મોરબી રોડ-ખેરડી જવાના રસ્તે બે એકર સરકારી જગ્યા ખુલ્લી

1000 ચોરસ મીટર સરકારી ખરાબાની જમીન પરના કુલ સાત
ગેરકાયદેસર દબાણોને કરાયા જમીનદોસ્ત : કાલે પણ થશે ડિમોલીશન

રાજકોટ, તા. 22
છેલ્લા ઘણા દિવસથી સમગ્ર રાજ્યભરમાં હાલ ગેરકાયદે દબાણો જે છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં તંત્ર દ્વારા હાલ સફાયો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે કલેકટરના આદેશને ધ્યાને લઈ ફરી એક વખત રાજકોટ મોરબી રોડ પર આવેલી બેડી ચોકડી પાસે 10 કરોડની અને અમદાવાદ હાઈવે પાસે આવેલા ખેરડી જવાના રસ્તે બે એકર સરકારી જગ્યા પર જે દબાણો ખડકી દેવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે અને જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. કલેકટર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજકોટ-મોરબી રોડ પર બેડી ચોકડી પાસે રૂૂા.10 કરોડ અને અમદાવાદ હાઇવે પર ખેરડી જવાના રસ્તે બે એકર સરકારી જમીન પર ખડકી દેવાયેલ દબાણ પર મામલતદારોની સુચનાથી બુલડોઝરની ધણધણાટી બોલાવવામાં આવતા પાનની દુકાનો, નોનવેજ રેસ્ટોરન્ટ, પંચની દુકાન અને એક મકાનને જમીન દોસ્ત કરવામાં આવ્યું હતું.
મામલતદાર એસ.જે. ચાવડા અને તેમની ટીમે ગઈકાલે સવારે બેડી ચોકડી પાસેના રે.સ.નં. 27 પૈકીની આશરે 1000 ચોરસ મીટર સરકારી ખરાબાની જમીન પરના કુલ સાત ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કર્યા હતા. આ દબાણોમાં બુટ ભવાની, પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શેરડીનો ચીચોડો, લાજવાબ નોનવેજ રેસ્ટોરન્ટ, લાજવાબ પાન અને કોલ્ડ્રીંકસ, સતગુરુ સ્ક્રેપ અને એક પંચરનું કામચલાઉ સ્ટ્રક્ચરનો સમાવેશ થતો હતો. તંત્ર દ્વારા આ તમામ દબાણોને દૂર કરીને 10 કરોડની જમીનને ખુલ્લી કરવામાં આવી હતી.
અગાઉ અનેક નોટિસો આપવા છતાં પણ દબાણ દૂર કરવામાં ન આવતા કોમર્શિયલ બાંધકાણો પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં બે એકર જેટલી સરકારી જમીન પરના 10 પાનના થડા, ત્રણ વાડા અને એક પાકું મકાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ જમીનની અંદાજિત કિંમત 7 થી 8 કરોડ થવા જઈ છે. આ દબાણ દૂર કરવાની કામગીરીમાં તાલુકા મામલતદાર મકવાણા, નાયબ મામલતદાર રઘુવીર સિંહ વાઘેલા,સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા,તેજ લુણાંગરીયા, તલાટી મંત્રી અને પોલીસ અધિકારીની ટીમ સ્થળ પર હાજર રહીને આ દબાણ દૂર કરવાની હાથ ધરવામાં આવી હતી.
આગામી દિવસોમાં હજુ પણ આ પ્રકારના જે દબાણ છે કે જે હાઇવે પર ખડકી દેવામાં આવ્યા હોય તેને દૂર કરવામાં આવશે હાલ સ્થાનિક પ્રસાશનનું એ જ માનવું છે કે આ પ્રકારના જે ગેરકાયદે દબાણ ઊભા થયેલા હોય તેને ઝડપભેર દૂર કરવામાં આવે અને સરકારી જગ્યા ખુલી કરાવાય આ તમામ મુદ્દાઓને જ્યારે લઈને હાલ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો સ્થાનિક પ્રસાશન દ્વારા લેવામાં આવી રહ્યા છે અને તેને અનુરૂૂપ જ હાલ કામગીરી થઈ રહી છે. જરૂૂરી એ છે કે આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની સાતો સાત કલેક્ટર વિભાગ દ્વારા પણ આ અંગે યોગ્ય અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે કારણ કે હાઈવે પર ઘણી ખરી જગ્યા એવી છે કે જ્યાં દબાણો થયેલા હોય અને દબાણ છેલ્લા ઘણા સમયથી દૂર કરવામાં આવ્યા ન હોય અને તે તંત્ર માટે માથાનો દુખાવો બની ગયું હોય. આ તમામ કિસ્સાઓ ને ધ્યાને લઈ હાલ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈકાલે અને તેના આગલા દિવસે જે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું તેનાથી એ વાત તો હવે સ્પષ્ટ થઈ ચૂકી છે કે આવનારા દિવસોમાં જે હાઇવે પરના દબાણો છે તેને તાકીદે દૂર કરવા માટે હાલ તમામ જરૂૂરી પગલાઓ લેવાશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:35 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech