મુખ્યમંત્રી પટેલના હસ્તે ગિફ્ટ સિટીમા સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ

ગિફ્ટ સિટી વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર

અમદાવાદ, તા. 3
ભારતના એકમાત્ર ઓપરેશનલ સ્માર્ટ સિટી એને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર તરફથી ગિફ્ટ સિટીના પ્રથમ તબક્કાના વિકાસ માટે ગ્રીનર માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન તથા અમલીકરણ માટે ગ્રીન સીટીઝ પ્લેટિનમ સર્ટિફિકેટ કરવામાં આવ્યું છે ત્યારે ગિફ્ટ સિટીમાં વધુને વધુ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો થાય તે માટે ગિફ્ટ સિટીને ફીન્ટેકનું પણ વિરુદ્ધ મળ્યું છે. હાલ સમગ્ર વિશ્વની નજર ગિફ્ટ સિટી ઉપર છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રીના ભરત હસ્તે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપરેશન કોન્ટ્રાક્ટ્સની શરૂૂઆત કરવામાં આવી જેનાથી રોકાણ ક્ષેત્રે ઘણી ખરી મોટી સિદ્ધિ હાથ ધરાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ નાણાંકીય નવીનતાના ક્ષેત્રોમાં સતત અગ્રણી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવી અપેક્ષા દર્શાવી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ઇન્ડિયા INX પર યુ.એસ. ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપશન્સ કોન્ટ્રાક્ટસ એક મહત્વપૂર્ણ પગલું છે. એટલું જ નહીં, ભારતીય નાણાંકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થા સાથે વધુ નજીકથી જોડાવાની તક પણ પૂરી પાડનારું આ કદમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સતત નવા આયામો ઉમેરાઈ રહ્યા છે તેની સરાહના કરતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝનથી કાર્યરત થયેલું ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર અને બુલીયન એક્સચેન્જ સફળતાપૂર્વક અપરેશનલ છે. આ ઉપરાંત બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સર્વિસીઝનું પણ સંચાલન થાય છે.
નાના-મોટા અનેક ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા તરફ જઈ રહ્યું છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ગતિ કરી રહ્યું છે તેમાં આ નવો પ્રારંભ વધુ બળ આપશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તાજેતરમાં રજૂ થયેલા મોદી 3.ઘ સરકારના વર્ષ 2025-26ના બજેટમાં ગિફ્ટ સિટી ખાતે IFSCમાં કાર્યરત ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ માટે એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનના જે પ્રાવધાનો કરવામાં આવ્યા છે તેના પરિણામે IFSCમાં ફાઇનાન્સિયલ ઇકો સિસ્ટમ વધુ સંગીન અને ગિફ્ટ સિટીની ગ્લોબલ ઓળખ વધુ સુદ્રઢ બનશે.
આ અવસરે BSE લિમિટેડના એમ.ડી. અને સી.ઈ.ઓ સુંદરરામન રામમૂર્તિએ કી નોટ એડ્રેસ આપ્યું હતું.
ઇન્ડિયા INXના એમ.ડી. અને સી.ઈ.ઓ વિજય કૃષ્ણમૂર્તિએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા અને લોન્ચિંગ અવસરની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. ગિફ્ટ સિટીના એમ.ડી. તપન રે તથા ફિનટેક, ઇનોવેશન્સ, ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરના અગ્રણીઓ તેમજ આમંત્રિતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:18 am, Jul 13, 2025
temperature icon 27°C
overcast clouds
82 %
1004 mb
12 mph
Wind Gust: 17 mph
Clouds: 90%
Visibility: 10 km
Sunrise: 6:10 am
Sunset: 7:34 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© 2025 RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech