રહ્યા ગામથી સ્માર્ટ સિટીના રોડના રોકડા પર બ્રિજ બનાવવા લેવાયો નિર્ણય
રાજકોટ, તા. 29
આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠક મળશે જેમાં કુલ 53 દરખાસ્તો મૂકવામાં આવેલી છે. મળતી માહિતી મુજબ રાજકોટ ના નવા રીંગરોડ ને જોડતા વોર્ડ નંબર 1 9 અને 11 માં કટારીયા ચોકડી થી સ્માર્ટ સિટી તરફના ભાગમાં આવેલા વર્ષો જૂના ત્રણ નાના બ્રિજને વાઈડનીંગ કરી ફોર ટ્રેક બનાવવા સહિતના પુલ અને સ્લેબ ના અડધો ડઝન કામો પોણા અબજ ના ખર્ચે કરવાની દરખાસ્ત આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવેલી છે. બીજી તરફ કમિશનર તુષાર સુમેરાય ચાલુ વર્ષના બજેટના કામોના આયોજન પણ હાથ પર લેતા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જે એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવ્યો તેમાં કુલ 53 દરખાસ્ત મૂકવામાં આવી છે.
મહાનગરપાલિકાનું મુખ્ય હેતુ એ છે કે જે માળખાગત સુવિધાઓ છે તેને વધુ સારી રીતે વિકસાવવામાં આવે તે માટે જે નવો રીંગરોડ બનાવવામાં આવ્યો છે તેમાં ફોરટ્રેક રોડનું કામ કરવા માટે રૂૂડાએ કામ શરૂૂ કરી દીધું હોવાનું પણ ક્યાંકને ક્યાંક માલુમ પડ્યું છે તો બીજી તરફ મહાનગરપાલિકાએ પુલને પહોળા કરવા માટેની દરખાસ્ત પણ મૂકી છે ત્યારે આવનારા દિવસોમાં આ રોડ સંપૂર્ણપણે ફોર ટ્રેક બને તે દિશામાં હાલ કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે આગામી બેઠકમાં રોડ વાઈડનીંગ ની દરખાસ્ત કરવામાં આવે તેવી વાત પણ વાયુવેગે ચર્ચામાં આવી છે. ગઈકાલે જે એજન્ડા બાર પાડવામાં આવ્યો તેમાં નવા રીંગરોડનું ડેવલપમેન્ટ આઈ તે મુખ્ય હેતુ છે. નવા રીંગ રોડ ડેવલપમેન્ટના આયોજન અંગે માહિતી આપતા પદાધિકારીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.9માં નવા 150 ફુટ રીંગ રોડ પર ત્રણ બ્રીજ વાઇડનીંગ કરવાનું 42.25 કરોડનું જીએસટી સહિતનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં બેકબોન ક્ધસ. કંપનીએ 5.49 ટકા ઓછા ભાવની ઓફર કરતા 18 ટકા જીએસટી સહિત 47.12 કરોડમાં કામ આપવા દરખાસ્ત આવી છે.
કટારીયા ચોકડીથી જમણી તરફ વળતા તુરંત, તે બાદ મધ્ય ભાગમાં અને તે બાદ સ્માર્ટ સીટી પૂર્વે પરશુરામ ધામ ચોકડી પાસે જુના ત્રણ બ્રીજ આવેલા છે. બ્રીજ નંબર-2ની લંબાઇ 358 મીટર અને 45 મીટર પહોળાઇ, બ્રીજ નંબર-3ની લંબાઇ 358 મીટર અને પહોળાઇ 45 મીટર, બ્રીજ નં.4ની લંબાઇ 294 મીટર અને પહોળાઇ 45 મીટરમાં આરસીસી હાઇલેવલ બ્રીજ સાથે કરવાની છે. આ ત્રણે બ્રીજ જામનગર હાઇવેથી કાલાવડ રોડને જોડતા હોય એક લાખ લોકોને તેનો વાહન વ્યવહારમાં લાભ થશે. આ કામ શરૂૂ થવાથી નવો રીંગ રોડ ફોર ટ્રેકનો બનાવવા તરફ પણ મહાપાલિકા આગળ વધશે.
રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષના અંદાજપત્રમાં પાર્ટી પ્લોટ ની યોજના અંગે જે જાહેરાત કરી હતી તેની અમલવારી કરવા માટેની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે ત્યારે તાલુકા પોલીસ મથક સામે જે ગ્રેસ કોલેજ પાસે રાજકોટ ન પ્રથમ પાર્ટી પ્લોટ બનાવવા મહાનગરપાલિકાએ પોતાનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે અને કમિશનરે આ અંગે દરખાસ્ત પણ આજની સ્ટેન્ડિંગ બેઠકમાં મોકલી છે. મહત્વનું એ છે કે ભૂતકાળમાં પણ ભાજપના શાસકો દ્વારા પાર્ટી પ્લોટ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી તે શક્ય બન્યું ન હતું પરંતુ આજે આ માટેની દરખાસ્ત મુકવામાં આવી છે અને ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવે તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. જે માહિતી મળી રહી છે તેમાં હાઈ બોન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા 18.18% ઓછા ભાવથી કામ કરવાની ઓફર આપવામાં આવતા 1.70 કરોડનો કામનો ખર્ચ અને 30 લાખ જીએસટી મળી 2 કરોડના ખર્ચે દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.