મહારાષ્ટ્રમા ભાજપ 156: શિંદે જુથ 78 અને NCP (પવાર)ને 54 બેઠકો

મહાયુતિ ગઠબંધનની સીટોની વહેચણી માટે ત્રણ કલાક થયુ મંથન

નવીદિલ્હી, તા. 22

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિ ગઠબંધનમાં સીટોની વહેંચણી નક્કી થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.  તાજેતરમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને બંને ડેપ્યુટી સીએમ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દિલ્હીમાં આ અંગે એક બેઠક યોજાઈ હતી.  આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં બેઠક વહેંચણીને મંજૂરી આપવામાં આવી છે.  આ હિસાબે આ વખતે ભાજપ મહારાષ્ટ્રમાં 156 સીટો પર ચૂંટણી લડી શકે છે.  આ સિવાય એકનાથ શિંદે જૂથને 78 અને અજિત પવારની NCPને 54 બેઠકો મળવાનો અંદાજ છે.  કહેવાય છે કે અમિત શાહના નિવાસસ્થાને લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  20 નવેમ્બરે 288 વિધાનસભા બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં મતદાન થશે, જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

એવું કહેવાય છે કે સીટોની અદલાબદલી પર હજુ ઘણું કામ કરવાની જરૂૂર છે.  ત્રણેય પક્ષોને ઉપર જણાવ્યા મુજબ અંદાજે એટલી જ બેઠકો મળશે.  ન્યૂઝ 18 અનુસાર, ઉમેદવારોની જીતના આધારે કેટલીક સીટોની અદલાબદલી થઈ શકે છે.  દરમિયાન, ભાજપે રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જે મુજબ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ર્ચિમની મજબૂત બેઠક પરથી ચૂંટણી લડશે.  દરમિયાન, મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે કામઠીથી ચૂંટણી લડશે.  પાર્ટીએ 13 મહિલા ઉમેદવારોને પણ ટિકિટ આપી છે.  જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણને ભોકરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મુંબઈ શહેરમાં, રામ કદમ ઘાટકોપર પશ્ર્ચિમથી, આશિષ શેલાર વાંદ્રા પશ્ર્ચિમથી, રાહુલ નાર્વેકર કોલાબાથી અને મંગલ પ્રભાત લોઢા મલબાર હિલથી ચૂંટણી લડશે.  ભાજપની નવી યાદીમાં ઘણા નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે.  નવા ઉમેદવારોમાં શ્રીગોંડાથી પ્રતિભા પચાપુતે, મલાડ પશ્ર્ચિમથી વિનોદ શેલાર અને ગત વખતે અપક્ષ તરીકે લડેલા રાજેશ બકાનેને દેવલીથી ટિકિટ આપવામાં આવી છે.  ચિંચવાડથી શંકર જગતાપ અને છેલ્લી ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડનારા વિનોદ અગ્રવાલને ગોંદિયાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:48 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm