હરી તું મારૂ ગાડુ ક્યા લઇ જાય કાંઇ ના જાણું
સીટી એન્જિનિયર, ઓડિટર અને ચીફ ફાયર ઓફિસર હાલ ઇન્ચાર્જમાં : રેગ્યુલર અધિકારી આવે તો કામમાં આવશે ઝડપ : છેલ્લા સાત મહિનાથી રગળધગળ જ ચાલે છે
રાજકોટ, તા. 17
રાજકોટ મહાનગરપાલિકા હાલ જે રીતે વિકાસ કામો ને વેગ આપી રહ્યું છે તેની સામે વિભાગના ઘણા ખરા કામો હજુ પણ પેન્ડિંગ બોલે છે ટીઆરપી અગ્નિકાંડ બાદ જે ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગમાં છે કોભાંડની હારમાળા સર્જાય તે બાદ હવે મહાનગરપાલિકામાં કોઈ પણ અધિકારી કે કર્મચારી કામ કરવા તો દૂર ત્યાં ફરજ નિભાવવા માટે પણ તૈયાર નથી તેવું હાલ તજજ્ઞ જણાવી રહ્યા છે મહત્વનું એ છે કે રાજકોટ મહાનગરપાલિકાની ટોચની ગણાતી ત્રણ પોસ્ટ હાલ ઇન્ચાર્જના હવાલે છે ત્યારે અહીં જે અધિકારી પર જ બજાવે છે તેને સહેજ પણ કામ કરવામાં રસ ન હોય તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે અને આ અંગે સતત લોકો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવે છે. આ અંગે સરકારને અનેકવિધ વખત રજૂઆતો કરવામાં આવી કે જે કી પોસ્ટ માનવામાં આવતી જગ્યા હોય તેમાં કાયમી અધિકારીઓની નિમણૂક કરવામાં આવે પરંતુ કોઈ પણ કારણોસર રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી જેને લઈને ઘણા ખરા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો સીટી એન્જિનિયર નું પદ સૌથી મોટું માનવામાં આવે છે ત્યારે સીટી એન્જિનિયર સેન્ટ્રલ કે જેમાં હાલ અતુલ રાવલ પર જ બજાવી રહ્યા છે તેવી જ રીતે મનપા વેસ્ટ ઝોનમાં કુંતેશ મહેતા અને ઇસ્ટ ઝોનમાં એમ.આર શ્રીવાસ્તવ હાલ સીટી એન્જિનિયર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે પરંતુ હાલા તમામ અધિકારીઓ ઇન્ચાર્જ હોવાથી જે વેગ કામગીરીમાં આવવો જોઈએ તે આવતો નથી એટલું જ નહીં મહાનગરપાલિકાના ઓડિટર પણ હાલ ઇન્ચાર્જ જ છે અને આ માટે એક વખત નહીં અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ કોઈને કોઈ કારણસર જે માંગણી સ્વીકારવામાં આવતી નથી બીજી તરફ મહાનગરપાલિકાનો અત્યંત મહત્વનો વિભાગ ગણાતો એવો ફાયરમાં પણ હાલ અમિત દવે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ખરા અર્થમાં સરકારે આ અંગે ગંભીરતાથી વિચાર કરવો ખૂબ આવશ્યક અને જરૂરી છે જો કામને વેગ આપવો જ હોય તો આ તમામ જગ્યાઓ ભરવી ખૂબ આવશ્યક છે છેલ્લા ઘણા સમયથી ફાયર વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં હાલ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે અત્યારે જે જંત્રીના ભાવની સાથો સાથ ફ્લાવર બેડ ને લઇ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સામે ટીપી સ્કીમમાં પણ અનેકવિધ ફરિયાદો ઉઠી રહી છે જેનો યોગ્ય નિકાલ લાવવા માટે કાયમી અધિકારી હોય તે ખૂબ જરૂરી છે. હાલ આ અંગે મહાનગરપાલિકામાં પણ અનેક વખત ફરિયાદ ઊઠવા પામી છે અને સત્તાધીશ પક્ષો દ્વારા પણ આ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી.
અત્યારે મહત્વની વાત તો એ છે કે ટીપીમાં ઘણી ખરી અરજીઓ હજુ પેન્ડિંગ પડેલી છે જેની પાછળનું સૌથી મોટું કારણ હોય તો તે ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગ વચ્ચે સંકલનના અભાવનો છે. બીજી તરફ મહાનગરપાલિકાના તજજ્ઞોનું માનવું છે કે અત્યારે બંને વિભાગના અધિકારીઓ જે છે તે કોઈપણ રીતે કામ કરવા માટે તૈયાર થતા નથી એટલું જ નહીં તેમના દ્વારા કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારવા માટે સહેજ પણ તૈયાર ન હોય તેવું હાલ ચિત્ર ઊભું થઈ રહ્યું છે જો આ સ્થિતિ યથાવત જોવા મળી તો હજુ પણ ઘણી-ખરી ફાઈલો પેન્ડિંગ રહેશે તેમાં કોઈ ઉકેલ આવશે નહીં. આ વાતને લઈ એ વાત સ્પષ્ટ છે રાજકોટ મનપાનું ગાડું હાથમાં છે.
