ ખાલી ખમ રહેલી છે. મળતી માહિતી મુજબ જો પડતર જગ્યાઓ ઝડપભેર ભરાશે તો જે અટવાયેલી કામગીરી છે તે પણ યથાવત રીતે ચાલતી રહેશે. પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તેને ધ્યાને લઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિસેમ્બર 2023 માં અનેકવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી જેને આજે 11 મહિના જેટલો માતબર  સમય વીતી ગયો છતાં હજુ સુધી ભરતી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.  જુનિયર ક્લાર્ક, સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન સુપરવાઈઝર, ગાર્ડન આસિસ્ટન્ટ સહિતની પદોની ખાલી પડેલ 219 ની જગ્યાઓ ભરતી બહાર પાડવાની જાહેરાત કરી હતી. આ ભરતી પ્રક્રિયામાં આશરે 60 હજાર લોકોએ ઓનલાઇન અરજી કરી હતી અને આ ભરતી માટે કુલ 219 જગ્યાઓ હોવાનું માલુમ પડ્યું હતું.

જેમા આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી છેલ્લી નિર્ધારીત તારીખ 10 જાન્યુઆરી 2024 સુધીમા અંદાજીત 60 હજાર ઓનલાઈન અરજીઓ મંગાવી હતી.આ ભરતી માટે નિયત કરેલ શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ,કેટેગરી મુજબની ફોર્મની ફી સહિત નિયમો મનપા દ્વારા નક્કી કરવામા આવેલા હતા પરંતુ તે બાદ પરીક્ષા ક્યારે લેવાશે એ સ્પષ્ટતા ત્યારથી માંડી અત્યાર સુધી કરવામા આવી નથી. આ અંગે ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

મનપાના અલગ અલગ વિભાગોમા વહિવટી કામો અર્થે મહત્વની પાયાની જરૂરિયાત ગણાતી મહેકમો ખાલી હોવાના કારણે મનપાનુ તંત્ર કામગીરી બાબતે ખાડે ગયુ છે. એટલું જ નહીં તજજ્ઞો અને જાણકાર વર્તુળો પણ જણાવી રહ્યા છે કે આશરે એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોય છતાં આ ભરતી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જે અચંભીત છે.

આ ભરતી માટે અરજી કરેલ હજારો ઉમેદવારો અસંમજતામા મુકાયા છે કે ભરતીની જાહેરાત ખરેખર સાચી હતી કે છે કે કેમ ?  આવા એક નહીં અનેક વેધક પ્રશ્ર્નો ઉમેદવારો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં ઉમેદવારોનું માનવું છે કે જો આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી ન હોય તો જે ફોર્મ ની રકમ લેવામાં આવેલી છે તે રકમ પરત આપી દેવામાં આવે. ઉમેદવારોના જણાવ્યા અનુસાર હાલ રાજકોટ મહાનગરપાલિકાની હાલત ઘણાખરા અંશ કફોડી બની ગઈ છે કારણ કે અગ્નિકાંડ બાદ કોઈપણ અધિકારી મનપામાં કામ કરવા માટે સહેજ પણ તૈયાર થતો નથી અને તેમના દ્વારા રાજીનામાં પણ આપવામાં આવી રહ્યા છે.

આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ જો મહાનગરપાલિકા કોઈ નક્કર પગલા નહીં લે અથવા તો કહી શકાય કે જે ભરતી હજુ સુધી થઈ નથી તે નહીં કરે તો કામનું ભારણ ખૂબ વધશે અને લોકોના જે કામો થવા જોઈએ તે પણ નહીં થાય. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મીઓ ભ્રષ્ટાચાર કરવામા અચકાતા નથી હોતા જેથી આ ભરતીથી જે કાયમ કર્મીઓ મળનાર છે જેને લીધે ભ્રષ્ટાચારનુ મહદઅંશે ઘટી શકે તેવો દાવો પણ રજૂઆતમા કરવામા આવ્યો હતો.

રજૂઆતની અંતમા જણાવ્યુ કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ નામદાર હાઇકોર્ટની ટકોર બાદ ફાયરવિભાગની પણ 500 થી વધુ જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે ત્યારે એ પ્રક્રિયા પણ વહેલી તકે શરૂ કરવી જોઈએ અને ઉપરોક્ત 219 ની જગ્યાઓની ભરતી બાબતને ગંભીરતાથી લઇ તે પ્રક્રિયા આગળ વધારીને તાકીદે પારદર્શકતાથી પરીક્ષા યોજીને ભરતી પૂર્ણ  કરવી જોઈએ જેથી રાજકોટ મનપાને લાયકાત ધરાવતા નવા કર્મીઓ મળે અને જેમને લીધે વહિવટી બાબતોના કામોમા લોકોને ખુબ સરળતાઓ પડશે.

કઈ જગ્યાઓ માટે મનપાએ બહાર પાડી હતી ભરતી

પોસ્ટ ……..જગ્યા

જુનિયર ક્લાર્ક….128

સિસ્ટમ એનાલિસ્ટ…..2

ગાર્ડન સુપરવાઇઝર……2

વેટરનરી ઓફિસર…..1

પોસ્ટ ……..જગ્યા

ગાર્ડન આસિસ્ટન્ટ……12

ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી…..2

આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન…..4

જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફીમેલ…..4

ફાયર વિભાગ માટે બહાર પાડવામાં આવેલી જગ્યાઓ

પોસ્ટ ……..જગ્યા

ચીફ ફાયર ઓફિસર…1

ડેપ્યુટી ઓફિસર…2

મેનેજર….2

ઓએસ….4

ડિવિઝનલ ઓફિસર….4

સ્ટેશન ઓફિસર….32

પોસ્ટ ……..જગ્યા

ફાયર સબ ઓફિસર…..70

લીડિંગ ફાયરમેન….44

વર્ક આસિસ્ટન્ટ…..10

સિનિયર ક્લાર્ક….3

જુનિયર ક્લાર્ક…..3

ફાયર ઓપરેટર….272

ફાયરની જગ્યા ભરવા માટે સરકારની મળી છે મંજૂરી પરંતુ હજુ સુધી નથી આવ્યું નોટિફિકેશન કોંગ્રેસ દ્વારા જ્યારે મ્યુનિસિપલ કમિશનરને ફાયર માટે રજૂઆત કરવામાં આવી ત્યારે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ જણાવ્યું હતું કે હાલ ભરતી અંગે સરકારની મંજૂરી મળી ગઈ છે પરંતુ જે નોટિફિકેશન આવું જોઈએ તે હજુ સુધી આવ્યું નથી જેના કારણે ફાયરની જગ્યા ભરવામાં વિલંબ થઈ રહ્યો છે. અન્ય જગ્યાઓની સરખામણીમાં ફાયર ની જગ્યા ઝડપથી ભરાઈ તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:57 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech