મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ IIM અમદાવાદ દ્વારા બનાવાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ વિષયક કેસ સ્ટડીઝનું ઉદ્ઘાટન કરતા મહંત સ્વામી મહારાજ

રાજકોટ મિરર, તા. 29
600 એકરમાં ફેલાયેલું ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ માત્ર 9 મહિનામાં કેવી રીતે નિર્માણ પામ્યું ? સતત 35 દિવસ સુધી કાર્યરત આ વિશાળ પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણના વિશિષ્ટ અભિગમો કેવા હતા ? આ નગરમાં 1.2 કરોડથી વધુ મુલાકાતીઓનું સફળ સંચાલન કેવી રીતે થયું ?આવી અનેક જિજ્ઞાસાઓને સંતોષતા ત્રણ અભ્યાસપૂર્ણ કેસ સ્ટડીઝ આઈ આઈ એમ (અમદાવાદ) દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયા છે. આ કેસ સ્ટડીઝમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે નિર્માણ પામેલા 600 એકરના અભૂતપૂર્વ ‘નગર’ના આયોજન અને સંચાલનની પ્રક્રિયાને વિગતવાર રીતે સમજાવવામાં આવી છે.
ઇઅઙજના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા 28 નવેમ્બરે ઉદ્ઘાટિત આ કેસ સ્ટડીઝ હવે IIM(અમદાવાદ)ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ કેસ સ્ટડીઝ વિશ્વભરના લોકો માટે નેતૃત્વ, પ્રબંધન અને મેગા પ્રોજેક્ટ્સના અમલીકરણના વિષયમાં દીવાદાંડી સમાન બની રહેશે.
IIMના અનુભવી અને વિદ્વાન પ્રોફેસર વિશાલ ગુપ્તા, પ્રોફેસર સરલ મુખર્જી અને પ્રોફેસર ચેતન સોમનના ઊંડા સંશોધન અને વિશ્ર્લેષણથી તૈયાર થયેલા આ કેસ સ્ટડીઝમાં માનવ પ્રબંધન, સેવાભાવના અને નેતૃત્વના નવતર અભિગમોનું પ્રેરક સંયોજન પ્રસ્તુત થયું છે. તે ઉપરાંત આ મેગા પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણ પર પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અહીંની માળખાકીય સુવિધાઓ, લોજિસ્ટિક્સ, સસ્ટેનીબીલીટી અને આવા વિશાળ પ્રકલ્પને સુગમ બનાવતી ટેક્નોલોજીની ભૂમિકાને પણ આલેખી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:42 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech