લાંબા સમયથી વેરો ભર્યો ન હોવાના પગલે વેરા વસુલાત શાખા દ્વારા લેવાયો નિર્ણય : આગામી દિવસોમાં હજુ પણ ઝુંબેશને કરશે તીવ્ર
રાજકોટ, તા. 7
વેરા વસુલાત શાખા હાલ જે રીતે ઝુંબેશ આગળ વધારી છે અને આપેલ લક્ષ્યાંકને પહોંચવા માટે જે મહેનત કરવામાં આવી રહી છે તેને ધ્યાને લઈ ગઈકાલે ટેક્સ બ્રાન્ચ દ્વારા બાકીદારો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા લાંબા સમયથી લાખો રૂૂપિયાનો બાકી વેરો નહીં ચૂકવતા જીઓ અને બીએસએનએલના સાત ટાવરને સીલ કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં સમગ્ર શહેરમાં ગઈકાલે કુલ 15 મિલકતો ને સીલ કરી 25.78 લાખની રિકવરી કરી હતી. આ કામગીરી દરમિયાન ચાર યુનિટને નોટિસો પાઠવવામાં આવી જ્યારે ત્રણના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. દર વર્ષે મહાનગરપાલિકાને વેરા વસુલાત વિભાગ ના ટાર્ગેટ ને પહોંચી વળવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડે છે ત્યારે જ ટાર્ગેટ ની નજીક તેવો પહોંચી શકે છે.
હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે હવે કદાચ જે આપવામાં આવેલો ટાર્ગેટ છે તેની નજીક પણ મહાનગરપાલિકા નહીં પહોંચી શકે જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે સૌથી મોટું જે બાકીદારોની યાદી છે તે સરકારી વિભાગોની છે અને તેમના દ્વારા આજ દિન સુધી હજુ એક પણ રૂૂપિયો કર પેટે આપ્યો નથી ત્યારે આ અંગે હવે મહાનગરપાલિકા કોઈ ગંભીર એક્શન લિયે તેવું માનવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર ચારમાં બીએસએનએલનો એક ટાવર તેમજ જીયોનો એક ટાવર ભગવતી પરા મેઇન રોડ ઉપર આવેલા યદુનંદન સોસાયટીમાં પણ જીઓ ટાવરને સીલ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં પણ હાલ આ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવામાં આવશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી કારણ કે હવે વેરા વસુલાત વિભાગનો એકમાત્ર લક્ષ્યાંક એ જ છે કે તેમને જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તેની નજીક તે પહોંચી શકે.