મનપા જોજો માત્ર 27 પે એન્ડ પાર્કિંગથી સમસ્યા હલ ન થાય

18 વોર્ડમાં કુલ 63 જગ્યાઓ પે એન્ડ પાર્કિંગ માટે જેમાં માત્ર 27 જગ્યા જ ટેન્ડર થકી ભરાઈ : દિવસેને દિવસે પરિસ્થિતિ વિકરાળ બનશે ત્યારે મનપા પાસે શું વ્યવસ્થા તે સૌથી મોટો પ્રશ્ન

રાજકોટ, તા. 20
રાજકોટ શહેરમાં હાલ ટ્રાફિક સમસ્યા અત્યંત વિકરાળ બની છે ત્યારે મહત્વનું એ છે કે આ પ્રશ્નનું ઝડપભેર નિરાકરણ આવે તો ભવિષ્યમાં જેમ વસ્તી વધારો થશે ત્યારે આ પ્રશ્ન ન સતાવે બીજી તરફ ટ્રાફિક સમસ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરી નવી યોજનાઓની પણ અમલવારી કરવામાં આવી હતી. પરંતુ જે સફળતા મળવી જોઈએ તે આજ દિન સુધી રાજકોટ મહાનગરપાલિકાને મળી નથી રાજકોટ માટે સૌથી મોટો ચિંતાનો વિષય હોય તો તે પાર્કિંગનો છે કારણ કે રાજકોટના ઘણા ખરા વિસ્તારો કે જ્યાં વાણિજ્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે યોગ્ય પાર્કિંગ ન હોવાના કારણે લોકોએ તેમના વાહનોને રસ્તા ઉપર પાર્ક કરવા પડે છે અને તેને લઈને ઘણી ખરી અડચણો પણ ઉભી થઈ છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજકોટ શહેરમાં કુલ 63 પે એન્ડ પાર્કિંગની જગ્યાઓ આવેલી છે તેમાંથી માત્ર હાલ 27 જગ્યાઓ પરના જ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
જો આ અંગે રાજકોટ મહાનગરપાલિકા ગંભીરતાપૂર્વક વિચાર કરે તો પે એન્ડ પાર્કિંગ થી મનપાને આવક પણ મોટી થાય સાથોસાથ એ આવક થકી રાજકોટના અન્ય વિકાસ કામોને પણ વેગ મળે પરંતુ કોઈ કારણોસર હાલ 27 થી વધુ પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા મહાનગરપાલિકા ઉભી કરાવી શકી નથી એટલું જ નહીં મહાનગરપાલિકા પાસે કુલ 63 જેટલી જગ્યા હાથ પર છે ત્યારે તે જગ્યાનો જો ઉપયોગ કરવામાં આવે તો આજે સંખ્યા છે તેમાં વધારો થઈ શકે. મહાનગરપાલિકા દ્વારા આ અંગે એક વખત નહીં અનેક વખત વિચાર કરવામાં આવ્યો. મહાનગરપાલિકાને પે એન્ડ પાર્કિંગ મારફતે કુલ 1.13 કરોડની આવક થઈ છે. મળતી માહિતી મુજબ નવા પે એન્ડ પાર્ક બનાવવા માટે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એસ્ટેટ શાખા તથા ટાઉન પ્લાનિંગ વિભાગ મારફતે તેનો અભિપ્રાય મેળવી જો પેન્ટ પાર્ક લગત પ્લોટ હોય તો તે પ્લોટ માટે મંજૂરી મેળવી પે એન્ડ પાર્ક સાઈડ તરીકે તેનો સમાવેશ કરવામાં આવી શકે છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આજ દિન સુધી રાજકોટ મહાનગરપાલિકા પાસે કુલ 63 જગ્યાઓ પડેલી છે અને તેમાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં અને ત્યારબાદ સેન્ટ્રલ ઝોનમાં જગ્યાઓ ખાલી છે ત્યારે મહાનગરપાલિકા કયા મુદ્દે વિચાર કરી રહી છે તેનો કોઈ અંદાજો નથી પરંતુ જો હજુ 23 જેટલી 60 ઊભી કરી દેવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થશે અને હાલ જે પાર્કિંગની અસુવિધા જોવા મળી રહી છે તેમાં પણ ઘણાખરા અંશે મનપાને રાહત મળશે.
મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં ઘણાખરા અંશે ઢીલાશ રાખવામાં આવતી હોય છે અને તેની માઠી અસર છેલ્લે સ્થાનિક વ્યક્તિએ વેઠવી પડે છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ એક વખત નહીં અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ આજ દિન સુધી તેનો યોગ્ય નિવેડો આવ્યો નથી. હાલ મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ એટલે કે સ્વચ્છતા અંગે તેઓ અવલોકન કરી રહ્યા છે અને તેમના દ્વારા વિવિધ વોર્ડમાં રૂૂબરૂૂ મુલાકાત પણ લેવામાં આવી રહી છે ત્યારે મળતી માહિતી મુજબ પાર્કિંગની સમસ્યાનું નિવારણ લાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવનારા દિવસોમાં યોગ્ય પગલાં લેવામાં આવે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.

ક્યા વોર્ડમાં કેટલી જગ્યાઓ ખાલી
રાજકોટ મહાનગરપાલિકા હેઠળ આવતા 18 વોર્ડની જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર સાતમાં સર્વાધિક 8 જગ્યાઓ ખાલી પડેલી છે જેનો ઉપયોગ પે એન્ડ પાર્કિંગ માટે થઈ શકે ત્યારબાદ વોર્ડ નંબર 10 માં કુલ 5 જગ્યા, વોર્ડ નંબર 1 અને 8માં કુલ 4 જગ્યા, તેવી જ રીતે વોર્ડ નંબર 9 અને 14 માં 3 જગ્યા, વોર્ડ નંબર 11 માં તથા 13માં 2 જગ્યા, જ્યારે વોર્ડ નંબર 3 અને 5, 17 અને 18 કુલ 1-1 જગ્યા ખાલી પડેલી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:29 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech